મનોરંજન

84 વર્ષના અભિનેતા ધર્મેન્દ્ર હવે એવું કામ કરવા જઈ રહ્યા છે કે સૌ કોઈ હેરાન છે, ધર્મેન્દ્ર એજ કહી આ વાત

બોલીવુડના હી મેન ધર્મેન્દ્ર તેમના અભિનયના કારણે આજે કરોડો ભારતીયોના દિલમાં વસે છે, આજે તેમની ઉંમર 84 વર્ષની થઇ ગઈ છે છતાં પણ ધર્મેન્દ્ર હજુ કેટલીક બાબતોમાં ખરા અર્થમાં હી મેન છે.

Image Source

ધર્મેન્દ્ર આજકાલ ફિલ્મોમાં જોવા નથી માલ્ટા પરંતુ સોશિયલ મીડિયામાં તે પોતાના ચાહકો સાથે સતત જોડાયેલા રહે છે, આપણે બધા જ જાણીએ છીએ કે તેઓ હાલમાં પોતાની બીજી પત્ની હેમા માલિની સાથે એક ફાર્મ હાઉસ ઉપર રહે છે. અને ત્યાં જ આરામનું જીવન વિતાવે છે, પરંતુ આ આરામની સાથે સાથે અને વધતી ઉંમર હોવા છતાં પણ કેટલાક એવા કામો કરી રહ્યા છે જેનાથી ઘણાં લોકો આશ્ચર્યમાં પણ પડી જાય છે.

Image Source

થોડા સમય પહેલા જ ધર્મેન્દ્રએ એક ઢાબની શરૂઆત કરી હતી જેનું નામ હતું “ગરમ ધરમ ઢાબા” આ ઢાબા વિશે તે અવાર નવાર જાણકારી આપતા જ રહેતા હોય છે અને તેને ચાહકોનો પ્રેમ પણ મળી રહ્યો છે એ વાત પણ ધર્મેન્દ્ર જણાવે છે, પરંતુ આ ઢાબાની સફળતા બાદ ધર્મેન્દ્રએ એક નવી જાહેરાત કરી છે.

Image Source

ધર્મેન્દ્ર હવે એક નવું રેસ્ટોરન્ટ પણ આ ઉંમરે ખોલવા જઈ રહ્યા છે, તેનું નામ તેમને “હી મેન” રાખ્યું છે. જે કરનાલ હાઇવે પાર ખોલવામાં આવશે.

Image Source

ટ્વિટરના માધ્યમથી જ આ વાત ધર્મેન્દ્ર પોતે જ જણાવી હતી,  તેમને જણાવ્યું હતું કે “મારા રેસ્ટોરન્ટ “ગરમ ધરમ ઢાબા”ની સફળતા બાદ હું હવે જાહેર કરું છું કે ખેતરથી સીધું ખાવાના ટેબલ સુધી લઇ આવનાર રેસ્ટોરન્ટ “હી મેન”ની હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. હું તમારા પ્રેમ અને સન્માનનો આભારી છું.”

ધર્મન્દ્રએ આ રેસ્ટોરન્ટ ખુલવાની તારીખ પણ જાહેર કરી છે, આ રેસ્ટોરન્ટ 14 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. ત્યારે આ પ્રસંગે તેમના ઘણા ચાહકોએ શુભકામનાઓ પણ પાઠવી હતી.

Image Source

મુંબઈ પાસે લોનાવાલા સ્થિત ધ્રમેન્દ્રનું ફાર્મ હાઉસ આવેલું છે અને આ ફાર્મ હાઉસમાં તે ઓર્ગેનિક ખેતીને જ વધારે મહત્વ આપે છે, આ ફાર્મ હાઉસ ઉપર જ તેઓ ઘણી બધી ગાયો, ભેંસો અને વિવિધ પ્રાણીઓ પણ પાળતા હોય છે, તે પોતાનો મોટાભાગનો સમય આ ફાર્મ હાઉસ ઉપર જ વિતાવતા હોય છે.

Image Source

ધર્મન્દ્રનું આ ફાર્મ હાઉસ પર્વતો અને કુદરતી સૌન્દર્યો વચ્ચે ઘેરાયેલું છે, સાથે તેમની પાસે પોતાની 1000 ફૂટ ઊંડી ઝીલ પણ છે. પોતાના ચાહકોને ખુશ કરવા માટે ધર્મેન્દ્ર અવાર નવાર પોતાના ફાર્મ હાઉસના ફોટો પણ શેર કરે છે સાથે તેઓ પોતાની પત્ની હેમામાલિની સાથેના પણ ફોટો શેર કરતા હોય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.