ખબર

આ એક્ટરના પિતાની ભવિષ્યવાણી બાદ ધીરુભાઈ અંબાણી બન્યા હતા કરોડપતિ, આજે પણ ઘનિષ્ઠ સંબંધ

અંબાણી પરિવાર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છવાયેલો છે. અંબાણી પરિવારે તેમના દમ પર એક મહાન સામ્રાજ્ય ઉભું કર્યું છે. તેમની કંપની આખી દુનિયામાં જાણીતી છે. પરંતુ એક સમય હતો જયારે ધીરુભાઈ અસફળતા સામે ઝઝુમતા હતા. ત્યારે એક જ્યોતિષ પાસે જતા હતા. ત્યારે આ જ્યોતિષે કહ્યું હતું કે એક દિવસ સફળતા તેમના પગ ચૂમશે અને તે બહુ જ મોટા માણસ બનશે.

Image Source

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પાયો નાખવાવાળા ધીરુભાઈ અંબાણીની ઘણી વાતો દુનિયાને ખબર જ નથી. ધીરુભાઈની સફળતાની કહાની જ બધાને ખબર છે. પરંતુ તેમનો સંઘર્ષ કોઈ નથી જાણતું. ધીરુભાઈની પહેલી સેલેરી 300 રૂપિયા હતું. પરંતુ તેની મહેનત બાદ તેને કરોડોના સામ્રાજ્યના માલિક બન્યા છે. ધીરુભાઈનો જન્મ 28 ડિસેમ્બર 1933માં જૂનાગઢના ચોરવાડમાં થયો હતો. ધીરુભાઈનું આખું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી છે. ધીરુભાઈ 10 ધોરણ સુધી ભણ્યા હતા. ત્યારબાદ 17 વર્ષની ઉંમરે તેને કમાવવાનું ચાલુ કરી દીધું હતું. ધીરુભાઈના પિતા ટીચર હતા. તેના ઘરની આર્થિક પરિસ્થતિ સારી ન હતી. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેને ભણતર પર મૂકી દેવું પડ્યું હતું.

Image Source

1949માં ધીરુભાઈ તેના ભાઈ પાસે યમન ગયા હતા. ત્યાં તે પેટ્રોલપંપ પર 300 રૂપિયાના પગાર પર કામ કરતા હતા. આ તેમની પહેલી નોકરી હતી. ધીરુભાઈ જે પેટ્રોલપંપ પર કામ કરતા હતા તે પેટ્રોલપંપના મેનેજેર બની ગયા હતા. ત્યારબાદ 1954માં ધીરુભાઈ અંબાણી ભારત પાછા આવી ગયા હતા. ત્યારે તેને એક ધંધો શરૂ કરવાનું સપનું જોયું હતું. તેથી તે 500 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા. ધીરુભાઈ મુંબઈ પહોંચ્યા બાદ તેને બજારમાં ફરવાનુ શરૂ કરી દીધું હતું. લોકો સાથે વાત કરતા તેને એક આઈડિયા આવ્યો હતો. તેને ખબર પડી કે વિદેશોમાં ઇન્ડિયાના મસાલાની ઘણી ડિમાન્ડ છે. તો બીજી તરફ ભારતમાં પોલીસ્ટરની. આ જ બેઝ પર ધીરૂભાઇએ કંપની શરૂ કરી હતી. અને કંપનીનું નામ આપ્યું હતું રિલાયન્સ કોમર્સ કોર્પોરેશન.

Image Source

ધીરૂભાઇએ તેની પહેલી ઓફિસ એક નાના રૂમથી શરૂ કરી હતી. અહીં ફક્ત એક ટેબલ, ત્રણ ખુરશી, 2 સહયોગી અને એક ટેલિફોન હતો. ધીરુભાઈ ધનિક બન્યા બાદ પણ સીધી સાદી જિંદગી જીવતા હતા. તેને રિલાયન્સ જેવી મોટી કંપની બનાવ્યા બાદ પણ તે દરરોજના 10 કલાકથી વધુ કામ કરતા હતા.

ધીરુભાઈ અંબાણી એક મોટા બિઝનેસમેન બનશે તેની ભવિષ્યવાણી બહુ સમય પહેલા કરવામાં આવી હતી. જેકી શ્રોફે રાજ્યસભા ચેનેલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમના પિતાએ જણાવ્યું હતું કે, ધીરુભાઈ અંબાણી એક દિવસ મોટું નામ કમાશે. જેકી શ્રોફના પિતા જ્યોતિષ હતા. તેમનું નામ કાકુલાલ શ્રોફ હતું. જેકી શ્રોફે એમ પણ જણાવ્યું હતું કે તેના પિતા જ્યોતિષનું કામ કરીને જ ઘર ચલાવતા હતા.

Image Source

બીજી તરફ ધીરુભાઈ પણ એક કામથી બીજા કામમાં હાથ અજમાવતા હતા. ધીરુભાઈ તેમના પત્ની કોકિલાબેન સાથે કાકુલાલ પાસે આવતા રહેતા હતા. જયારે કાકુલાલ ધીરુભાઈને તેમના ભવિષ્ય વિષે જણાવ્યું હતું ત્યારે ધીરુભાઈ જોર-જોરથી હસવા લાગ્યા હતા. તેમને ખબર ન હતી કે આવું પણ થઇ શકે છે. જેકી શ્રોફે જણાવ્યું હતું કે, આજે પણ અંબાણી પરિવાર સાથે મારા ઘનિષ્ઠ સંબંધ છે. જયારે હું મુકેશ અને અનિલ અંબાણીને જોઉં છું. ત્યારે મને મારા પિતાની યાદ આવે છે.

Image Source

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આજની તારીખે દેશની સૌથી મોટી કંપની છે. આ કંપનીની માર્કેટ કેપ આજના સમયમાં 581,732.30 કરોડ રૂપિયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાઇડ્રોકાર્બન એન્ડ પ્રોડક્શન, પેટ્રોલિંગ રિફાઇનિંગ એન્ડ માર્કેટીંગ, પેટ્રોકેમિકલ્સ, રિટેઇલ અને હાઈ સ્પીડ ડિજિટલ સર્વિસ જાતના બિઝનેસ છે.

ધીરુભાઈ અંબાણીએ 6 જુલાઈ 2002ના રોક બ્રેઈન હેમરેજના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.