ચકચારી ધારા કડીવાર હત્યા કેસ ! બહેન ધારાને ચેતવતા ભાઇએ કહ્યુ હતુ- ‘સુરજ ભુવાથી દૂર રહેજે…પણ’

બહેન ધારાને ચેતવતા ભાઇએ કહ્યુ હતુ- ‘સુરજ ભુવાથી દૂર રહેજે…પણ’

Dhara Murder Case : હાલ તો રાજ્યમાં ધારા કડીવાર હત્યા કેસ ઘણો ચકચારી જગાવી રહ્યો છે, છેલ્લા એક વર્ષથી ગુમ થયેલ યુવતિ ધારા કડીવારની હત્યાનો ભેદ પોલિસે મહામહેનતે ઉકેલ્યો છે. ધારાના ભાઈએ અમદાવાદ પાલડી પોલીસ સ્ટેશનમાં બહેનની ગુમ થયાની ફરિયાદ જૂન 2022માં દાખલ કરાવી હતી અને તે બાદથી પોલિસ આ મામલે તપાસ કરી રહી હતી. જો કે, મહામહેનતે એક વર્ષ બાદ એક પછી એક કડીઓ જોડી અને પૂછપરછને આધારે પોલીસે ધારા કેસનો ભેદ ઉકેલ્યો.

પોલિસની તપાસમાં સામે આવ્યુ કે ધારાની સૂરજ ભુવા અને તેના સાથીઓ દ્વારા મળી હત્યા કરવામાં આવી છે. જે બાદ પોલીસે સુરજ ભુવા, યુવરાજ સોલંકી, મુકેશ સોલંકી, ગુંજન જોષી, સંજય સોહેલિયા, મિત શાહ, મોના શાહ, જુગલ શાહની ધરપકડ કરી અને તેમને જેલ હવાલે ધકેલ્યા. સુરજ ભુવાએ પ્રેમિકા ધારાથી પીછો છોડાવવા માટે તેની હત્યા કરી લાશને સળગાવી દીધી હતી અને તે બાદ એવો ખેલ રચ્યો કે પોલિસ પણ એક વર્ષ સુધી ગોથા ખાતી રહી.

ત્યારે ધારાના ભાઈએ ગુજરાત તક સાથે વાતચીતમાં ઘણી બાબતો પર પ્રકાશ પાડ્યો છે. તેણે કહ્યું કે- તેણે પહેલા તેની બહેનને સૂરજ ભુવાથી દૂર રહેવા ચેતવી હતી, પણ તે માની નહીં અને આખરે તેને પીડાદાયી મોત મળ્યું. ધારાના ભાઇએ કહ્યુ કે- ધારા તેની મિત્ર સાથે ભુવાને ત્યાં જોવડાવા ગઇ હતી, ત્યારથી ધારા સુરજ ભુવાના સંપર્કમાં આવી હતી. ભુવો મંગળવાર ને એવી રીતે દર્શન કરવા બોલાવતો.

ધારાના ભાઇનું કહેવુ છે કે સુરજ ભુવાએ એવું કર્યુ હતુ તેના પર કે તે ત્યાં રોજ જતી, તેના મઢે.ધારા સાથે તેના ભાઇની છેલ્લે 18 જૂને વાત થઇ હતી અને તે પછી તેની ચારેક દિવસ સુધી કંઇ ખબર નહોતી. પછી એક માણસે તેને આવીને કહ્યુ કે ધારા સુરજ સાથે છેલ્લે અમદાવાદમાં જોવા મળી હતી, તે બાદ ધારાના ભાઇએ સુરજને ફોન કર્યો કે ધારા ક્યાં છે, તો તેણે કહ્યુ- ખબર નથી. સવારે ક્યાંક જતી રહી છે અને ક્યાં ગઇ છે તે ખબર નથી.

ધારાના ભાઇએ જણાવ્યુ કે, પોલિસનો સપોર્ટ તો મળ્યો ધારાને શોધવામાં પણ જોઇએ એવો અમદાવાદ પોલિસનો સપોર્ટ નથી મળ્યો. પછી અરજી દાખલ કર્યા બાદ સારો એવો સપોર્ટ મળ્યો. જણાવી દઇએ કે, સુરજ સોલંકી પોતાને માતાજીનો ભુવો કહે છે અને માતાજીના નામના આડે તે કૂકર્મો કરતો. જો કે તેને પૂજતા અને સોશિયલ મીડિયાના તેના ફોલોઅર્સ તો આંખે પાટા બાંધી તેના ચરણોમાં પડી રહ્યા છે.

પણ હવે આ ભુવાનો પર્દાફાશ થઇ ગયો છે. ધારાના ગુમ થયાની ફરિયાદ પછી પોલીસ તપાસ કરી રહી હતી અને આ દરમિયાન પોલિસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી છેલ્લા 15 દિવસથી રીતસર ઝુંબેશ હાથ ધરાઇ હતી અને ત્યારે જ તપાસમાં આખરે ધારાની હત્યાનો ભેદ ઉકલી ગયો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ધારા અને સૂરજ વચ્ચે પ્રેમ સંબંધ હતો અને સૂરજ પરણિત હતો. એટસે તેણે તેના મિત્રો સાથે મળી ધારાનો કાંટો કાઢી નાખવાનું કાવતરું ઘડ્યુ.

Shah Jina