ખબર

વીડિયો કોલ પર યુવકોને ઉકસાવી કપડા ઉતારાવતી હતી આ યુવતી અને પછી ગંદો વીડિયો ચુપચાપ બનાવીને….

આવી સંસ્કારી કે સીધી દેખાતી યુવતી પર લટ્ટુ થતા પહેલા આ જોઈ લેજો, સ્વરૂપવાન યુવતીએ વેપારીના દીકરા સાથે કર્યો જબરો કાંડ જુઓ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હનીટ્રેપના મામલાઓ સામે આવે છે, જેમાં કોઇ મહિલા કે યુવતિ દ્વારા આધેડ કે યુવકોને ફસાવી તેમની પાસે ગંદુ કામ કરાવી તેનો વીડિયો બનાવી લેવામાં આવતો હોય છે. જે બાદ તેમને ધમકી આપી અને બ્લેકમેઇલ કરી તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હોય છે. જો કે, આવા મામલે કેસ નોંધાતા પોલિસ પણ તેમને પકડી પાડતી હોય છે અને તેમને જેલ ભેગા કરી દેતી હોય છે. હાલમાં રાજસ્થાનમાં ધોલપુર જિલ્લાના બારી કોતવાલી પોલીસ સ્ટેશને એક મહિલાની ધરપકડ કરી છે જેણે પીડિતને હની ટ્રેપમાં ફસાવ્યો હતો.

તેનું નિશાન ખાસ લોકો હતા. તે મોબાઈલ પર ફોન કરીને લોકોને મિત્ર બનાવતી અને પછી વોટ્સએપ પર વીડિયો કોલ કરીને ઉશ્કેરતી હતી. આ દરમિયાન તે પીડિત પાસેથી કપડા ઉતારાવી ફોટા અને વીડિયો બનાવતી હતી. આ પછી બ્લેકમેલિંગ અને ધાકધમકીનો ખેલ શરૂ થતો. આરોપી મહિલા તેના સાગરિતો સાથે મળીને લાખો રૂપિયાની માંગણી કરતી હતી. જો માંગ ન સંતોષાય તો બળાત્કારનો કેસ નોંધવાની ધમકી આપતી. ત્યારે આ ક્રમમાં એક વેપારીએ 2 જુલાઈના રોજ ધોલપુર જિલ્લાના બારી કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. વેપારીએ જણાવ્યું કે તેને એક મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો.

તેને કહેવામાં આવ્યું હતું કે તેના ડ્રાઈવરની પત્નીને તેના પુત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે. જલ્દી તેના લગ્ન કરાવો. વેપારીએ તેના પુત્રને આ બાબતે વાત કરી. ત્યારબાદ તેણે પિતાને જણાવ્યું કે થોડા દિવસ પહેલા તેને પણ એક નંબર પરથી એક મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ તેની સાથે વોટ્સએપ પર ચેટ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન મહિલાએ વીડિયો કોલ કરીને અશ્લીલ હરકતો કરી હતી.જે બાદ અજાણ્યા નંબર પરથી ફોન કરીને મહિલાએ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. એકવાર વેપારી મહિલાના સહકર્મીને મળવા ગયો, જ્યાં તેની પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી.

પ્રતિકાત્મક તસવીર

તેને ધમકી આપવામાં આવી હતી અને કહ્યું હતું કે, જો તે પૈસા નહીં આપે તો તે પુત્રને બળાત્કારના કેસમાં ફસાવી દેશે. જો કે, પોલિસે અનેક કલમો હેઠળ કેસ નોંધીને આરોપી મહિલાની ધરપકડ કરી છે. મંગળવારના રોજ જ પોલિસે આ મહિલાની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. પોલીસ મહિલાના અન્ય સાગરિતોની શોધમાં છે. પીડિતના પિતાએ કેસ નોંધાવ્યા બાદ પોલીસે સાત દિવસ પહેલા મહિલાના સહયોગી અને સહ આરોપી હેમંત કુશવાહાની ધરપકડ કરી હતી. જે બાદ ગઈકાલે આરોપી મહિલાની ધોલપુરના બારી રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી.