મનોરંજન

વેલેન્ટાઇન્સ ડે પર ખોલી રહ્યા છે HE-MAN રેસ્ટોરેન્ટ, અભિનેતાએ જાતે જ આપી માહિતી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ફિલ્મોમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેમણે બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તો હવે ધરમજી તેઓ નવી નોકરી કરવા માટે પ્રખ્યાત થઈ રહ્યા છે. આ વેલેન્ટાઇન ડે પર ધર્મેન્દ્ર તેના ચાહકોને એક ગિફ્ટ આપી રહ્યાં છે. તેમણે જાતે જ આ માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

ધર્મેન્દ્રએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે તેઓ કરનાલ હાઇવે પર પોતાનો એક ઢાબા ખોલવા જઈ રહ્યા છે. ધર્મેન્દ્રએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ તેમના પ્રશંસકોએ તેમને અભિનંદન અને આભાર માનવાનું શરૂ કર્યું.

ધર્મેન્દ્રના જણાવ્યા અનુસાર, 14 ફેબ્રુઆરીએ તેઓ સવારે 10:30 વાગ્યે કરનાલ હાઇવે ખાતે પોતાના નવા ઢાબાનું ઉદઘાટન કરશે. ધર્મેન્દ્ર દ્વારા આ ઢાબાને HE-MAN નામ આપવામાં આવ્યું છે. ઉલ્લેખીનય છે કે, ધર્મેન્દ્ર
બોલિવુડમાં HE-MAN નામથી જ જાણીતા છે. જો કે આ ધર્મેન્દ્રના ઢાબાનાં મેનુ શું હશે? તે અંગેની માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી અને તેની આસપાસના લોકો માટે તે મુલાકાત માટે એક સારી જગ્યા બનશે.

ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રનો આ પહેલું ઢાબું નથી, આ પહેલા પણ તેમણે હરિયાણાના સોનીપત જિલ્લાના મુરથલ શહેરમાં વર્ષ 2018માં ‘ગરમ ધરમ’ નામનું પહેલુ ઢાબું ખોલ્યો છે. અને જાતે જ તેનું ઉદઘાટન કર્યું હતું.

આ ઢાબામાં ધર્મેન્દ્રની ફિલ્મ્સના પોસ્ટરો, તેની ફિલ્મોથી સંબંધિત વસ્તુઓ અને તેની સાથે જોડાયેલા ટ્રક, જીપ, ટ્રેક્ટર જોવા મળશે. એટલું જ નહીં, આ ઢાબાના પાર્કિંગ સંકુલમાં શોલે ફિલ્મની એક મોટી ટાંકી બનાવવામાં આવી છે. આ ઢાબાને બોલિવુડ લુક આપીને ડેકોરેટ કરવામાં આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.