આલિયાની પ્રેગ્નેંસી પર અટકી હતી બધાની નજર, આ અભિનેત્રીએ બતાવી દીધો મોટો બેબી બંપ, હવે કોઇ પણ સમયે આવી શકે છે બેબી

ફેમસ ટીવી શો ‘કુંડલી ભાગ્ય’થી ઘરે-ઘરે પોતાની ઓળખ બનાવનાર ધીરજ ધૂપર અને તેની પત્ની તેમજ અભિનેત્રી વિન્ની અરોરા બહુ જલ્દી જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. સ્ટાર કપલે સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા. વિન્ની અરોરાના બેબી બમ્પની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેત્રીએ તાજેતરમાં જ મિત્રો સાથે ઘરે પાર્ટી કરી હતી. અભિનેત્રી સનાયા ઈરાનીએ આ પાર્ટીની તસવીરો ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

વિન્ની અરોરા આ દિવસોમાં તેની પ્રેગ્નેંસીનો છેલ્લો ફેઝ એન્જોય કરી રહી છે. હવે તેની ડિલિવરી કોઈ પણ સમયે થઈ શકે છે. આવી સ્થિતિમાં તે મિત્રો અને પરિવારજનો સાથે મોજમસ્તીમાં વધુને વધુ સમય વિતાવી રહી છે. મિત્રો સાથે મસ્તી કરતા વિન્ની અને ધીરજની કેટલીક તસવીરો થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ હતી. આ સાથે જ તમામ ફેન્સની સાથે સેલેબ્સ પણ કપલને આ સારા સમાચાર માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

તેમની આ પોસ્ટને માત્ર મિનિટોમાં જ હજારો લાઈક્સ મળી હતી અને આ આંકડો ખૂબ જ ઝડપથી વધ્યો પણ હતો. વિન્ની અરોરા તેની બેબી શાવર પાર્ટીમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી પણ જોવા મળી હતી. તસવીરોમાં વિન્ની ખૂબ જ ક્યૂટ પણ લાગી રહી ગતી. ત્યાં ધીરજ ધૂપરે તેના મિત્રો સાથે પાર્ટીમાં ખૂબ હંગામો મચાવ્યો હતો. વિન્ની અરોરાનું આ પહેલા પણ એકવાર બેબી શાવર યોજાયુ હતુ. આ પાર્ટીમાં શ્રદ્ધા આર્યા પણ પહોંચી હતી.

વિન્ની અરોરાની બીજી બેબી શાવર પાર્ટીમાં મોહિત સેહગલ અને સનાયા ઈરાની સહિત રિદ્ધિ ડોગરા પણ પહોંચી હતી. તસવીરોમાં વિન્નીના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો જોવાલાયક છે. થોડા દિવસો પહેલા થયેલ વિન્ની અરોરાની બેબી શાવર સેરેમનીમાં તેણે સફેદ રંગનો શરારા પહેર્યો હતો. વિન્ની પ્રેગ્નેન્સી ગ્લો જોયા બાદ દરેક લોકો તેમના પહેલા બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વિની અને ધીરજ તેમના અદ્ભુત સંબંધો અને સિઝલિંગ કેમેસ્ટ્રી પર પ્રભુત્વ ધરાવે છે. વિન્નીના પતિ ધીરજ અને તેના સાસરિયાઓ તેની ગર્ભાવસ્થા દરમિયાન અભિનેત્રીનું ખાસ ધ્યાન રાખે છે. 12 જૂન, 2022ના રોજ, વિન્ની અરોરા ધૂપરે તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેની માતા, બહેનો અને તેના પ્રેમાળ બાળકો સાથેના તસવીરોની સીરીઝ શેર કરી હતી. એપ્રિલ 2022માં વિન્ની અને ધીરજે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમની પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા હતા.

તેમણે તેમના સોનોગ્રાફી રિપોર્ટ્સ દર્શાવતી બે મનોહર તસવીરો પોસ્ટ કરી હતી. આ સાથે દંપતીએ લખ્યું કે, તેઓ એક નાનકડા ચમત્કારની અપેક્ષા રાખી રહ્યા છે અને તેઓએ તેમની ડિલિવરીનો મહિનો પણ જાહેર કર્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું, “અમે આશા રાખીએ છીએ, એક નાનો ચમત્કાર. ઓગસ્ટ 2022.” આ કેપ્શન પરથી સ્પષ્ટ છે કે, ઓગસ્ટ 2022માં વિન્ની તેના બાળકને જન્મ આપી શકે છે.

Shah Jina