ખબર

ગુરુગામથી પોતાના પિતાને 1200 કિલોમીટર સાઇકલ ઉપર લઇ આવનાર જ્યોતિના સન્માનમાં જાહેર થશે પોસ્ટ ટિકિટ

લોકડાઉનના કારણે ઘણા લોકો ફસાઈ ગયા હતા, અને એમાં પણ પ્રવાસી મજૂરોની આપવીતી તો આપણા સૌની સામે જ છે, પરંતુ આ બધા વચ્ચે એક સમાચાર લોકોને ખુબ જ ગમ્યા હતા. 15 વર્ષની જ્યોતિ નામની દીકરી પોતાના બીમાર પિતાને ગુરુગામથી પાછા લાવવા માટે 500 રૂપિયાની સાયકલ ખરીદી અને 1200 કિલોમીટરની સફર કાપી તેના પિતાને લઈને પાછી આવી હતી.

Image Source

જ્યોતિના આ સાહસને ઘણા લોકોએ વખાણ્યો, ભારતમાં જ નહિ પરંતુ અમેરિકામાં પણ તેના સાહસની પ્રસંશા કરવામાં આવી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પ દ્વારા પણ જ્યોતિના સાહસને બિરદાવતી ટ્વીટ કરવામાં આવી હતી.

Image Source

જ્યોતિનું આ સાહસ જોઈને હવે ઘણા લોકો તેના સન્માન અને સહકાર માટે આગળ આવી રહ્યા છે. આજ કડીમાં હવે બિહારનું દરભંગા પણ ઉમેરાઈ ગયું છે. દરભંગ પોસ્ટ ઓફિસ દ્વારા જ્યોતિના સન્માનમાં હવે પોસ્ટલ ટિકિટ પણ બહાર પાડવામાં આવશે, એવી જાહેરાત કરવામાં આવી છે.

Image Source

જ્યોતિએ 7 દિવસ સતત સાયકલ ચલાવીને પોતાના પિતાને ગુરુગ્રામથી પોતાના વતન બિહાર દરભંગા 1200 કિલોમીટરનું અંતર કાપીને લઇ આવી હતી. જેના બાદ દરભંગા પોસ્ટલ વિભાગના અધિક્ષક ઉમેશચંદ્ર પ્રસાદ જાતે જ જ્યોતિના ગામ પહોંચીને તેને MY Stamp પોસ્ટ ટિકિટ આપીને સન્માન કર્યું હતું, સાથે જ 5100 રૂપિયાનો ચેક અને અંગવસ્ત્રો અર્પણ કર્યા હતા. ઉમેશચંદ્ર દ્વારા જણાવવામાં આવ્યું કે જ્યોતિનું પોસ્ટમાં ખાતું પણ ખોલવામાં આવ્યું છે. આ સમયે પોસ્ટના બીજા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.