ભારતમાં ઘણા ચમત્કારો વિશે તમે સાંભળ્યું હશે.જેમાં દુનિયાભરમાં અધ્યાત્મ અને આસ્થા માટે પ્રસિદ્ધ રાજ્ય ઉત્તરાખંડની પોતાની એક અલગ જ ઓળખ છે. અહીં ઘણા એવા ધાર્મિક સ્થળો છે જે પૌરાણિક કાળથી રહેલા છે.અહીં દરેક વર્ષે પર્યટકો શાંત વાતાવરણની શોધમાં આવે છે.જો કે ઉત્તરાખંડમાં અગણિત પ્રસિદ્ધ મંદિર રહેલા છે પણ આજે અમે તમને એક એવા મંદિર વિશે કહેવા જઈ રહ્યા છીએ જ્યાંની દેવી ઉત્તરાખંડની રક્ષક માનવામાં આવે છે.

ઉત્તરાખંડના ‘ધારી દેવી’ના મંદિરમાં અનેક ચમત્કાર જોવા મળે છે.આ મંદિરમાં દેવી માતા દિવસમાં ત્રણવાર પોતાનું સ્વરૂપ બદલાવે છે.પણ તેનો ગુસ્સો પણ કોઈથી છુપાયેલો નથી, કહેવાય છે કે ઉત્તરાખંડના કેદારનાથમાં આવેલો પ્રલય ધારી દેવીના ગુસ્સાનું જ પરિણામ હતું.

આ દેવી વર્ષોથી આ રાજ્યની રક્ષા કરી રહી છે. અહીંના લોકોનું માનવું છે કે ઉત્તરાખંડમાં જેટલા પણ ધાર્મિક સ્થળ છે તેની રક્ષા ધારી માતા કરે છે.માતાના પ્રકોપથી બચવા માટે મંદિરમાં પૂજાપાઠ પુરા વિધિ-વિધાનથી કરવામાં આવે છે.આ મંદિરમાં દેવી માં રોજના ત્રણ રૂપ બદલાવે છે.તે સવારે કન્યા, બપોરે યુવતી અને સાંજના સમયે વૃદ્ધનુ રૂપ ધારણ કરે છે.

પૌરાણિક કથાના અનુસાર એકવાર ભયંકર પૂરમાં કાળીમઠ મંદિર વહી ગયું હતું. પણ ધારી દેવીની પ્રતિમા એક ચટ્ટાન સાથે જોડાયેલી હોવાને લીધે તે ધારો ગામમાં વહીને આવી ગઈ હતી.

ગામના લોકોને ધારી દેવીનો ઈશ્વરીય અવાજ સંભળાયો હતો કે તે તેની પ્રતિમાને અહીં જ સ્થાપિત કરી દેવામાં આવે. જેના પછી ગામના લોકોએ માતાના મંદિરની સ્થાપના ત્યાંજ કરાવી નાખી. જણાવી દઈએ કે બદ્રીનાથ જાનારા શ્રદ્ધાળુઓ અહીં રોકાઈને માતાના દર્શન ચોક્કસ કરે છે.

પુજારીઓના અનુસાર મંદિરમાં માં કાળીની પ્રતિમા દ્વાપર યુગથી છે.કાલિસ્ય મઠોમાં માં કાળીની પ્રતિમા ક્રોધ મુદ્રામાં છે, પણ ધારી દેવી મંદિરમાં કાળીમાની પ્રતિમા શાંત મુદ્રામાં સ્થિત છે.

પણ શાંત મુદ્રામાં દેખાતી ધારી માતાના ગુસ્સાને દુનિયાએ તે સમયે જોયું, જ્યારે અચાનક દેવભૂમિ પાણીમાં સમાઈ ગઈ.ઉત્તરાખંડમાં હાઇટીલ-પાવર પ્રોજેક્ટના ચાલતા ધારી દેવીની પ્રતિમાને 16 જૂન 2013 ની સાંજે હટાવવામાં આવી હતી.પ્રતિમા જેવી જ હટાવવામાં આવી તેના અમુક જ કલાક પછી જ કેદારનાથમા તબાહી જોવા મળી હતી.

કહેવામાં આવે છે કે માં કાળીની કૃપાથી મહાકવિને જ્ઞાન મળ્યું હતું. શક્તિપીઠોમાં કાળીમઠનું વર્ણન પુરાણોમાં પણ મળે છે.

જણાવી દઈએ કે માતાનું સિદ્ધપીઠ ઉત્તરાખંડના શ્રીનગરથી લગભગ 15 કિલોમીટરના અંતરે સ્થિત છે. આ મંદિર કલીયાસૌડ વિસ્તારમાં અલકનંદા નદીના તટ પર સ્થિત છે. અહીંના જાણકારોના અનુસાર, આ મંદિરના સાક્ષ્ય વર્ષ 1807 માં મળી આવ્યા હતા. જ્યારે અહીંના મહંતનું કહેવું છે કે મંદિર 1807 થી પણ વધારે જૂનું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks