જીવનશૈલી

આ ફોટો જોઈને દિવસની શરૂઆત કરતા હતા ધીરુભાઈ અંબાણી…! રસપ્રદ વાત જાણો

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના પિતા ધીરુભાઈ અંબાણીના ચીંધેલા રસ્તે ચાલે છે. એટલે જ તેઓ આટલી સફળતાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું સંચાલન કરી શકે છે. ત્યારે વાત કરીએ ધીરુભાઈ અંબાણી વિશે…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એન્યુઅલ જનરલ મિટિંગ બીજી કંપનીઓ કરતાં થોડી અલગ હોય છે. આ મિટિંગમાં શેર ધારકો કંપની સાથે રૂબરૂ બેઠક યોજે છે. આ મિટિંગમાં ઘણા અઘરા સવાલો કરે છે તો ઘણા પોતાની જૂની યાદો તાજી કરે છે.

5 જુલાઇ 2018 ના રોજ યોજાયેલ આ મિનિટમાં એક ધારકે ધીરુભાઈ અંબાણીની જૂની વાત બધાની સાથે શેર કરી હતી. જાણો ધીરુભાઈની એ વાતને.

Image Source

આવી રીતે કરતાં હતા ધીરુભાઈ અંબાણી દિવસની શરૂઆત:

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એન્યુઅલ જનરલ મિટિંગમાં એક શેર ધારકે જણાવ્યુ હતું કે, ધીરુભાઈ અંબાણી તેમના દિવસની શરૂઆત ઇશાનો ફોટો જોઈને કરતાં હતા.

ધીરુભાઈ સવારના ચા નાસ્તા પહેલા જ ઇશાનો ફોટો જોતાં હતા. વધૂમાં જણાવ્યુ કે ઇશાએ લાંબી સફર ખેડી છે અને પોતાના ભાઈઓ સાથે મળીને રિલાયન્સ જીઓને ઊભી કરી છે.

Image Source

ધીરુભાઈ અંબાનીનું નિધન 6 જૂલાઈ 2002ના રોજ થયું હતું, ત્યારે ઈશા માત્ર 11 વર્ષની હતી. ઇશાનો જન્મ વર્ષ 1991માં થયો છે.

ઈશા અંબાણી રિલાયન્સ જીઓ અને રીલાયન્સ રિટેલની સદસ્ય છે. અને તેને યુવા સંસ્કૃતિને જીવંત કરવાનો શ્રેય જાય છે.

ઇશાએ યેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. અને તેને સાઉથ એશિયન પર સ્ટડી કરી છે. જૂનમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ, સ્માર્ટફોન બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં માસ્ટર પણ કર્યું છે.

Image Source

ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે થયા છે. આનંદ પિરામલ અજય પિરામલના પુત્ર છે. જે પિરામલ એન્ટરપ્રાઇઝના પ્રમુખ છે. આનંદ અને ઈશા લાંબા સમય સુધી દોસ્ત રહ્યા હતા. અને મહાબળેશ્વરમાં આનંદે ઇશાને પ્રપોઝ કર્યું હતું. પછી સગાઈ અને લગ્ન કરવામાં આવ્યા હતા.

આનદ પિરામલ રિયલ્ટીના સ્થાપક છે. આ પહેલા તેમણે ગ્રામીણ સ્વાસ્થ્યને લઈને પિરામલ સ્વાસ્થ્યની સ્થાપના કરી હતી. તે પિરામલ સમૂહના કાર્યકારી નિર્દેશક પણ છે.

Image Source

મુકેશ અંબાણીનાં બાળકોની પોકેટમની હતી સાવ આવી મામુલી, જાણીને લાગશે ઝટકો

સ્કુલમાં મજાક ઉડાવતા હતા બીજા બાળકો.

મુકેશ અંબાણીનું નામ ભારતના એક સફળ ઉદ્યોગપતિમાં મોખરે છે. જો કે અંબાણી ગ્રુપની સફળતાની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીએ તેના માટે ખુબ જ તનતોડ મહેનત કરી છે. ત્યારે અંતે તેમને આ પદ પ્રાપ્ત થયું હતું. ત્યારે જ તો પૈસા હોય કે જાહોજલાલી દરેક બાબત અંબાણીના કદમ ચૂમે છે.

જો કે તેની અને તેના પરિવારજનોની લાઈફ સ્ટાઈલ જોવામાં આવે તો દરેકનાં મનમાં એક જ વિચાર આવે કે તે લોકોને તો કોઈ પણ પ્રકારની કમી થતી નહી હોય, આજે મુકેશ અંબાણી એટલા અમીર વ્યક્તિ છે. એવામાં તો તેમના બાળકોને પણ કોઈ પણ પ્રકારની અછત નહી હોય. અમે તમારા માટે ઘણી એવી જાણકારી લાવ્યા છીએ, તેને વાંચ્યા પછી તમારા ઘણા એવા સવાલોના જવાબ મળી જશે. તો કોની રાહ જુઓ છો, આવો તો જાણીએ અંબાણીના બાળકોની પોકેટમની વિશે.

