ખેલ જગત દિલધડક સ્ટોરી

IPL 2019: જયારે ધોની અને એમના પત્ની સાક્ષીએ જમીન પર ઊંઘવું પડ્યું…જાણો શું છે મામલો

સામાન્ય રીતે, લોકોનું એવું માનવું હોય છે કે ક્રિકેટરો શાન-ઓ-શૌકત ભરેલું જીવન જીવે છે. પરંતુ સાદગી પસંદ મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સાથેની એક તસ્વીર જબરદસ્ત ચર્ચાઓમાં આવી ગઈ છે. આ તસ્વીરને જોયા પછી, ક્રિકેટના ચાહકો ન ફક્ત આશ્ચર્ય પામ્યા પરંતુ ફરી એક વાર માહીની સાદગીના ચાહક થઇ ગયા છે.

Image Source

ચેન્નઇ સુપર કિંગ્સએ IPL 2019માં મંગળવારે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવી હતી. આ મેચ પછી, ચેન્નઇને પોતાની આગામી મેચ જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે રમવાની છે. ચેન્નઈની ટીમ કેકેઆર સામેની મેચ પછી બુધવારે સવારે જયપુર માટે હોટેલથી તો રવાના થઇ ગઈ હતી,

પરંતુ ફ્લાઇટમાં વિલંબને લીધે, ટીમને એરપોર્ટ પર લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. કારણ કે આઈપીએલ મેચો એક પછી એક રમાઈ રહી છે, જેને કારણે આવી પરિસ્થિતિમાં, ખેલાડીઓને આરામ કરવા માટે પૂરતો સમય મળતો નથી. આવી જ સ્થિતિથી ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ પસાર થયા. માહી સાથે તેમના પત્ની સાક્ષી અને દીકરી જીવા પણ મુસાફરી કરે છે.

સવારે જયપુર માટે ફ્લાઇટ લેટ થવાના કારણે, ધોની અને કેટલાક અન્ય ખેલાડીઓ નીચે જ બેસી ગયા. માહી સાથે પત્ની સાક્ષી પણ જમીન પર બેસી ગયા હતા. કેકેઆર સામેનો મેચનો થાક ઉતાર્યો ન હતો, અને રાહ થોડી વધુ જોવી પડી હતી.

તો માહી અને તેમના પત્ની સાક્ષી પોતાનું ટ્રાવેલ બેગ માથા નીચે રાખીને જમીન પર જ સુઈ ગયા. ધોનીએ પોતે આ તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસ્વીરમાં એક તરફ માહી પોતે બેગ પર માથું રાખીને ઊંઘે છે અને બીજી તરફ એમની પત્ની સાક્ષી પણ જમીન પર સુતેલી છે. આ તસ્વીરમાં, ટીમના અન્ય ખેલાડીઓ પણ નીચે પર બેઠેલા દેખાય છે. આ તસ્વીર સાથે માહીએ લખ્યું – આઇપીએલ ટાઈમિંગની આદત પડયા પછી જો સવારની ફ્લાઇટ હોય તો આવું જ થાય છે.

ધોની આ સાદગીભરી તસ્વીર પર પ્રશંસકો મજેદાર કૉમેન્ટ્સ પણ આવી રહી છે અને બધા કૅપ્ટન કૂલની સાદગીની પ્રશંસા કરી રહ્યા છે. એક ચાહકે કોમેન્ટ કરી – શાંતિ રાખો, ભગવાન આરામ કરી રહયા છે. તે જ સમયે એક બીજા ચાહકે કોમેન્ટ કરી છે – સાદગી તેના શિખર પર…

Image Source

પહેલા પણ ધોનીને આ રીતે જોવામાં આવ્યા છે

ધોની એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા જમીન પર બેસ્યા હોય એવો આ પહેલો પ્રસંગ નથી, અગાઉ, વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયાના ભારતના પ્રવાસ દરમિયાન પણ ધોનીની જમીન પર બેસ્યા હોય એવી તસ્વીર સામે આવી હતી. કેટલાક સમય પહેલા શ્રીલંકામાં વન-ડે સિરીઝ દરમિયાન પણ માહી મેદાન પર જ આડા પડી ગયા હતા. પ્રશંસકો માને છે કે ધોનીએ ક્યારેય પોતાની જાત પર સ્ટારડમને હાવી થવા દીધું નથી. તેઓ મધ્યમ વર્ગના પરિવારથી છે, તેથી તેમના કૌટુંબિક મૂલ્યો અને સાદગી સ્પષ્ટપણે દેખાય છે.

Image Source

આગામી મેચ 11 એપ્રિલે

ચેન્નઈ સુપર કિંગ્સને પોતાની આગામી મેચ 11 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સાથે રમવાની છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમવામાં આવશે. કેકેઆર સામેની મેચ પત્યા બાદ તરત જ આજે સવારે જ ચેન્નઈ ટિમ જયપુર માટે રવાના થઇ ગઈ હતી.