પૌત્રી ઇશાનો ફોટો જોઈને દિવસની શરૂઆત કરતા હતા ધીરુભાઈ અંબાણી…! રસપ્રદ વાત જાણો

0

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પોતાના પિતા ધીરુભાઈ અંબાણીના ચીંધેલા રસ્તે ચાલે છે. એટલે જ તેઓ આટલી સફળતાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું સંચાલન કરી શકે છે. ત્યારે વાત કરીએ ધીરુભાઈ અંબાણી વિશે…

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એન્યુઅલ જનરલ મિટિંગ બીજી કંપનીઓ કરતાં થોડી અલગ હોય છે. આ મિટિંગમાં શેર ધારકો કંપની સાથે રૂબરૂ બેઠક યોજે છે. આ મિટિંગમાં ઘણા અઘરા સવાલો કરે છે તો ઘણા પોતાની જૂની યાદો તાજી કરે છે.

5 જુલાઇ 2018 ના રોજ યોજાયેલ આ મિનિટમાં એક ધારકે ધીરુભાઈ અંબાણીની જૂની વાત બધાની સાથે શેર કરી હતી. જાણો એ ધીરુભાઈની વાતને.

Image Source

આવી રીતે કરતાં હતા ધીરુભાઈ અંબાણી દિવસની શરૂઆત:

રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એન્યુઅલ જનરલ મિટિંગમાં એક શેર ધારકે જણાવ્યુ હતું કે, ધીરુભાઈ આંબાણી તેમના જીવનની શરૂઆત ઇશાનો ફોટો જોઈને કરતાં હતા.

ધીરુભાઈ સવારના ચા નાસ્તા પહેલા જ ઇશાનો ફોટો જોતાં હતા. વધૂમાં જણાવ્યુ કે ઇશાએ લાંબી સફર ખેડી છે અને પોતાના ભાઈઓ સાથે મળીને રીલાયન્સ જીઓને ઊભી કરી છે.

Image Source

ધીરુભાઈ અંબાનીનું નિધન 6 જૂલાઈ 2001માં થયું હતું, ત્યારે ઈશા માત્ર 6 વર્ષની હતી. ઇશાનો જન્મ વર્ષ 1991માં થયો છે.

ઈશા અંબાણી રીલાયન્સ જીઓ અને રીલાયન્સ રિટેલની સદસ્ય છે. અને તેને યુવા સંસ્કૃતિને જીવંત કરવાનો શ્રેય જાય છે.

ઇશાએ યેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. અને તેને સાઉથ એશિયન પર સ્ટડી કરી છે. જૂનમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ, સ્માર્ટફોન બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝમાં માસ્ટર પણ કર્યું છે.

Image Source

ઈશા અંબાણીના લગ્ન આનંદ પિરામલ સાથે થયા છે. આનંદ પિરામલ અજય પિરામલના પુત્ર છે. જે પિરામલ એન્ટરપ્રાઇઝના પ્રમુખ છે. આનંદ અને ઈશા લાંબા સમય સુધી દોસ્ત રહ્યા હતા. અને મહાબળેશ્વરમાં આનંદે ઇશાને પ્રપોઝ કર્યું હતું. પછી સગાઈ અને લગ્ન કરવામાં આવ્યા હતા.

આનદ પિરામલ રિયલ્ટીના સ્થાપક છે. આ પહેલા તેમણે ગ્રામીણ સ્વાસ્થ્યને લઈને પિરામલ સ્વાસ્થ્યની સ્થાપના કરી હતી. તે પિરામલ સમૂહના કાર્યકારી નિર્દશક પણ છે.

Image Source

મુકેશ અંબાણીનાં બાળકોની પોકેટમની હતી સાવ આવી મામુલી, જાણીને લાગશે ઝટકો

સ્કુલમાં મજાક ઉડાવતા હતા બીજા બાળકો.

મુકેશ અંબાણીનું નામ ભારતના એક સફળ ઉદ્યોગપતિમાં મોખરે છે. જો કે અંબાણી ગ્રુપની સફળતાની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીએ તેના માટે ખુબજ તનતોડ મહેનત કરી છે. ત્યારે અંતે તેમને આ પદ હાસિલ થયું હતું. ત્યારે જ તો પૈસા હોય કે જાહોજલાલી દરેક બાબત અંબાણીના કદમ ચૂમે છે.

જો કે તેની અને તેના પરિવારજનોની લાઈફ સ્ટાઈલ જોવામાં આવે તો દરેકનાં મનમાં એક જ ખયાલ આવે કે તે લોકોને તો કોઈ પણ પ્રકારની કમી થતી નહી હોય, આજે મુકેશ અંબાણી એટલા અમીર વ્યક્તિ છે. એવામાં તો તેમના બાળકોને પણ કોઈ પણ પ્રકારની અછત નહી હોય. અમે તમારા માટે ઘણી એવી જાણકારી લાવ્યા છીયે. તેને વાંચ્યા પછી તમારા ઘણા એવા સવાલોના જવાબ મળી જાશે. તો કોની વાટ જોવો છો, આવો તો જાણીયે અંબાણીના બાળકોની પોકેટમની વિશે.

