ખબર

સમસ્ત રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરી બાપુ થયા બ્રહ્મલીન, અંતિમ દર્શન બાદ આજે આપવામાં આવશે સમાધિ

સમસ્ત રબારી સમાજમાં આજે શોકનો માહોલ છે. કારણ કે ગઈકાલે વિસનગરના તરભમાં સમસ્ત માલધારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડા ધામના મહંત શ્રી બળદેવગીરીજી મહારાજ બ્રહ્નાલીન થયા છે.બળદેવગીરી બાપુની તબિયત છેલ્લા કેટલાય દિવસથી ખરાબ હતી જેના કારણે તેમને અમદાવાદ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને તરબ ખાતે પરત લઈ આવવામાં આવ્યા હતા.

બળદેવગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ સમસ્ત રબારી સમાજના ભક્તો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા. આજે બાપુના અંતિમ દર્શન બાદ શોભાયાત્રા નીકળશે અને સાંજે બાપુને સમાધિ આપવામાં આવશે.બાપુના ધામ ગમન થયા બાદ પીએમ મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી રૂપાણી સહિતના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

મહંત બળદેવગીરી બાપુના નિધન બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, રબારી સમાજના ધર્મગુરૂ પૂજ્ય બળદેવગીરી બાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળી દુ:ખ અનુભવું છું. ઈશ્વર એમના આત્માને સદગતિ અર્પે તથા હજારો અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના…ઓમ શાંતિ….!!