રાજાઓ જેવું જીવન જીવે છે ધર્મેંદ્ર, જુઓ તેમના 100 એકડમાં ફેલાયેલ આલીશાન ફાર્મહાઉસની ઇનસાઇડ તસવીરો
બોલિવુડ અભિનેતા ધર્મેંદ્ર તેમના જમાનાના સુપરસ્ટાર છે. ભારતીય સિનેમામાં તેમને હી-મેન કહેવામાં આવે છે. વર્ષ 1997માં દુનિયાના 10 સૌથી હેન્ડસમ પુરુષોમાં તેમનુ નામ હતુ. આ વાતથી તેમનો અંદાજ લગાવી શકાય છે. તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે. તેઓ બાળપણથી જ હિરો બનવાનો શોખ હતો. ગ્લેમરસની ચકાચૌંધ દુનિયાએ તેમને આકર્ષિત કરી લીધા હતા.
ધર્મેંદ્ર 85 વર્ષની ઉંમરે પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે કંઇકને કંઇક પોસ્ટ શેર કરતી રહે છે. તે ઘણીવાર તેમના આલીશાન ફાર્મહાઉસની તસવીરો પણ શેર કરતા રહે છે. લગભગ 2 વર્ષથી તેઓ આ ફાર્મહાઉસ પર જ જીવન ગુજારી રહ્યા છે.
ધર્મેંદ્ર હાલમાં જ ટીવી રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12માં કંટેસ્ટેંટ્સનો જુસ્સો વધારવા પહોંચ્યા હતા. દરમિયાન તે બધા માટે તેમના ફાર્મહાઉસથી બટાટાના પરોઠા બનાવીને લાવ્યા હતા. આટલું જ નહિ શોમાં તેમણે એ પણ કહ્યુ કે, તે બધાાને તેમના લોનાવાલા વાળા ફાર્મહાઉસ પર ઇન્વાઇટ કરશે. આ વચ્ચે ધર્મેંદ્રના ફાર્મહાઉસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
ધર્મેંદ્ર તેમના ફાર્મહાઉસ સાથે જોડાયેલ પોસ્ટ શેર કરતા રહેતા હોય છે. તેમના વીડિયોમાં ઊંચાઇથી વહેતુ ઝરણુ અને ઝીલ પણ જોઇ શકાય છે. તેમનું આ ફાર્મહાઉસ મુંબઇ પાસે લોનાવાલામાં છે. ફાર્મહાઉસમાં ઘણી બધી ગાયો અને ભેંસો છે. તેઓ ત્યાં ઓર્ગેનિક ખેતી કરે છે. તેમના ફાર્મહાઉસની આસપાસ પહાડો અને ઝરણા છે. સાથે જ તેમની 1000 ફૂટ ઊંડી ઝીલ પણ છે.
ધર્મેંદ્રનું આ ફાર્મહાઉસ ઘણુ પોપ્યુલર છે. 100 એકડમાં ફેલાયેલ આ ફાર્મહાઉસની કિંમત કરોડોમાં છે. તેમના આ આલીશાન ફાર્મહાઉસમાં સ્વિમિંગ પુલ પણ છે. તેઓ પુલની અંદર વોટર એરોબિક્સ કરે છે. પ્રકૃતિના ખોળામાં ફેલાયેલ આ ફાર્મહાઉસ ખૂબ જ ખૂબસુરત લોકેશન પર છે.
ધર્મેંદ્રની બીજી પત્ની અને બોલિવુડની ડ્રીમ ગર્લ હેમામાલિની સાથે ઘણી વાર તેઓ અહીં સમય વીતાવે છે. ધર્મેંદ્ર જંગલમાં પણ જાય છે અને ત્યાંથી પણ વીડિયો શેર કરતા હોય છે. તેઓ તેમના ફાર્મહાઉસ પર શાનદાર જીવન જીવી રહ્યા છે. તેની ઝલક તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.
ધર્મેંદ્રનો જન્મ પંજાબના લુધિયાણા શહેરમાં એક નાના ગામ નસરાલીમાં થયો હતો. જાટ પરિવારમાં જન્મેલા ધર્મેંદ્રના લગ્ન 19 વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે થયા હતા. તેમણે બોલિવુડમાં પગ મૂક્યો એ પહેલા જ તેમના લગ્ન થઇ ગયા હતા. તે બાદ તેમને હેમામાલિની સાથે પ્રેમ થઇ ગયો અને તેમણે બીજા લગ્ન કરી લીધા.