ખબર

એક સમયે વેંચતા હતા ભજીયા આજે કરે છે કરોડોની કમાણી

આજે દેશની સુધી મોટી કંપનીમાં જેની ગણના થાય છે તે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના ધીરુભાઈ અંબાણીએ કરી હતી. ધીરુભાઈ હાલ તો સ્વર્ગ સિધાવી ગયા છે. પરંતુ આ કંપની બનાવવા માટે ધીરુભાઈએ ઘણો સંઘર્ષ કર્યો છે. આવો જાણીએ ધીરુભાઈના સંઘર્ષ વિષેની થોડી વાતચીત.

Image Source

ધીરુભાઈ અંબાણીની સફળતાની કહાની કંઈક એવી છે કે તેને તે તેની કરિયરની શરૂઆત 300 રૂપિયાના પગારથી કરી હતી. પરંતુ તેની તનતોડ મહેનત બાદ તે કરોડોના માલિક બની ગયા હતા. બિઝનેસની દુનિયાના બેતાજ બાદશાહના પદ પર રહેનારા મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની ગણના આજે એક સફળ ઉધોગપતિમાં થાય છે.

Image Source

ધીરુભાઈનો જન્મ 28 ડિસેમ્બર 1933ના દિવસે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં થયો હતો. ધીરુભાઈ અંબાણીનું પૂરું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી હતું.બાળપણમાં આર્થિક તંગી જોનારા ધીરુભાઈ અંબાણીનું બાળપણ પણ ઘણું સંઘર્ષ ભર્યું હતું. ધીરુભાઈ પાસે ના તો બેન્ક બેલેન્સ હતું કે ના તો કોઈ સંપત્તિ. ધીરુભાઈના પિતા સ્કૂલમાં શિક્ષક હતા. ધીરુભાઈએ પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી સાંભળી હતી. ધીરુભાઈના ઘરની આર્થિક સ્થિત સારી ના હોય તેને હાઈસ્કૂલનું ભણતર પૂરું કર્યા બાદ નાના-મોટા કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ધીરુભાઈના આ નાના-મોટા કામથી તેના ઘરનું ગુજરાન ચાલતું ના હતું. સૂત્રો મુજબ, ધીરુભાઈ શનિવાર અને રવિવારે ગિરનાર પર્વત પાસે યાત્રાળુઓને ભજીયા વેંચતા હતા.

Image Source

ધીરુભાઈની ઉંમર 17 વર્ષની હતી ત્યારે તેને પૈસા કમાવવા માટે 1949માં તેના ભાઈ રમણીકલાલ પાસે યમન ચાલ્યા ગયા હતા. જ્યાં તેને પેટ્રોલ પંપ પર 300 રૂપિયા પ્રતિ મહિનાની સેલેરીથી નોકરી મળી ગઈ હતી. ધીરુભાઈ જે કંપનીમાં કામ કરતા હતા તેનું નામ એબીસી એન્ડ કંપની. કંપનીએ ધીરુભાઈનું કામ જોઈને જ પેટ્રોલ પંપના મેનેજર બનાવી દીધા હતા. થોડા વર્ષ સુધી અહીં નોકરી કર્યા બાદ ધીરુભાઈ 1954માં પરત ભારત ફરી આવ્યા હતા. યમનમાં રહીને ધીરૂભાઇએ મોટા બનવાનું સપનું જોયું હતું. તેથી ઘરે પરત ફર્યા બાદ 1958માં ભારત અને મસાલાનું નાનું મોટું કામ શરૂ કરી દીધું હતું. ધીરુભાઈના મગજમાં કંપની ખોલવાની વિચાર આવ્યો હતો. ધીરુભાઈએ રિલાયન્સ કોમર્સ કોર્પોરેશનની શરૂઆત કરી હતી. જેમાં ભારતના મસાલા વિદેશમાં અને વિદેશનું પોલિસ્ટર ભારતમાં વેચવાની શરૂઆત કરી હતી. ધીરુભાઈએ તેની ઓફિસ માટે 350 વર્ગ ફૂટનો એક રૂમ, એક ટેબલ, ત્રણ ખુરશી, 2 સહયોગીઓ અને એક ટેલિફોન સાથે કરી હતી. તે દુનિયાના સૌથી સફળ લોકો પૈકી એક ધીરુભાઈ અંબાણી કયારે પણ 10 કલાકથી વધુ કામ કરતા ના હતા.

Image Source

આ બાદ ધીરૂભાઇએ ગમે તે ધંધામાં સફળતા જ મળી છે. આ બાદ રિલાયન્સ દ્વારા દુરસંચાર, સંરચના અને ઉર્જાની શાખાઓની સ્થાપના કરી હતી. 2000 દરમિયાન અંબાણી દેશના સૌથી રઈશ વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, જયારે ધીરુભાઈ અંબાણીનું નિધન થયું ત્યારે રિલાયન્સ 62 હજાર કરોડની કંપની બની ચુકી હતી. ધીરુભાઈનું નિધન 6 જુલાઈ 2002ના દિવસે થયું હતું.

Image Source

રિલાયન્સ ભારતની પહેલી એવી કંપની છે જેને ફોબર્સને વિશ્વની સૌથી સફળ 500 કંપનીમાં શામેલ કરવામાં આવ્યા હતા. ધીરુભાઈએ કયારે પણ હાર ન માનવાના સ્વભાવને કારણે તેને ઘણા સન્માનીય પુરસ્કાર પ્રાપ્ત કર્યું હતું. જેમાં મેન ઓફ ધ મેચ, 20 સેન્ચ્યુરી, ડીન મેડલ અને કોર્પોરેટ એક્સિલન્સનો લાઈફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર શામેલ છે. ધીરુબાઈ અંબાણીને એશિયન બિઝનેસ લીડરશીપ ફોરમ દ્વારા એબીએલ એફ દ્વારા ગ્લોબલ એશિયન એવોર્ડની સન્માનીત કરવામાં આવ્યો હતો.

Image Source

 

કોઈએ સાચું જ કહ્યું છે કે, ઉડાન ભરવા માટે કમજોર પાંખ જ કાફી છે. તમે પણ આ સ્ટોરીમાંથી કંઈક શીખ લઈને આગળ વધી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.