ગુજરાતીઓને હસાવી હસાવીને પેટ દુખાડી દેનારા આ પ્રખ્યાત યુટ્યુબરના ઘરે ખુશીઓના વધામણા, ક્યૂટ ક્યૂટ બેબીની તસ્વીર કરી શેર

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, તો આ સમયે ઘણા સેલેબ્સ અને સામાન્ય માણસો પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, તો ઘણા ખુશ ખબરી ભરેલા સમાચાર પણ સામે આવે છે, થોડા સમય પહેલા જ પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહે ખુશ ખબરી આપી હતી, તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો. ત્યારે હાલ ગુજરાતના એક પ્રખ્યાત કોમેડીયને પણ પોતાના ઘરમાં નવજાતના વધામણાં કર્યા છે.

ગુજરાતીઓને પેટ પકડીને હસવાનારા અને પોતાની કોમેડીથી લાખો લોકોનું દિલ જીતનારા ધવલ દોમડીયાના ઘરે એક બાળકનો જન્મ થયો છે, જેની તસવીર ધવલ દોમડીયાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે અને તેમના ચાહકો સાથે આ ખુશીને અભિવ્યક્ત પણ કરી છે.

ધવલે ઇન્સ્ટાગ્રામમાં તેના ક્યૂટ ક્યૂટ બેબીની એક તસવીર શેર કરી છે, આ તસ્વીરમાં ધવલ પોતાના બાળકના માથા ઉપર ચુંબન કરતો દેખાઈ રહ્યો છે, આ તસવીર તેના ચાહકોને ખુબ જ પસંદ આવી છે, સાથે જ તેના ચાહકો કોમેન્ટ કરીને ધવલને પિતા બનવા ઉપર શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

પ્રખ્યાત યુટ્યુબર અમદાવાદી મેન ચેનલ ચલાવતા ખુશાલ મિસ્ત્રીએ પણ ધવલને શુભકામનાઓ પાઠવી છે. ખુશાલે કોમેન્ટ કરીને લખ્યું છે “અભિનંદન…તમારા બાળકને સારા સ્વાસ્થ્ય, પ્રેમ અને હાસ્યમાં આશીર્વાદ. આ ઉપરાંત પણ ઘણા બધા લોકો શુભકામનાઓ આપતી કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dhaval Domadiya (@dhaval_domadiya)

ધવલ દોમડીયાની કોમેડી દર્શકોને ખુબ જ પસંદ આવે છે. ધવલની એક યુટ્યુબ ચેનલ છે જેના ઉપર 1.81 મિલિયન સબસ્ક્રાઈબર છે. આ ચેનલ ઉપર ધવલ દોમડીયાએ ઘણા બધા કોમેડી વીડિયો પોસ્ટ કર્યા છે અને આ વીડિયોને લાખો લોકોએ નિહાળ્યા પણ છે. તેના કોમેડી વીડિયો જોઈને દર્શકો પેટ પકડીને હસવા લાગે છે.

ધવલ દોમડીયા ખુબ જ મોટો ચાહક વર્ગ પણ ધરાવે છે, તેના ઇન્સ્ટગ્રામ ઉપર જ 302K ફોલોઅર્સ છે, અને ધવલ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ પણ રહે છે અને તેના ચાહકો સાથે તેની અપડેટ પણ શેર કરતા રહે છે. ત્યારે હાલ તો ધવલ પિતા બનવાની ખુશીની ઉજવણી કરી રહ્યા છે.

Niraj Patel