સૂરજ ભુવાજીની કથિત પ્રેમિકા ધારાનું એક વર્ષ પહેલા જ થયું હતું મર્ડર, હત્યાના મામલાને છુપાવવા પોલીસને પણ એવી ગોળ ફેરવી કે જાણીને માથું ચકરાવે ચઢી જશે

Suraj bhuvaji killed dhara : એક વર્ષ પહેલા ખ્યાતનામ અને ઇન્સ્ટાગ્રામ પણ જેના 3 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે એવા સૂરજ ભુવાજી પર જૂનાગઢની એક ધારા કડીવાર નામની યુવતીએ 10 મહિના સુધી સંબંધો બાંધવાના અને તેને ગર્ભવતી કરી છોડી દેવાના ગંભીર આરોપો લગાવ્યા હતા અને સુસાઇડ નોટ લખીને ઝેરી દવા ગટગટાવી પોલીસ સ્ટેશન પહોંચી હતી. જો કે ત્યારે યુવતી બચી પણ ગઈ હતી અને ત્યારે આ મામલો ખુબ જ ચર્ચમાં આવ્યો હતો.

તે સમયે સૂરજ ભુવાજીએ આ યુવતી પૈસા માટે તેને બદનામ કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ આ મામલો શાંત થઇ ગયો હતો. પરંતુ હવે છેક એક વર્ષ બાદ આ મામલામાં મોટો ઘટસ્ફોટ થયો છે અને પોલીસને પણ મોટી સફળતા હાથ લાગી છે. ભુવાજીની પ્રેમિકાના ભાઈએ ધારાના ગુમ થવાના એક મહિના બાદ ફરિયાદ નોધાવી હતી કે 19 જૂનના સૂરજ ભુવાજી સાથે કારમાં ધારા અમદાવાદ જવા માટે નીકળી હતી. ત્યારે મિત શાહ નામનો ભુવાજીનો મિત્ર પણ સાથે હતો.

સૂરજ ભુવાજી અને તેનો મિત્ર મિત શાહ અગાઉ કરેલા પ્લાનિંગ મુજબ ચોટીલા જમીને ત્યાંથી ધારાને ચોટીલા પાસે આવેલા વાટાવછ લઇ ગયા હતા. જ્યાં અગાઉથી જ સૂરજ ભુવાજીના અન્ય મિત્રો પણ હાજર હતા. ગાડીમાં બેસીને ધારાએ સૂરજ ભુવાજી વિરુદ્ધ કરેલા કેસ પરત લેવાની વાત કરી.

આ દરમિયાન મિત શાહે કારમાં જ પાછળથી ધારાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ધારાની હત્યા કર્યા બાદ અગાઉ કરેલા પ્લાન પ્રમાણે તુરંત જ ધારાના કપડાં અને મોબાઇલ લઈ અગાઉથી જ પુરાવાનો નાશ કરવા ધારાના મૃતદેહને આરોપી યુવરાજ સોલંકીની વાડીમાં જ સળગાવી દીધી.

ધારાના મૃતદેહનો નિકાલ કરવા લાકડા, પેટ્રોલ અને ઘાસચારો પણ અગાઉથી પ્લાનિંગ મુજબ મંગાવી રાખેલો હતો. પછી આ હત્યાને છુપાવવા માટે પછી ફિલ્મી ઢબે પ્લાન ગઢવામાં આવ્યો. પોલીસને ગુમરાહ કરવા માટે હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ મીટ શાહ અને સૂરજ ભુવાજી અમદાવાદ આવ્યા. આ ઘટનાના એક મહિના બાદ ધારાના ભાઈએ પોલીસમાં જાણવા જોગ કરેલી ફરિયાદમાં ધારા ભુવાજી સાથે ગઈ હોવાનું જણાવ્યું હતું.

ત્યારે પોલીસે આ મામલે તપાસ કરતા ભુવાજીએ ધારા મીતના ઘરે આવ્યા બાદ અચાનક કોઈને કહ્યા વગર નીકળી ગઈ હોવાની અરજી પાલડી પોલીસમાં આપી હતી. સુરજે પોલીસને જણાવ્યું કે, યુવતી પોતાનો સામાન લઈને ઘરેથી જતી રહી છે અને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું છે કે, મને શોધવાનો પ્રયાસ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાઉં છું, પોલીસના લફડામાં પડતા નહીં.

ત્યારે પોલીસને ગુમરાહ કરવા માટે આરોપી મીતે તેની માતા મોના શાહને ધારાના કપડાં પહેરાવીને પાલડી અને  સનાથલ વિસ્તારમાં ફેરવી હતી, જેના કારણે પોલીસ પણ ગુમરાહ થાય. જેના બાદ અન્ય ભુવાજીના અન્ય બે સાથી યુવરાજ અને ગુંજન આરોપી ધારાનો મોબાઈલ લઈને છેક મુંબઈ પણ પહોંચ્યો હતો.

જ્યાંથી સંજય સોહેલિયાના મોબાઈલ પર ધારાના ફોન પરથી મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે પણ દોરવામાં આવી. જેમાં લખવામાં આવ્યું હતું કે, હું મારી ઇચ્છાથી જ સૂરજને છોડીને દૂર જઈ રહી છું તો પોલીસની માથાકૂટમાં પડતા નહિ.” ત્યારે પોલીસ પણ ધીમે ધીમે એક પછી એક કડીઓ જોડતા જોડતા આ કેસના ઊંડાણ સુધી પહોંચી અને આ આખું ષડયંત્ર સૂરજ ભુવાજી દ્વારા ઘડ્યું હોવાનું સામે આવ્યું.

જેના બાદ ધારાની હત્યા કેસમાં સૂરજ ભુવાજી ઉપરાંત તેનો ભાઈ યુવરાજ સોલંકી, મુકેશ સોલંકી, ગુંજન જોશી, સંજય સોહલિયા, જુગલ શાહ, મીત શાહ અને મોના શાહ સુધી પહોંચી હતી. ત્યારે આ મામલે પોલીસે 8 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel