ટિમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટ્ન એમએસ ધોની આજકાલ ક્રિકેટથી દૂર છે. પરંતુ તે કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતા રહે છે. હાલમાં જ ખબર આવી હતી કે, એમએસ ધોનીનો સામાન કોલકાતા એરપોર્ટ પરથી ગાયબ થઇ ગયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, એમએસ ધોની કોલકાતા એરપોર્ટ પરથી સામાન લઈને નીકળવાની તૈયારીમાં જ હતો ત્યારે તેને ખબર પડી કે તેના સામાનની અદ્દલ-બદલી થઇ ગઈ છે. ધોનીનો સામાન બીજું કોઈ લઈને ચાલ્યું ગયું હતું.
View this post on Instagram
ધોની કોઈ તેના કામને લઈને કોલકાતા ગયો હતો. ત્યારે કોલકાતા એરપોર્ટ પર એવી ઘટના ઘટી કે, આ ઘટના કોઈ મોટા સેલિબ્રિટી સાથે ભાગ્યે જ બનતી હોય છે. કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ એરપોર્ટ પર ધોનીનો સામાન કોઈ બીજું લઈને ચાલ્યું ગયું હતું. સૂત્રોનું માનીએ તો સામાન ભૂલથી તેની પાસે પહોંચી ગયો હતો. ધોનીને તો આ વાતની ખબર પણ ના હતી કે સામાન બદલાઈ ગયો છે, પરંતુ એરલાઇન્સ વાળાએ ખુદ કોલકાતા એરપોર્ટ પર જાણકારી આપી હતી.
View this post on Instagram
અધિકારીઓનું કહેવું છે કે, ઓપરેટરની ભૂલને કારણે આ ઘટના બની છે. મિસ મેનેજમેન્ટને કારણે 2 યાત્રિકોને પરેશાની થઇ હતી.
આ વિચિત્ર ઘટના બાદ એરપોર્ટ અધિકારીએ તે મુસાફરનો સંપર્ક કર્યો હતો, જે ભૂલથી ધોનીનો સામાન લઈને એરપોર્ટથી નીકળી ગયો હતો. મુસાફર જણાવ્યું હતું કે, ધોનીનો સામાન તેની પાસે અને તેનો સામાન ધોની પાસે હતો.
View this post on Instagram
મીડિયાએ જયારે એરલાઇન્સ કંપની સાથે વાત કરવાની કોશિશ કરી ત્યારે તેને કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.