ખબર

13 બહેનપણીઓ ફરવા માટે મીની બસ કરીને જઈ રહી હતી ગોવા, રસ્તામાં જ કાળ તેમને ભરખી ગયો હતો…થોડા સમય પહેલાની ઘટના જુઓ PHOTOS

હે ભગવાન આ શું કર્યું? ભયંકર એક્સીડંટમાં 13-13 બહેનપણીઓના થયા હતા મૃત્યુ…તસવીરો જોઈને હૃદય કંપી જશે- જુઓ

પુણે-બેંગલુરુ નેશનલ હાઇવે ઉપર શુક્રવારની સવારે એક મોટી દુર્ઘટના ઘટી. ધારવાડ નેશનલ હાઇવે ઉપર એક મીની બસ અને ટ્રકનો ભયંકર અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે જ 13 લોકોના મૃત્યુ થઇ ગયા હતા. કેટલાક બીજા યાત્રીઓ ઘાયલ થયા હતા તેમને ધારવાડની એક સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મૃત્યુ પામનારી મોટાભાગની મહિલાઓ હતી.

Image Source

આ દુર્ઘટના ગત શુક્રવારના રોજ સવારે પુણે બેંગલુરુ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર બની. દાવણગિરીના કેટલાક પર્યટકો મીની બસ દ્વારા ગોવા જઈ રહ્યા હતા/ શુક્રવારે સવારે જ ધારવાડ રાજમાર્ગ ઉપર મિનિબસ અને ટ્રકની જબરદસ્ત ટક્કર થઇ ગઈ. આ દુર્ઘટના એટલી ભીષણ હતી કે મિનિબસના ફાડિયા નીકળી ગયા. જેમાં 13 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયા.

Image Source

મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાઓ દાવણગેરેમાં આવેલી સેન્ટ પોલ સ્કૂલમાં 1989ની વિધાર્થિનીઓ હતી. તે બધાએ જુના દિવસોને યાદ કરવા અને સાથે મજા માણવા માટે ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો.

Image Source

જેના બાદ તેઓ મીની બસ દ્વારા બહેન્પણીઓનું ગ્રુપ બનાવી અને ગોવા જઈ રહ્યા હતા. પરંતુ તેમને સપનામાં પણ ખબર નહોતી કે આ તેમના જીવનની છેલ્લી સફર બની જશે.

Image Source

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ અકસ્માત માટે દુઃખ વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ આપી હતી. તેમને કહ્યું હતું કે “કર્ણાટકના ધારવાડ જિલ્લામાં રોડ દુર્ઘટનાના કારણે લોકોના જીવ ચાલ્યા ગયા. આ દુઃખના સમયમાં મારી સાંત્વના શોક પરિવારની સાથે છે. હું ઘાયલોને તરત જ સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરું છું.”