ગામમાં વચ્ચે ધર્મેન્દ્રએ બનાવ્યો કરોડોનો બંગલો, પહેલીવાર સામે આવી આલીશાન ઘરની 10 તસ્વીરો

80ના દાયકામાં એકથી એક હિટ ફિલ્મો આપનાર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે. આ દિવસોમાં તેઓ તેમના ફાર્મ હાઉસમાં ફિલ્મોથી દૂર સમય પસાર કરી રહયા છે. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે નિયમિત અંતરે તેમના ફાર્મ હાઉસના વીડિયો ચાહકો માટે પોસ્ટ કરતા રહે છે. તેમણે તાજેતરમાં ફરીથી તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિઓ પોસ્ટ કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Image Source

આ વખતે ધર્મેન્દ્રના બંગલાની એક ઝલક જોવા મળી હતી. વીડિયોમાં બંગલો બતાવ્યા પછી ધર્મેન્દ્ર પણ દેખાય અને તેઓ મેથીના પરાઠા અને ચાની મજા લેતા જોવા મળ્યા હતા. ધર્મેન્દ્રના બંગલાનો વીડિયો જોઈને તમે જાતે જ સમજી જશો કે આની કિંમત કરોડોમાં હશે.

Image Source

મોટી-મોટી મૂર્તિઓ સાથે ફુવારાનું દૃશ્ય ખૂબ જ શાનદાર લાગ્યું. લોકો ધર્મેન્દ્રના આ વીડિયો પર ઘણી કૉમેન્ટ્સ કરી રહ્યા છે અને તેમની લાઈફસ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. ધર્મેન્દ્રનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

વીડિયો શેર કરતા તેમણે લખ્યું, ‘આ બધું તેણે આપ્યું છે, જે ચુપચાપ એક દિવસ લઇ જશે. આ જીવન ખૂબ જ સુંદર છે, મિત્રો, પ્રેમથી જીવો. લવ યુ. ચીયર અપ.’

Image Source

તેમના વીડિયો પર, એક ચાહકે લખ્યું: ‘સુપ્રભાત પાજી. જીવન જીવવું તો પાજી અમે તમારાથી શીખ્યા છીએ. એક સારો વ્યક્તિ કેવી રીતે બનાય છે. લવ યુ ધરમ પાજી.’ ધર્મેન્દ્રનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 55 હજારથી વધુ વાર જોવાયો છે.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

જણાવી દઈએ કે ધર્મેન્દ્રનું સાચું નામ ધરમસિંહ દેઓલ છે. ધર્મેન્દ્રનું બાળપણ સહનેવાલમાં વીત્યું, તેમના પિતા સ્કૂલના હેડ માસ્ટર હતા. ધર્મેન્દ્રએ 1960માં અર્જુન હિંગોરાણીની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ધર્મેન્દ્રને 1970ના દાયકાના વચગાળામાં વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોમાં સ્થાન મળ્યું હતું.

Image Source

ધર્મેન્દ્રને વર્લ્ડ આયર્ન મેન એવોર્ડથી પણ નવાજવામાં આવી ચુક્યા છે. ધર્મેન્દ્રની લોકપ્રિય ફિલ્મોમાં ‘સત્યકામ’, ‘ખામોશી’, ‘શોલે’, ‘ક્રોધી’ અને ‘યાદોં કી બારાત’ જેવી ફિલ્મોના નામ આવે છે. તેમની છેલ્લી ફિલ્મ ‘યમલા-પાગલા-દીવાના ફિર સે’ હતી.

WordPress database error: [Can't create/write to file '/tmp/#sql_7eba_0.MAI' (Errcode: 30 "Read-only file system")]
SHOW FULL COLUMNS FROM `wp_postmeta`