રાજકોટ : બાગેશ્વર બાબાના બાઉન્સર અને સ્થાનિક બાઉન્સર વચ્ચે ઢીસુમ-ઢીસુમ, બાબાના બાઉન્સરે માર્યા મુક્કા

બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. ત્યારે સુરત બાદ હવે તેમનો રાજકોટમાં આજે અને આવતીકાલે 2 દિવસનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઇને રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવી પહોંચ્યા હતા અને આ દરમિયાન જ્યારે તેઓ પોતાના નિવાસ્થાને પહોંચ્યા ત્યારે ત્યાં મારામારીના દૃશ્યો સર્જાયા હતા.

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટના અમીન માર્ગ પર આવેલ કિંગ હાઈટ્સમાં રોકાયા છે.જ્યારે મંગળવારે તેઓ સાંજના સમયે પહોંચ્યા ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે રહેલા બાઉન્સર અને સ્થાનિક બાઉન્સર વચ્ચે મારામારી થઈ અને આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીની કારમાં રહેલા તેમના બોડીગાર્ડે સ્થાનિક બોડીગાર્ડને બે મુક્કા માર્યા.

આ ઉપરાંત કિંગ્સ હાઇટ્સ કોમ્પલેક્ષના દરવાજામાં પ્રવેશતી વખતે ધક્કામુક્કી પણ થઈ. જો કે, વાતાવરણ થોડીવાર માટે તંગ બનતા ત્યાં હાજર લોકોએ પરિસ્થિતિ સંભાળી હતી અને બાબા બાગેશ્વરની કારને પ્રવેશ કરાવ્યો હતો. બાબા બાગેશ્વરના રાજકોટમાં આગમન બાદ તેમને જોવા માટે સ્થાનિક લોકો એકઠાં થઇ ગયા હતા અને તેઓ રાજકોટના કિંગસાઈડમાં કિશોરભાઈ ખંભાયતાના ઘરે રોકાયા છે.

કિંગ્સ હાઈટ્સ કોમ્પ્લેક્સમાં તે નવમા ફ્લોર પર રોકાયા છે અને અહીં તેમના રહેવા-જમવા સહિતની સહિતની અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરાઇ છે. બાબાના આગમનને પગલે કિંગ્સ હાઇટ્સને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને પૂરતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

Shah Jina