ખબર

કિસાન આંદોલનને લઈને પોતાના ટ્વીટ ડીલીટને લઈને ધર્મેન્દ્ર બોલ્યા- લોકો ખોટો મતલબ કાઢે…

ધર્મેન્દ્ર સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. ધર્મેન્દ્ર બધા જ મુદ્દા પર તેની રાય રાખે છે. હાલમાં જ ધર્મેન્દ્રએ કિસાન આંદોલનને લઈને ટ્વીટ કર્યું હતું. બાદમાં આ ટ્વીટ ડીલીટ કરી દીધું હતું. હવે ધર્મેન્દ્રએ ટ્વીટ ડીલીટ કરવાનું કારણ જણાવ્યું છે. ધર્મેન્દ્રનું કહેવું છે કે, લોકો હવે તેની ભડાશ સોશિયલ મીડિયામાં કાઢે છે. પરેશાન થઈ ગયો છું તેથી જ હવે દૂર જવા માંગુ છું.

ધર્મેન્દ્રએ આ વિષે વાત કરતા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું હતું કે, હું ફક્ત એ કહેવા માંગુ છું કે, મહેરબાની કરીને ખેડૂતોની વાત સાંભળો. હું હંમેશા પોઝિટિવ વાત જ કરું છું. લોકો તેનો અલગ મતલબ કાઢે છે. ટ્વીટર પર ભડાશ કાઢે છે. હું હંમેશા દૂર જ રહીશ.
ધર્મેન્દ્રએ ટ્વીટમાં લખ્યું હતું કે, સરકારને પ્રાર્થના કરું છું કે ખેડૂત ભાઈઓની તકલીફનો સામનો જલદીથી જલ્દી કરો. કોરોનાના કેસ દિલ્લીમાં વધી રહ્યા છે જે બહુ જ દુઃખી વાત છે.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam)

જ્યારે ધર્મેન્દ્રએ આ ટ્વીટ ડિલીટ કર્યું ત્યારે એક યુઝરે તેના ટ્વિટનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું કે, ‘પંજાબી આઇકોન ધર્મેન્દ્ર પાજીએ 13 કલાક પહેલા ટ્વિટ કર્યું હતું, પરંતુ પછીથી તેને ડિલીટ કર્યું હતું. કંઈક મજબૂરીઓ આવી હશે…. આમ તો કોઈ બેવફા ના થાય.’

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam)

સોમવારે સન્ની દેઓલે નિવેદનમાં પંજાબમાં આંદોલન કરી રહેલા ખેડૂતો વિશે વાત કરી હતી. સનીએ કહ્યું કે કેટલાક લોકો એવા પણ છે જેઓ આ પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ મામલો સરકાર અને ખેડૂતોની વચ્ચે છે. સનીએ લખ્યું, ‘બંને એકબીજા સાથે વાત કરીને સમાધાન શોધી કાઢી લે. હું જાણું છું કે ઘણા લોકો આનો લાભ લેવા માંગે છે અને તેઓ અવરોધો ઉભા કરી રહ્યાં છે. તે જરા પણ ખેડુતો વિશે વિચારતો નથી.