મનોરંજન

દીકરાની ફિલ્મ જોવા 35 વર્ષમાં પ્રથમવાર આવી હતી સની દેઓલની પત્ની મીડિયા સામે – જુઓ તસ્વીરો

બૉલીવુડ એક્ટર ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના પુત્ર કરન દેઓલે બોલીવુડમાં ‘પલ પલ દિલ કે પાસ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઇ હતી. આ ફિલ્મને લઈને આખો પરિવાર બહુજ ઈમોશનલ થઇ ગયો હતો. આ ફિલ્મની રિલીઝ પહેલા ગુરુવારે ખાસ સ્ક્રીનિંગ શો  રાખવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

Rare pic. First time i clicked MRS. PRAKASH DHARMENDRA DEOL PIC. TODAY AT #moviepalpaldilkepassscreening #yogenshah

A post shared by yogen shah (@yogenshah_s) on

જેમાં ધર્મેન્દ્ર અને તેની પહેલી પત્ની પ્રકાશ કૌર નજરે આવી હતી. ત્યારબાદ બન્નેની હાજરી હાલ ચર્ચામાં છે. લોકોથી ઘણા સમય સુધી દૂર રહેનારી પ્રકાશ કૌરની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image Source

સ્ક્રીનિંગમાં પ્રકાશ કૌર તેના પૌત્રનો વિશ્વાસ વધારતી નજરે આવી હતી. તો ધર્મેન્દ્ર અને પ્રકાશ બન્ને અલગ-અલગ સ્પોટ થયા હતા. પરંતુ હેમા માલિની જોવા મળી ના હતી.આ દેઓલ ફેમિલીમાંથી ત્રીજી જનરેશને બોલીવુડમાં એન્ટ્રી કરી છે. આ ખાસ મૌકા પર સની દેઓલની પત્ની પૂજા દેઓલ પણ નજરે આવી હતી.

Image Source

પૂજા દેઓલ પણ ઘણા સમય બાદ મીડિયા સામે જોવા મળી હતી. પુરા પરિવાર માટે આ બહુજ ખાસ મૌકો હતો. આ રીતે આખો દેઓલ પરિવાર બહુજ ઓછો સાથે જોવા મળે છે.

જણાવી દઈએ કે, પ્રકાશ કૌર મીડિયા ઇવેન્ટ અને ફંક્શનથી દૂર જ રહે છે. પરંતુ વાત તેના પૌત્ર કરણની આવી તો તે ખુદને અહીં આવવા માટે રોકી ના શકી. આ દરમિયાન પ્રકાશ કૌર બહુજ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેને સલવાર શૂટ પહેર્યું હતું. જણાવી દઈએ કે, ધર્મેન્દ્ર અને પ્રકાશે 1954માં લગ્ન કર્યા હતા. બન્નેના ચાર બાળકો સની,બોબી, વિજેતા અને અજિતા છે.

ધર્મેન્દ્ર આ પહેલા પણ પૌત્ર કરણ સાથે ફિલ્મથી જોડાયેલા ઇન્ટરવ્યૂ અને પ્રમોસન ઇવેન્ટમાં નજરે આવ્યો હતો. તેઓએ હાલમાં જ ફિલ્મને લઈને એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં ફેન્સને આ ફિલ્મ જોવા માટે કહ્યું હતું. આ ફિલ્મ ધર્મેન્દ્રના પ્રોડક્શન હાઉસ ‘વિજેતા ફિલ્મ્સે’ બનાવી છે.

 

View this post on Instagram

 

#abhaydeol At #moviepalpaldilkepassscreening #Yogenshah

A post shared by yogen shah (@yogenshah_s) on

ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ ના ડાયરેક્ટર સની દેઓલ છે. તેને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેના પુત્રની પહેલી ફિલ્મમાં કોઈ પણ રીતે તેના પિતા ને શામેલ કરવા માંગે છે. તેથી તેને ‘પલ પલ દિલ કે પાસ’ ટાઈટલની પસંદગી કરી હતી. આ ફિલ્મનું ટાઇટલ ધર્મેન્દ્રની ફિલ્મ ‘બ્લેકમેલ’નું ગીત ‘પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો’થી લેવામાં આવ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.