પત્ની અને બે સંતાનો સાથે ટેસ્લા કારને ખાઈમાં નાખી દેનારા ડૉ.ધર્મેશ પટેલ આવશે જેલની બહાર ? પત્નીએ કહ્યું હતું, “જાણી જોઈને કાર ખાઈમાં નાખી…”
Dharmesh patel accused of kill wife and two children : ગુજરાત સમેત દેશભરમાં હત્યાના મામલાઓ સતત સામે આવે છે. આજથી 6 મહિના પહેલા જ અમેરિકામાંથી પણ હત્યાના પ્રયાસની એક એવી જ ઘટના સામે આવી હતી, જેમાં ગુજરાતી મૂળના એક ડોક્ટર ધર્મેશ પટેલ પર તેમની પત્ની અને બે બાળકોની હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો. આ ઘટના જાન્યુઆરી 2023માં બની હતી. જ્યારે ધર્મેશ પટેલ તેની પત્ની અને બે બાળકો સાથે કારમાં જઈ રહ્યા હતા.
250 ફૂટ ઊંડી ખીણમાં નાખી હતી કાર :
આ દરમિયાન કેલિફોર્નિયા,આ પહાડી રસ્તા પરથી ઉતરીને કાર સીધી જ 250 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પરંતુ સારી બાબત એ રહી કે આ અકસ્માતમાં કોઈ જાન હાનિ ના થઇ ધર્મેશ પટેલ, તેમની પત્ની નેહા અને બંને બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ મામલે ધર્મેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે તેની કારમાં એર પ્રેશર બરાબર ના કારણે તેને સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો.
પત્ની અને બાળકોની હત્યા કરવાના આરોપમાં જેલમાં છે ધર્મેશ પટેલ :
તો બીજી તરફ તેની પત્નીએ નિવેદન આપ્યું હતું કે ધર્મેશે આ જાણી જોઈને કર્યું હતું. ત્યારે આ મામલે પોલીસે ઘટનાને નજરે જોનારાની પણ પુછપરછ કરતા માલુમ પડ્યું કે અકસ્માત સમયે ધર્મેશે કારને કંટ્રોલ કરવાનો પણ કોઈ પ્રયાસ નહોતો કર્યો, જેના આધારે પોલીસે ડોક્ટર ધર્મેશ પટેલની ધરપકડ કરી હતી અને પછી તેને જેલ ભેગો કર્યો હતો. છેલ્લા 6 મહિનાથી તે જેલમાં બંધ છે.
માનસિક હાલત ખરાબ હોવાનો કર્યો દાવો :
ત્યારે હવે આ મામલામાં એક નવો વળાંક પણ આવી શકે છે.હાલમાં જ કોર્ટની અંદર ધર્મેશ પટેલે પોતાની માનસિક હાલત ખરાબ હોવાનો પણ દાવો કર્યો અને છે અને તેને તેને ટ્રીટમેન્ટની જરૂર છે. કોર્ટને આરોપીએ એવી પણ વિનંતી કરી છે કે તેને જેલમાં રાખવાને બદલે મુક્ત કરવામાં આવે. આ મામલે ધર્મેશ પટેલના વકીલે કોર્ટને જણાવ્યું કે તેના અસીલ ડિપ્રેશનથી પીડાઈ રહ્યા છે.
31 જુલાઈએ કોર્ટ આપશે નિર્ણય :
તમને જણાવી દઈએ કે કેલિફોર્નિયાના કાયદા અનુસાર, જો કોઈ આરોપી માનસિક રીતે બીમાર હોવાનું સાબિત થાય, અને તે ટ્રીટમેન્ટ બાદ સંપૂર્ણ સાજો થઈ જાય તો તેના પર લાગેલા તમામ આરોપ પાછા ખેંચી લેવામાં આવે છે. હાલ ધર્મેશ પર જે આરોપ લાગ્યા છે તેમાં તેને આજીવન કેદની સજા પણ થઇ શકે છે. આ મામલે કોર્ટ હવે 31 જુલાઈના રોજ નક્કી કરશે કે આરોપીને રિહેબિલિટેશનમાં મોકલવો કે નહિ.