Image Source

સફળ ઉદ્યોગપતિ અને સફળ પિતા

મુકેશ અંબાણી, અંબાણી ગ્રુપનાં સફળ બીઝનેસમેન તો છે જ પણ જો વાત તેમની જીવન શૈલીની આવે તો તે એક સારા એવા પતિ અને સાથે સાથે એક સારા અને શ્રેષ્ઠ પિતા પણ છે.

મુકેશ-નીતાની પરવરીશ

મુકેશ અને નીતા અંબાણી પોતાનાં ત્રણેય બાળકો અનંત, આકાશ અને ઇશાની પરવરીશ અને સંસ્કારોમાં દરેક વાતનું ધ્યાન રાખે છે જે તેઓને એક સારા વ્યક્તિ બનવા માટે પ્રેરિત કરે છે.

નીતા અંબાણીનો મુખ્ય રોલ

જો કે નીતા દેશનાં બધાથી અમીર વ્યક્તિની પત્ની છે છતાં પણ તે આ બાબતનું ચોક્કસ ધ્યાન રાખે છે કે તેમના બાળકો પર દોલત કે ધનનું અભિમાન ક્યારેય પણ ના આવે. નીતા પોતે અકે સામન્ય વર્ગની ફેમીલીમાં મોટી થયેલી છે. સ્કુલ કે કોલેજ જાવા માટે તે બસનો સહારો લેતી હતી.

Image Source

એક સામન્ય વ્યક્તિ ની ઝીંદગી

નીતા પોતાના બાળકો અનંત, આકાશ અને ઇશા ને લક્ઝરી કાર નાં બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ માં સ્કુલ મોકલતી હતી. જેને લીધે તેઓ એક સામન્ય વ્યક્તિ નાં જીવન માં આવતી પરેશાનીયો ને સમજી શકે.
ખુબજ ઓછી પોકેટમની

2011 માં થયેલા એક ઇન્ટરવ્યુ નિમિતે નીતા અંબાણી એ જણાવ્યું હતું કે, ‘ સ્કુલ જવાના સમયે તે  પોતાના બાળકો ને માત્ર 5-5 રૂપિયા જ પોકેટમની આપતી હતી, જેથી તેઓ પૈસા નું મહત્વ સમજી શકે અને લોકો નું સન્માન કરે’.
પણ પછી એક દિવસ..

Image Source

10 રૂપિયા ની માંગ

એક દિવસ જ્યારે ત્રણે બાળકો સ્કુલ જાવા માટે રેડી થયા ત્યારે મોટા દીકરા અનંત નીતા પાસે આવ્યો અને 10 રૂપિયા  ની માંગ કરી. નીતા એ જ્યારે પૂછ્યું કે કેમ વધારે પૈસા ની માંગ કરે છે?
તો અનંતે કહ્યું કે..

મિત્રો મજાક ઉડાવે છે

10 રૂપિયા ની માંગ પર અનંતે કહ્યું કે,’મારા મિત્રો પોકેટ ખર્ચ માટે હાથ માં માત્ર 5 રૂપિયા જોઈને મજાક ઉડાવે છે. જ્યારે હું 5 રૂપિયા લઈને કાઈ પણ લેવા જાવ છું તો બીજા કહે છે કે તું અંબાણી છે કે ભિખારી’.

Image Source

દીકરીમાં માના સંસ્કાર

અમે પહેલાજ બતાવી દીધું છે કે નીતા એક સામન્ય વર્ગ ની ફેમીલી ને તાલ્લુક રાખે છે. તેની ફેમીલી ખુબજ અનુંશાશીત હતી. તેને બહાર જવાની પરવાનગી પણ ખુબજ ઓછી મળતી હતી. તેવી જ રીતે તે તેની ફેમીલી માં પણ આ અનુશાશન રાખવા માંગે છે.

ટીચર બનવાનું સપનું

લગ્ન પહેલા નીતા ટીચર બનવાના સપના જોઈ રહી હતી. પણ પછી તેના લગ્ન મુકેશ અંબાણી સાથે થઈ ગયા. તેના પર અંબાણી પરિવાર ની જવાબદારીઓ આવી ગઈ હતી.

Image Source

મૈડમ નહી ભાભી

નીતા અંબાણી પણ જમીન થી જોડાયેલી વ્યક્તિ છે. તેનો અંદાજો આ વાત થી લગાવી શકાય છે કે તેના ઘર માં કામ કરવા વાળા સદસ્ય તેને મેડમ કે મીસીસ અંબાણી નહી પરંતુ ભાભી કહીને બોલાવે છે કેમ કે નીતા અંબાણીને ભાભી શબ્દ સાંભળવો ખુબ જ પસંદ હતો.

તો જોયું તમે, દેશ ના સૌથી ધનિક પરિવાર પોતાના સંસ્કારો ને બનાવી રાખવા માટે કેવી રીતે એક સામાન્ય લોકો ની જેમ જીવન જીવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here