મનોરંજન

મિઠાઈ લઈને બેબી મિરાયાને મળવા પહોંચ્યા નાના ધર્મેન્દ્ર અને નાની હેમા માલિની, જોવા મળ્યા ખૂબ જ ખુશ

બોલિવૂડમાં ડ્રિમ ગર્લ નામથી જાણીતી અભિનેત્રી હેમા માલિનીની દીકરી અને બોલિવૂડની અભિનેત્રી એશા દેઓલે 10 જૂનના રોજ દીકરીની જન્મ આપ્યો છે. જે વાતની જાણકારી તેને પોતે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. એશા દેઓલ અને તેમના પતિ ભરત તખ્તાનીએ દીકરીનું નામ મિરાયા રાખ્યું છે. ત્યારે દીકરીને ત્યાં દીકરી આવવાની ખુશીમાં બીજીવાર નાની બનેલા હેમા માલિની અને નાના ધર્મેન્દ્ર મુંબઈના હોસ્પિટલમાં પોતાની નાતિનને મળવા માટે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

#dharmendra with wife #hemamalini snapepd at #hindujahospital

A post shared by Viral Bhayani (@viralbhayani) on

હેમા માલિની અને ધર્મેન્દ્રની હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા, બંનેની આ સમયની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. દીકરીને મળવા માટે તેઓ થેલામાં મિઠાઈના ડબ્બાઓ લઈને પહોંચ્યા હતા. બંને સાથે જોવા મળતા આ વ્યક્તિના હાથમાં આ થેલો જોવા મળે છે. નાના-નાનીની આ સમયની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. એમ પણ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વિડીયો શેર કરીને ચર્ચાઓમાં જ રહે છે.

 

View this post on Instagram

 

#dharmendra & #hemamalini snapped at #hindujahospital to meet the newborn baby of #eshadeol #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

પરિવાર માટે આ ખૂબ જ ખુશીનો પ્રસંગ હતો. દીકરી એશાના ઘરે એક નાની પરી આવી છે, અને દેખીતું છે કે નાના-નાની માટે આનાથી વધુ ખુશીની વાત તો બીજી કોઈ હોઈ જ ન શકે. આ સમયે હેમા માલિની સફેદ સૂટમાં અને ધર્મેન્દ્ર પીચ રંગના શર્ટ અને ગ્રે પેન્ટમાં જોવા મળ્યા હતા. આ સમયે ધર્મેન્દ્ર ખૂબ જ નબળા લાગી રહયા હતા.

 

View this post on Instagram

 

Thank you very much for the love & blessings 🤗💕💕🙏🏼🧿♥️ @bharattakhtani3 #radhyatakhtani #mirayatakhtani

A post shared by Esha Deol (@imeshadeol) on

બોલિવૂડ અભિનેત્રી એશા દેઓલે વર્ષ 2012માં બિઝનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2017માં એશાએ દીકરી રાઘ્યાને જન્મ આપ્યો હતો. એશા દેઓલે 2002માં ફિલ્મ કોઈ મેરે દિલ સે પૂછેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો અને તેને ધૂમ, યુવા, નો એન્ટ્રી જેવી ફિલ્મોમાં કામ કર્યુ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks