મનોરંજન

2 પત્ની 6 બાળકો હોવા છતા ફાર્મમાં એકલા રહે છે ધર્મેન્દ્ર, કરોડો બેંકમાં છે છતાંય 85 વર્ષની ઉંમરે ગુજારે આવી જીંદગી….

હેમા માલિની ફરી એકવાર 73 વર્ષની ઉંમરમાં નાની બની ગઈ છે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની નાની દીકરી અહાના દેઓલ વોહરા માતા બની છે. અહાનાએ 26 નવેમ્બરના રોજ જુડવા બાળકીઓને જન્મ આપ્યો હતો. અહાના અને તેના પતિ વૈભવ વોહરાએ તેની દીકરીઓના નામ એસ્ટ્રા અને એડિયા વોહરા રાખ્યા છે.

હેમા માલિનીની પુત્રી અહાના દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખુશખબર શેર કરી છે. અહાના દેઓલે એક ફોટો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, ‘કેટલાક ચમત્કારો જોડીમાં આવે છે. અમને ખૂબ ખુશી છે કે અમારી જોડિયા દીકરીઓ એસ્ટ્રા અને એડિયાનો અમારા ઘરે જન્મ થયો છે. બંનેનો જન્મ 26 નવેમ્બર 2020ના રોજ થયો હતો.

માતા-પિતા અહાના અને વૈભવ વ્હોરા ગર્વ અનુભવે છે. ભાઈ ડેરિયન વ્હોરા ઉત્સાહિત છે, તેમ જ દાદા-દાદી પુષ્પા અને વિપિન વ્હોરા, નાના-નાની હેમા માલિની અને ધર્મેન્દ્ર દેઓલ ખૂબ ખુશ છે. ‘ ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર અને તેમના જીવન વિષે આપણે સૌ કોઈ પરિચિત છીએ, ધર્મેન્દ્ર હવે ફિલ્મોથી દૂર થઈને પોતાનો સમય પોતાના ફાર્મ હાઉસમાં વિતાવી રહ્યા છે, અને ફાર્મ હાઉસમાં રહીને પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે.

હાલમાં જ ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે જેને ધર્મેન્દ્રના ચાહકો ખુબ વખાણી રહ્યા છે. આ માટે ધર્મેન્દ્રને ચાહકો શુભકામનાઓ પણ આપી રહ્યા છે. કારણ કે ધર્મેન્દ્રના ફાર્મ હાઉસમાં આવ્યું છે નવું મહેમાન. આ વીડિયોમાં ધર્મેન્દ્ર તેમને ત્યાં આવેલા આ નવા મહેમાનને જ બતાવ્યું છે.

ધર્મેન્દ્રએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરતા પોતાના ઘરે આવેલા નવા મહેમાનની જાણકારી પણ આપી હતી, તેમને કહ્યું હતું કે: “અભિનંદન, કાલે રાત્રે મારી સાહીવાલ ગાયે એક પ્રેમાળ અને હૃષ્ટપુષ્ટ વાછરડાને જન્મ આપ્યો છે, મને પણ પાસે નથી આવવા દેતી, પરંતુ હું ખુબ જ ખુશ છું મારા સુંદર વ્યક્તિ સાથે. લવ યુ ઓલ તમારા બધાના પ્રેમાળ અભિપ્રાય માટે.”

80ના દાયકામાં એકથી એક હિટ ફિલ્મો આપનાર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે. આ દિવસોમાં તેઓ તેમના ફાર્મ હાઉસમાં ફિલ્મોથી દૂર સમય પસાર કરી રહયા છે. ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે નિયમિત અંતરે તેમના ફાર્મ હાઉસના વીડિયો ચાહકો માટે પોસ્ટ કરતા રહે છે. તેમણે તાજેતરમાં ફરીથી તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિઓ પોસ્ટ કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Image Source

આ વખતે ધર્મેન્દ્રના બંગલાની એક ઝલક જોવા મળી હતી. વીડિયોમાં બંગલો બતાવ્યા પછી ધર્મેન્દ્ર પણ દેખાય અને તેઓ મેથીના પરાઠા અને ચાની મજા લેતા જોવા મળ્યા હતા. ધર્મેન્દ્રના બંગલાનો વીડિયો જોઈને તમે જાતે જ સમજી જશો કે આની કિંમત કરોડોમાં હશે.

