વલસાડમાં સાતમાં મહિને જન્મેલી બાળકીના અંતિમ સંસ્કાર સમયે થયો એવો ચમત્કાર કે તમે પણ નહિ કરી શકો વિશ્વાસ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર ચમત્કારિક ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર એવા એવા ચમત્કાર સામે આવતા હોય છે કે સાંભળી આપણે પણ ચોકી જઇએ. હાલમાં ગુજરાતમાંથી એક ચમત્કારિક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતના ધરમપુર નજીક પાનવા ગામમાંથી આ કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાને સાતમા મહિને બાળકી જન્મી હતી અને તેનુ વજન ઓછુ હોવાના કારણે તેને પેટીમાં છ દિવસ સુધી રાખવામાં આવી હતી. જે બાદ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

બાળકીને મૃત જાહેર કરાયા બાદ પરિવારજનોએ સ્મશાનમાં ખાડો ખોદી અંતિમવિધિ શરૂ કરૂ હતી, પરંતુ આ દરમિયાન જ આ બાળકી હલચલન કરવા લાગી હતી અને બાદમાં તેણે આંખો પણ ખોલી હતી, જે બાદ પરિવારજનો આશ્ચર્યચકિત રહી ગયા હતા. બાળકી જીવિત થતા પરિવારમાં પણ શોકનો માહોલ હતો તે દૂર થઇ ગયો અને ખુશી છવાઇ ગઇ. ઘટનાની વિગત જોઇએ તો, વલસાડના ધરમપુરના પાનવા ગામમાં રહેતા જયમતીબહેને હોસ્પિટલમાં સાતમા મહિને એક બાળકીને જન્મ આપ્યો હતો.

બાળકીનું વજન ઓછુ હોવાને કારણે તેને કાચની પેટીમાં રાખવામાં આવી બતી અને 6 દિવસની સારવાર બાદ ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ બાળકી મૃત હોવાનું જણાવી બાળકીનો કબજો આપી દીધો હતો. આ ઘટનાને લઇને પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. બાળકીને મૃત જાહેર કરાયા બાદ સ્મશાનમાં લઇ જવામાં આવી અને જમીનમાં ખાડો ખોદી તેની અંતિમ વિધિ કરવાની તૈયારી ચાલતી હતી.

ત્યારે જ અચાનક પિતાના હાથમાં રહેલી બાળકીએ હલનચલન કરીને આંખ ખોલી, આ જોઇ ત્યાં હાજર લોકો ખુશ થઇ ગયા હતા અને તેઓ આશ્ચર્યચકિત પણ થયા હતા. ગામના સરપંચને અંદાજ આવી જતા તરત બાળકીને 108માં વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જ્યાં એક દિવસની સારવાર બાદ પરિવારે બાળકીને ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં રાખી છે. હાલ તો બાળકીની સ્થિતિ સુધારા પર છે.

Shah Jina