ધાર્મિક-દુનિયા

ધરતી પરનું સ્વર્ગ છે આ સોનાનું મંદિર, 1500 કિલો સોનામાંથી બનાવવામાં આવેલું આ મંદિર અંદરથી દેખાય છે કઈક આવું!!

એક એવી જગ્યા જ્યાં સૂર્યોદય થતાં જ ચમકે છે આ મંદિર. આ મંદિર સોનાની ચિડિયા રૂપી ભારતના દર્શન કરાવે છે. અને ડૂબતાં સુરજે તે સિંદૂરી સાંજ આ મંદિરને રથ જેમ ચમકાવે છે. આ બંને નજારા તમને ધરતી ઉપરના સ્વર્ગની ઝાંખી કરાવશે. અને સુખ આપશે. દુનિયાની એક એવી જગ્યા જ્યા દરેક પળ માતા લક્ષ્મીની સેવા કરવામાં આવે છે. અને આ જગ્યાએ તમે ક્યારેય પણ દિવાળી મનાવી શકો છો, જો તમે એમ વિચારી રહ્યા છો કે આ ધાર્મિક મંદિર ક્યાં આવેલું છે તો આ મંદિર આવેલું છે તમિલનાડુના વેલ્લોર જીલ્લામાં આવેલું સુવર્ણ મંદિર શ્રીપુરમ છે. મહાલક્ષ્મી મંદિરને મલાઈકોડીના રૂપમાં પણ ઓળખાય છે. દક્ષિણ ભારતનું આ ખ્યાતનામ મંદિર છે.

Image Source

300 કરોડ રૂપિયાથી બનાવવામાં આવેલું છે:

આ મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ મંદિરને બનાવવામાં 15000 કિલોનું સોનું વપરાયું છે. જે બનાવવામાં સૌથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે ચાંદનીની રોશની આ મંદિર ઉપર પડે છે ત્યારે આ મંદિર સ્વર્ગ જેમ ચમકી ઊઠે છે. તેને જોતાંવેંત જ એવું લાગશે કે તમે ધરતી પરના સ્વર્ગમાં આવી ગયા છો. સંભવત આ દુનિયાનું એવું પહેલું મંદિર હતું જ્યાં રાષ્ટ્રપતિ ભવન, સાંસદ ભવન અને સરકારી ઓફિસોને બાદ કરતાં દેશનો પહેલો ત્રિરંગો લહેરાયો હતો.

Image Source

એવું કહેવાય છે કે આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યા આટલા સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં પણ માત્ર 750 કિલો સોનાનું છત્ર જ લાગ્યું છે. આ મહાલક્ષ્મી મંદિરમાં દરેક કલાકૃતિ હાથેથી બનાવવામાં આવી છે.

આ મંદિરને દક્ષિણ ભારતનું સુવર્ણ મંદિર કહેવામાં આવે છે. 100 એકરથી વધુ ક્ષત્રેમાં ફેલાયેલું આ મંદિર ચારે તરફથી લીલોતરીથી ઘેરાયેલું છે. આસપાસ હરિયાળી અને વચ્ચે 15 હજાર કિલો શુદ્ધ સોનાથી બનેલું આ મંદિર રાતના સમયે રોશનીમાં ખૂબ જ સુંદર દેખાય છે.

Image Source

શ્રી શક્તિ અમ્માના તપથી બન્યું છે આ મંદિર:

મંદિરના નિર્માણમાં સોનું જ સોનું છે. આ મંદિરમાં મહાલક્ષ્મી માતાની 70 કિલો સોનાની મુર્તિ આવેલી છે. સાક્ષાત દેવી શક્તિમાં માનનારા સતીષ કુમારની આધ્યાત્મિક તાકાતથી આ મંદિરની મૂર્તિ બનાવવામાં આવી છે, ગામના લોકો સતીષ કુમારને મૂળ નામથી જાણે છે. અન્યથા તે દેશ અને દુનિયાના લોકોમાં શક્તિ અમ્માના નામે ઓળખાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ક્રિકેટર રવિચંદ્રન અશ્વિન પણ ત્યાં દર્શન કરવા ગયા છે. શ્રી શક્તિ અમ્માનું જીવન પણ ભક્તિથી જ શરૂ થયું છે. તે પ્રાથમિક શિક્ષણ અને રમવાની જગ્યાએ શિવ આરાધનામાં લીન થઈ ગયા હતા. જ્યારે તે 14 વર્ષના હતા ત્યારે તેમને સ્કૂલના દરવાજા પાસે દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીના દર્શન થયા હતા.

Image Source

આકાશમાંથી રોશન થઈ રોશનીને પછી મષ્ટિક અને અને બને ભુજાઑ ઊભરી આવી છે. તમિલનાડુના નામી ગિરામી ડોકટરોએ પરીક્ષણ કર્યું હતું. ને ચમત્કારને માન્યો હતો. જો કે જ્યોતિષ આચાર્યોએ બાળક દેવીનું સ્વરૂપ બતાવ્યુ છે. સિંગાપુરના કારુખ ભાઈ માટે ટીપી દેવી અમ્મા સાક્ષાત ભગવાન છે. જ્યારે તેમના પત્નીને કેન્સર થયું હતું ત્યારે તેમના દ્વારા આપેલ લીંબુનો હવન કરીને તેની રાખનું માથા પર લગાવવાથી તેમના પત્ની ઠીક થઈ ગયા હતા. ક્રિકેટર રવીશચંદ્ર અશ્વિન પણ તેમના દર્શન કરી ગયા છે. શ્રી શક્તિ અમ્મા ગોલ્ડન ટેમ્પ્લમાં રોજ દિવસમાં ત્રણ વાર માતા લક્ષ્મીની સ્તુતી કરવામાં આવે છે. અને બરોબર આ મંદિરની સામે જ તેમના પૈતૃક ઘરમાં નાગ સમુદાયના બામબી સ્થળ ઉપટ તૂટેલ ફૂટેલ ઝૂંપડી છે. જ્યાં તે ધ્યાનમાં તલ્લીન રહે છેને લોકોનું દુખ દૂર કરે છે.

Image Source

પ્રેમ, વિશ્વાસ અને ભક્તિથી શક્તિ અમ્માના દર્શન કરવા માટે રોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિરની સૌથી નજીક કાટપાડી રેલવે સ્ટેશન છે, જેનાથી 7 કિલોમીટર જ દૂર આ મંદિર આવેલું છે. આ મંદિર સુધી પહોંચવા માટે તમિલનાડુમાં ઘણા રસ્તાઓ છે. અહીં રોડમાર્ગે કે ફલાઈટથી પણ પહોંચી શકાય છે.