Image Source

મોટી-મોટી મૂર્તિઓ સાથે ફુવારાનું દૃશ્ય ખૂબ જ શાનદાર લાગ્યું. લોકો ધર્મેન્દ્રના આ વીડિયો પર ઘણી કૉમેન્ટ્સ કરી રહ્યા છે અને તેમની લાઈફસ્ટાઈલના વખાણ કરી રહ્યા છે. ધર્મેન્દ્રનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે ધર્મેન્દ્રનું સાચું નામ ધરમસિંહ દેઓલ છે. ધર્મેન્દ્રનું બાળપણ સહનેવાલમાં વીત્યું, તેમના પિતા સ્કૂલના હેડ માસ્ટર હતા. ધર્મેન્દ્રએ 1960માં અર્જુન હિંગોરાણીની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ધર્મેન્દ્રને 1970ના દાયકાના વચગાળામાં વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોમાં સ્થાન મળ્યું હતું.

ધર્મેન્દ્રને વર્લ્ડ આયર્ન મેન એવોર્ડથી પણ નવાજવામાં આવી ચુક્યા છે. ધર્મેન્દ્રની લોકપ્રિય ફિલ્મોમાં ‘સત્યકામ’, ‘ખામોશી’, ‘શોલે’, ‘ક્રોધી’ અને ‘યાદોં કી બારાત’ જેવી ફિલ્મોના નામ આવે છે. તેમની છેલ્લી ફિલ્મ ‘યમલા-પાગલા-દીવાના ફિર સે’ હતી.

ધર્મેન્દ્રના લગ્ન 19 વર્ષની ઉંમરમાં પ્રકાશ કૌર સાથે થયા હતા. આ બંનેના ચાર બાળકો સની,બોબી, અજિતા અને વિજેતા છે. ધર્મેન્દ્ર પહેલા જ પરણિત હોવાને કારણે હેમા માલિની તેની સાથે લગ્ન કરવા તૈયાર ના હતી. હિન્દૂ ધર્મ અનુસાર, એક પત્ની હોવા છતાં બીજા લગ્ન ના થઇ શકે. આ બાદ હેમા સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.

સિનેમા જગતમાં કરિયર બનાવવા માટે ધર્મેન્દ્રએ રેલવેમાં ક્લાર્કની નોકરી કરતા હતા. આ માટે તેને સવા સો રૂપિયા સેલેરી મળતી હતી. ધર્મેન્દ્રએ નવી પ્રતિભાની તલાસ માટે ફિલ્મફેર તરફથી આયોજિત કરવામાં આવેલા એક ટેલેન્ટ હંટ શો જીત્યો હતો. આ બાદ અર્જુન હિંગોરાનીએ   પ્રભાવિત થઇને ધર્મેન્દ્રને 51 રૂપિયા સાઈનિંગ અમાઉન્ટ આપીને ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરે માટે સાઈન કર્યા હતા. બહુ ઓછા લોકોને ખબર હશે કે, ધર્મેન્દ્રએ 40 દિવસ સુધી દરરોજ દિલ્લગી જોઈ હતી. આ ફિલ્મ જોવા માટે તે દરરોજ ઘણું ચાલતા હતા.

ફૂલ અને પથ્થર ફિલ્મ ધર્મેન્દ્રની પહેલી સુપરહિટ ફિલ્મ રહી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તે એક્ટ્રેસ મીનાકુમારી સાથે નજદીકીયાં ચર્ચાનો વિષય બની હતી. મીનાકુમારી સાથે રહેતા તેને શાયરીનો શોખ પણ લાગ્યો હતો. ધર્મેન્દ્ર અને મીના કુમારની નજદીકીયાંથી મીનાના પતિ કમાલ અમરોહી નારાજ થયા હતા. વર્ષો બાદ તેને ધર્મેન્દ્રને લઈને રજિયા સુલતાન બનાવી હતી. આ દ્રશ્યમાં તેને ધર્મેન્દ્રનું મોઢું કાળું કરાવ્યું હતું. કહેવામાં આવે છે કે, તેને આ સીન જાણીજોઈને જ રાખી ધર્મેન્દ્ર સાથે બદલો લીધો હતો.