ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વર્ષ 2011થી લઈને આજ સુધી ભારત-પાકિસ્તાનની મેચ હોય તો તેની ટિકિટનું સેટિંગ એક પાકિસ્તાની ચાહકને કરી આપે છે. ધોની અને કરાંચીમાં જન્મેલા મોહમ્મદ બશીર વચ્ચે સંબંધ 2011માં ભારત-પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ દરમ્યાન શરુ થયો હતો. ત્યારથી જ આ સંબંધ મજબૂત થઇ ગયો છે કે બશીર પાસે મેચની ટિકિટ ન હોવા છતાં રવિવારે રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે શિકાગોથી માન્ચેસ્ટર પહોંચી ગયા હતા. કારણ કે તેઓ જાણે જ છે કે ધોની તેમની માટે ટિકિટ મોકલશે જ.

બશીરને લોકો ‘ચાચા શિકાગો’ના નામથી પણ ઓળખે છે. તેઓ 2011ના વર્લ્ડકપથી ભારત-પાકિસ્તાનની મેચ જોવા જરૂર જાય છે. તેઓ ભારતીય વિકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોનીના ચાહક છે. જયારે ધોની કેપ્ટન હતા એ સમયે મોહાલીમાં વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ સેમિફાઇનલ મેચ માટે બશીરને ટિકિટ અપાવી હતી. આ પછીથી બશીર ભારત-પકાઇસ્તાનની મેચ જોવા ધોનીની ટિકિટ પર જ જાય છે. તેઓ સ્ટેડિયમમાં પોતાની દેશની સાથે ધોનીનું સમર્થન પણ કરે છે.

63 વર્ષિયય બશીર કહે છે, ‘હું માન્ચેસ્ટર આવ્યો અને જોયું કે લોકો એક ટિકિટ માટે 70થી 80 હજાર રૂપિયા આપવા તૈયાર છે. અહીંથી શિકાગો જવાની ટિકિટ પણ આટલા રૂપિયામાં જ થાય છે. ત્યારે હું ધોનીનો આભાર માનું છું કે મારે મેચની ટિકિટ માટે આટલો સંઘર્ષ નથી કરવો પડતો.’ ધોની ઘણીવાર એટલા વ્યસ્ત હોય છે કે પોતાના સાથી ખેલાડીઓને સમય નથી આપી શકતા, પરંતુ તેઓએ ક્યારેય પણ બશીરને નિરાશ નથી કર્યા.

બશીરે જણાવ્યું કે – ‘હું તેમને ફોન નથી કરતો કારણ કે તેઓ એટલા વ્યસ્ત રહે છે. હું ફક્ત મેસેજ દ્વારા જ તેમનો સંપર્ક કરું છું. અહીં આવ્યા પહેલા જ ધોનીએ મને ટિકિટનું આશ્વાસન આપ્યું છે. તેઓ ખૂબ જ સારા વ્યક્તિ છે. તેઓએ 2011 વર્લ્ડ કપ પછી મારા માટે જે કર્યું છે, મને નથી લાગતું કે એના વિશે કોઈ વિચારી પણ શકે.’ વધુમાં જણાવતા બશીરે કહ્યું કે ‘વિચારો, એક તરફ લોકો ટિકિટ માટે આટલો સંઘર્ષ કરે છે અને મને મફતમાં ટિકિટ મળી જાય છે. મને ધોની માટે એક ભેટ મળી છે જે હું ધોનીને પછી આપીશ.’

ભારત-પાકિસ્તાન મેચ જોવા દરમ્યાન બશીરના ઘણા ભારતીય મિત્રો બની ગયા છે. આમાં સચિન તેંડુલકરના ચાહક સુધીર પણ સામેલ છે. સુધીર ક્રિકેટર્સના પૈસા પર ટિમ ઇન્ડિયાનું સમર્થન કરવા માટે સ્ટેડિયમ જાય છે. માન્ચેસ્ટરમાં સુધીર અને બશીર એક સાથે રહયા હતા. રવિવારે થયેલી મેચ પહેલા બશીર પાકિસ્તાની ક્રિકેટ ટીમને તેમની હોટલ પર જઈને મળ્યા હતા અને પછી તેઓ ભારતીય ક્રિકેટ ટીમને પણ મળવા તેમની હોટલ ગયા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks