ખેલ જગત

ધોની સ્પેશિયલ ગાડી સાથે પહોંચ્યો સ્ટેડિયમ પર, તેને પહેરેલા પેન્ટની કિંમતમાં તો એક બાઈક આવી જાય

ભારતીય ક્રિકેટ ટિમ દ્વારા હોમ ગ્રાઉન્ડ પર સાઉથ આફ્રિકાને પછાડીને જીત હાંસિલ કરી ટેસ્ટ સીરીઝ પર કબ્જો જમાવી લીધો હતો. આ જીત દરમિયાન ટિમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ રાંચી સ્ટેડિયમમાં હાજર હતા. ધોનીની હાજરીથી ટિમ ઇન્ડિયાની જીતમાં ચાર ચાંદ લાગી ગયા હતા.

બીસીસીઆઈએ તેના ટ્વિટર પર એક તસ્વીર શેર કરી છે, જેમાં ટિમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ધોની જોવા મળ્યો હતો. ધોની ઝારખંડના લોકલ બોય શાહબાઝ નદીમને કંઈક સમજાવતો નજરે ચડે છે, શાહબાઝને રાંચી ટેસ્ટથી ટેસ્ટ કરિયરમાં ડેબ્યુ કર્યું છે. ત્યારબાદ ધોની રવિ શાસ્ત્રી અને બીજા ખેલાડીઓ સાથે નજરે આવ્યો હતો.

જણાવી દઈએ કે, ધોની રાંચી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં તેની નવી કાર ઝોંગા લઈને પહોંચ્યો હતો. ધોનીની આ કાર મિલિટ્રી રંગની છે. જેનો ઉપયોગ ભારતીય સેનાએ કરતી હતી. જોંગા જબલપુર ઓર્ડિનેસ એન્ડ ગન કેરીજ અસેમ્બલીનું ટૂંકું નામ છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ધોનીએ પંજાબના એક શખ્સ પાસેથી ઝોંગા ગાડી ખરીદી હતી. આ ગાડી 20 વર્ષ જૂની છે. 1990 બાદ આ ગાડીનું નિર્માણ બંધ થઇ ગયું છે. આ ગાડી જાપાની કાર કંપની નિસાનના પ્લેટફોર્મ પી-60 પર તૈયાર કરવામાં આવી છે.

ધોની આ તસ્વીરમાં બ્લેક કલરની કોલરવાળી ટીશર્ટ અને વ્હાઇટ કલરની કોટન પેન્ટમાં નજરે આવ્યો હતો. ધોનીના પેન્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ધોનીએ ઇટાલિયન કંપની વર્સાચેનેનું પેન્ટ પહેર્યું હતું. ઇન્ટરનેટ પર વર્સાચે ગોલ્ડટોન પેન્ટની કિંમત સર્ચ કરવામાં આવી તો તેની કિંમત 1200 ડોલર જેટલી છે. મતલબક કે ધોનીએ લગભગ 1 લાખનું પેન્ટ પહેર્યું હતું.

જણાવી દઈએ કે, બૉલીવુડની જેમ ક્રિકેટર્સને પણ મોંઘા અને લકઝરીયસ બ્રાન્ડની ચીજ પહેરવી પસંદ છે. થોડા દિવસ પહેલા ઇન્ડિયન ક્રિકેટર હાર્દિક પંડ્યાની 1 કરોડની ઘડિયાળ પણ ઘણી ચર્ચામાં રહી હતી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.