Image Source

સફળ ઉદ્યોગપતિ અને સફળ પિતા

મુકેશ અંબાણી, અંબાણી ગ્રુપનાં સફળ બિઝનેસમેન તો છે જ પણ જો વાત તેમની જીવન શૈલીની આવે તો તે એક સારા એવા પતિ અને સાથે સાથે એક સારા અને શ્રેષ્ઠ પિતા પણ છે.

મુકેશ-નીતાનો ઉછેર

મુકેશ અને નીતા અંબાણી પોતાનાં ત્રણેય બાળકો અનંત, આકાશ અને ઇશાના ઉછેર અને સંસ્કારોમાં દરેક વાતનું ધ્યાન રાખે છે જે તેઓને એક સારા વ્યક્તિ બનવા માટે પ્રેરિત કરે છે.

નીતા અંબાણીનો મુખ્ય રોલ

જો કે નીતા દેશનાં બધાથી અમીર વ્યક્તિની પત્ની છે છતાં પણ તે આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખે છે કે તેમના બાળકો પર દોલત કે ધનનું અભિમાન ક્યારેય પણ ના આવે. નીતા પોતે એક સામાન્ય વર્ગના પરિવારમાં મોટા થયેલા છે. સ્કુલ કે કોલેજ જવા માટે તેઓ બસનો સહારો લેતા હતા.

Image Source

એક સામાન્ય વ્યક્તિનું જીવન

નીતા પોતાના બાળકો અનંત, આકાશ અને ઇશાને લક્ઝરી કારનાં બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સ્કુલ મોકલતી હતી. જેને લીધે તેઓ એક સામાન્ય વ્યક્તિનાં જીવનમાં આવતી પરેશાનીઓને સમજી શકે.
ખુબજ ઓછી પોકેટમની

2011માં થયેલા એક ઇન્ટરવ્યુમાં નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, ‘સ્કુલ જવાના સમયે તે પોતાના બાળકોને માત્ર 5-5 રૂપિયા જ પોકેટમની આપતા હતા, જેથી તેઓ પૈસાનું મહત્વ સમજી શકે અને લોકોનું સન્માન કરે’.

પણ પછી એક દિવસ…

Image Source

10 રૂપિયાની માંગ

એક દિવસ જ્યારે ત્રણે બાળકો સ્કુલ જવા માટે તૈયાર થયા ત્યારે મોટો દીકરો અનંત નીતા પાસે આવ્યો અને 10 રૂપિયાની માંગ કરી. નીતાએ જ્યારે પૂછ્યું કે કેમ વધારે પૈસાની માંગ કરે છે?
તો અનંતે કહ્યું કે..

મિત્રો મજાક ઉડાવે છે

10 રૂપિયાની માંગ પર અનંતે કહ્યું કે, ‘મારા મિત્રો પોકેટ ખર્ચ માટે હાથમાં માત્ર 5 રૂપિયા જોઈને મજાક ઉડાવે છે. જ્યારે હું 5 રૂપિયા લઈને કઈ પણ લેવા જાઉં છું તો બીજા કહે છે કે તું અંબાણી છે કે ભિખારી.’

Image Source

દીકરીમાં માના સંસ્કાર

પહેલા જ જણાવી દીધું છે કે નીતા એક સામાન્ય પરિવારમાંથી આવે છે, તેમનો પરિવાર ખુબ જ અનુશાષિત હતો. તેને બહાર જવાની પરવાનગી પણ ખુબ જ ઓછી મળતી હતી. તેવી જ રીતે તે પોતાના પરિવારમાં પણ આ અનુશાષન ટકાવી રાખવા માંગે છે.

ટીચર બનવાનું સપનું

લગ્ન પહેલા નીતા ટીચર બનવાના સપના જોઈ રહી હતી. પણ પછી તેના લગ્ન મુકેશ અંબાણી સાથે થઈ ગયા. તેના પર અંબાણી પરિવારની જવાબદારીઓ આવી ગઈ હતી.

Image Source

મેડમ નહી ભાભી

નીતા અંબાણી પણ જમીનથી જોડાયેલી વ્યક્તિ છે. તેનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે તેના ઘરમાં કામ કરવાવાળા સદસ્ય તેને મેડમ કે મીસીસ અંબાણી નહી પરંતુ ભાભી કહીને બોલાવે છે કેમ કે નીતા અંબાણીને ભાભી શબ્દ સાંભળવો ખુબ જ પસંદ હતો.

તો જોયું તમે, દેશના સૌથી ધનિક પરિવાર પોતાના સંસ્કારોને બનાવી રાખવા માટે કેવી રીતે એક સામાન્ય લોકોની જેમ જીવન જીવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.