ખબર મનોરંજન

દિલીપ કુમારના નિધન બાદ જમીન ઉપર સુવડાવેલા દિલીપને જોઈને સાયરા બાનોએ ધર્મેન્દ્રને કહ્યું, “સાહેબે પાંપણ પટપટાવી…”

બોલીવુડના એક દાયકાનો અંત ત્યારે આવી ગયો જયારે દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે આ  અલવિદા કહી દીધું. ગઈકાલે દિલીપ કુમારે તેમના જીવનના છેલ્લા શ્વાસ લીધા, જેના બાદ ચાહકો પણ આઘાતમાં સરી પડ્યા છે, દિલીપ કુમારના નિધનની સૌથી મોટી ખોટ તેમની પત્ની સાયરા બાનોને પડી છે.

સાયરા બાનો દિલીપ કુમારના નિધન બાદ ખુબ જ તૂટી ગયા છે, જિંદગીના 55 વર્ષ તેમને દિલીપ સાહેબ સાથે વિતાવ્યા, અને દિલીપ કુમાર 98 વર્ષની વયે આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા. તેમના નિધન બાદ તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે સાયરા બાનોને સાંત્વના આપવા માટે બોલીવુડના મોટા મોટા સેલેબ્સ આવ્યા હતા, જેમાં  બોલીવુડના દિગ્ગજ અભિએન્ટ ધર્મેન્દ્ર પણ સામેલ હતા.

ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી છે, સાથે એક કેપશન પણ આપ્યું છે જે ખુબ જ ભાવુક કરી દેનારું છે. તેમને ટ્વીટ કરતા લખ્યું છે કે, “મિત્રો, મને દેખાડો કરતા આવડતો નથી, પરંતુ હું મારી લાગણીઓ પર કાબુ પણ નથી રાખી શકતો. પોતાના સમજીને કહી દઉં છું.”

તો બીજી એક ટ્વીટમાં તેમને લખ્યું છે કે, “સાયરાએ જયારે કહ્યું- ‘ધરમ જુઓ સાહેબે પાંપણ પટપટાવી’ મિત્રો જીવ ચાલ્યો ગયો મારો, મલિક મારા પ્રેમાળ ભાઈને જન્નત નસીબ કરાવજે.” સોશિયલ મીડિયામાં હવે ધર્મેન્દ્રની આ ટ્વીટ અને તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે.