ફિલ્મી દુનિયા

સુશાંતની આત્મહત્યા પર ધર્મેન્દ્રએ તોડ્યુ મૌન, ફિલ્મી દુનિયાનો કાંડ છતો કર્યો- જાણો

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી સામાન્ય નાગરિકથી લઈને બોલીવુડના સેલિબ્રિટીઓ શોકમાં છે. છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં ફક્ત ને ફક્ત સુશાંતસિંહની જ ચર્ચા કરવામાં આવે છે. કોઈ પણ લોકો વિશ્વાસ જ નથી કરી શકતા કે, સુશાંત સિંહ આત્મહત્યા કરી શકે છે. આ વચ્ચે બોલીવુડના દિગ્ગ્જ એક્ટર ધર્મેન્દ્રને પણ આ ઘટનાથી ઝટકો લાગ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયા દુઃખ વ્યક્ત કરીને સુશાંતને લઈને એક ભાવુક પોસ્ટ શેર કરી છે. ધર્મેન્દ્રએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, પ્યારે સુશાંત, મે તારી ફિલ્મોકયારે પણ જોઈ નથી કે ક્યારેય તને મળ્યો પણ નથી, પણ તારૂ આમ અચાનક ચાલ્યા જવાથી મને ખુબ જ દુઃખ છે. તારી જવાની આ ઉમર ન હતી. આ પ્યારી લાગતી ખુબસુરત ફિલ્મી દુનિયા ખુબજ ક્રૂર છે. હું તારૂ અસહ્ય દર્દ સારી રીતે સમજી શકુ છુ તારા પર શું વિત્યુ તે સારી રીતે સમજી શકુ છુ. તારા પરિવાર અને મિત્રોનું દુ:ખ સમજી શકુ છુ.

ધર્મેન્દ્ર પહેલા અમિતાભ બચ્ચને પોસ્ટ લખીને દુ: ખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે પોતાની પોસ્ટમાં સુશાંત સાથેની એક મુલાકાત યાદ કરી હતી. તેને લખ્યું હતું કે, શા માટે શા માટે શા માટે સુશાંત સિંહ રાજપૂત શા માટે? તે તારી જિંદગી કેમ પુરી કરી લીધી ? તારૂ કામ શાનદાર હતુ. દિમાગ તેનાથી પણ વધારે સારો હતો. તુ ખુબ પ્રતિભાશાળી હતો, કહી કહ્યા વગર કહી માગ્યા વગર આ રીતે હંમેશા માટે સુઈ જવાય?

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભેવધુમાં ભાવુક થઈને લખ્યું હતું કે, તારી વાત દાર્શનીક રીતે રજૂ કરી પણ કોઇ સમજવવા વાળુ ન હતુ. કેટલાક લોકો તેનું આટલુ દાર્શનીક જ્ઞાન જોઇને આશ્ચર્ય પમાડે તેવુ છે. કેટલાક લોકોએ સુશાંતની ગંભીર વાતોને હલ્કી ફુલ્કી રીતે લઈને જતી કરી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on

જણાવી દઈએ કે, સુશાંત ઇન્હેં રવિવારે તેના બાંદ્રા સ્થિત તેના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના નિધનની ખબર સાંભળીને બધા જ લોકો હેરાન થઇ ગયા હતા. તો સુશાંતના મોત મામલે અનેક સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.