આજે બોલીવુડના ધરમપાજીને ઘણા લોકો હીમેન તરીકે ઓળખે છે. તો કોઈ ગરમ-ધરમ તરીકે ઓળખે છે. આજે આપને વાત કરીશું બોલીવુડના લેજેદ્રી સ્ટાર ધર્મેન્દ્રની. આજે પણ બૉલીવુડ ઇન્ડટ્રીઝમાં ધર્મેન્દ્રના ફેન્સ યથાવત છે. ધર્મેન્દ્ર જયારે પહેલી વાર પંજાબના નાના ગામથી મુંબઈ આવ્યા ત્યારે તેને વિચાર્યું પણ નહીં હોય કે, તે આટલા મોટા સ્ટાર બની જશે. ધર્મેન્દ્ર માટે આ સફર ઘણું સંઘર્ષ ભર્યું રહ્યું હતું.

લાખો-કરોડો લોકોની ધડકન બનનાર ધર્મપાજીએ અહીં પહોંચવા માટે તનતોડ મહેનત અને સંઘર્ષ કર્યો છે. ધર્મેન્દ્ર તેની જિંદગીથી જોડાયેલા ઘણા કિસ્સા શેર કરતો રહે છે. આવી જ એક સંઘર્ષ કથા અમે તમને જણાવીશું.

થોડા દિવસ પહેલા ધર્મેન્દ્ર રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ-11માં ગયો હતો. અહીં તેની ફિલ્મોના ગીત ગાઈને સ્પર્ધકોએ તેના સુર પાથર્યા હતા. આ દરમિયાન એક કલાકારને સાંભળીને ધર્મેન્દ્ર ભાવુકે થઇ ગયો હતો.

ધર્મેન્દ્રએ તેના સંઘર્ષના દિવસો યાદ કરીને કહ્યું હતું કે, જયારે હું મુંબઈ આવ્યો ત્યારે શરૂઆતના દિવસોમાં મારી પાસે ઘરના હોય તેથી હું એક ગેરેજમાં રહેતા હતા. હું મારો ખર્ચ કાઢવા માટે એક ડ્રિલિંગ ફાર્મમાં કામ કરતો હતો. અહીં મને 200 રૂપિયા પગાર મળતો હતો. એક્સ્ટ્રા પૈસા કમાવવા માટે મારો ઓવરટાઈમ પણ કરવો પડતો હતો.

આ બાદ ધર્મેદ્રએ એ પુલ વિષે પણ જણાવ્યું હતું કે, જાય તે એક્ટર બનવાના સપના જોતા હતા. ધર્મેન્દ્ર સ્કૂલથી ચછૂટીને આ પુલમાં આવતા હતા. પોતાના ગામનો આ પુલને યાદ કરીને ભાવુક થતા ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, હું અહીં આવીને જ સપના જોતો હતો. મુંબઈ આવ્યા બાદ હું જયારે પણ આ પુલ પાસે જાવ છું ત્યારે હું કહું છું કે, ધર્મેન્દ્ર તું તો એક્ટર બની ગયો યાર.

જણાવી દઈએ કે, 70અને 80ના દાયકામાં ધર્મેન્દ્રની ગણના ઇન્ડસ્ટ્રીઆ બેસ્ટ એક્ટરમાં થતી હતી. ધર્મેન્દ્રએ ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી ડેબ્યુ કર્યું હતું. આ બાદ ધર્મેન્દ્રએ શોલે, ચુપકે-ચુપકે, કાજલ, ફૂલ અને પથ્થર, મેરા ગાંવ મેરા દેશ, સીતા અને ગીતા, જુગનું, ચરસ, ધર્મવીર, ડ્રિમ ગર્લ, જીવન મૃત્યુ, બ્લેકમેલ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર એક એકત્ર હોવાની સાથે-સાથે એક સારા પ્રોડ્યુસર પણ છે. ધર્મેન્દ્રએ તેના વિજેતા પ્રોડક્શન હાઉસ હેઠળ તલે બેતાબ, ઘાયલ, બરસાત જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હિન્દી ફિલ્મોમાં અભૂતપૂર્વ યોગદાન માટે વર્ષ 1997માં ફિલ્મફેર દ્વારા તેને લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.