જીવનશૈલી

કાશ્મીરમાં આર્મીની ડ્યુટી પુરી કરીને પાછા ફર્યા MS ધોની. દીકરી જીવા પર ઉભરાયો પ્રેમ- જુઓ તસ્વીરો

ટિમ ઇન્ડિયાના પૂર્વ કપ્તાન અને તાજેતરના વિકેટકીપર બલ્લેબાજ મહેન્દ્ર સિંહ ધોની જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય સેનામાં પોતાની ટ્રેનિંગ અને ડ્યુટી પુરી કરીને દિલ્લી પાછા આવી ચુક્યા છે.હાલ તે પોતાની દીકરી જીવા અને પત્ની સાક્ષી સાથે દિલ્લીમાં છે.

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781) on

એવામાં એરપોર્ટ પર એમએસ ધોનીની સાથે દિલ્લી એરપોર્ટ પર દીકરી જીવાને પણ સ્પોટ કરવામાં આવી હતી,રાંચી માટે રવાના થતા પહેલા ધોનીએ પોતાના ફૈન્સ સાથે ઘણી તસ્વીરો લીધી હતી.

ધોનીએ વિશ્વ કપના સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડની સામે મળેલી હાર પછી બ્રેક લઈને બે અઠવાડિયા માટે જમ્મુમાં 106 ટીએ બટાલિયન(પૈરા)ની સાથે સમય વિતાવ્યો હતો.

 

View this post on Instagram

 

Pic taken after the ceremony, the smile says it all.thanks to all the instructors at PTS Agra

A post shared by M S Dhoni (@mahi7781) on

ધોનીને વિક્ટર ફોર્સના હિસ્સાના રૂપમાં કાશ્મીરની ઘાટીમાં કાર્યરત કરવામાં આવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ 31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી પેટ્રોલિંગ અને ગાર્ડની ડ્યુટી કરી હતી. તેના પછી તે લેહ ગયા અને ત્યાં બાળકોની સાથે ક્રિકેટ પણ રમી હતી.જેની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ હતી.

 

View this post on Instagram

 

All set for Jalandhar!

A post shared by M S Dhoni (@mahi7781) on

જણાવી દઈએ કે ટિમ ઇન્ડિયાના ટી20 વર્લ્ડ કપ, વનડે વર્લ્ડ કપ અને આઈસીસી ચૈમ્પિયન્સની ટ્રોફી જીતાવનારા કપ્તાન ધોનીને ભારતીય સેનામાં સન્માનના સ્વરૂપે લેફ્ટિનેન્ટ કર્નલની ઉપાધિ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781) on

જ્યારે ધોની દિલ્લી પાછા આવ્યા તો તેની પત્ની અને દીકરી જીવા એરપોર્ટ પર તેને લેવા માટે આવી પહોંચ્યા હતા. ઘણા સમય પછી પિતાને મળવાની ખુશીમાં જીવા ધોનીના ખોળામાં ચાલી ગઈ હતી. ધોનીના દિલ્લી આવવાના પહેલા જ સાક્ષી અને જીવા એરપોર્ટ પર પહોંચી ચુક્યા હતા. આ દરમિયાન સાક્ષીએ પણ ફૈન્સ સાથે તસ્વીરઓ લીધી હતી.

ધોનીની ગેરહાજરીમાં ઋષભ પંતે વિકેટકીપર-બલ્લેબાજીની ભૂમિકા નિભાવી હતી. દક્ષિણ આફ્રિકાના વિરુદ્ધ થનારી સિરીઝમાં ધોનીના આવવાની અપેક્ષા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks