શું તમારા ઘરમાં પણ પૈસા નથી ટકતા? તો કરો આ 5 કામ ઘરમાં થશે ધન વર્ષા

આમ તો દરેક વ્યક્તિ અમીર બનવા માગે છે. જો કે અમીર બનવું બધા માટે સરળ નથી. કેટલીકવાર ખુબ મહેનત કરવા છતા ઘરમાં પૈસા ટકતા નથી. એવામાં વાસ્તુશાસ્ત્રમાં પૈસાની તંગી દૂર કરવા માટે કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી ઘરમાં પૈસાની તંગી દૂર થાય છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને આર્થિક નુકશાન પણ નથી થતું અને વધારાના ખર્ચમાંથી પણ મુક્તિ મળે છે. કારણ કે ઘણા લોકો એવી ફરિયાદો કરે છે કે, ખુબ પૈસા કમાવા છતા મહિનાના અંતે હાથમાં કંઈ વધતું નથી. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલા નિયમો તમારી મદદ કરશે.

વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં બતાવવામાં આવેલા આ ઉપાયો એવા છે જે થોડા દિવસોમાં જ ધનહાની, વધારાના ખર્ચા રોકે છે અને ઘર-વેપારમાં બરકત લાવે છે. આ ઉપાયો કરવાથી ટૂંક સમયમાં જ આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગશે.

1.તુલસીનો છોડ: પોતાના ઘરમાં તુલસીનો છોડ જરૂરથી લગાવો. રવિવાર અને એકાદશીનો દિવસ છોડીને રોજ સવારે સ્નાન કરીને તુલસીને જળ અર્પણ કરો. સાથે સાંજે દીવો પ્રગટાવો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ખુબ આશિર્વાદ આપે છે.

2.ગાયને રોટલી અને પક્ષીઓને દાણા: રોજ પહેલી રોટલી ગાયને ખવડાવો અને પક્ષીઓને દાણા ખવડાવો. આવું કરવાથી ઘણા પાપોનો નાશ થાય છે, જીવનની દરેક સમસ્યાઓનો હલ આવે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

3.ગુરુવારનું વ્રત: ગુરુવારનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે વ્રત રાખો અને પૂરા ભક્તિ-ભાવથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. સાથે લક્ષ્મીનારાયણનો પાઠ કરવો. થોડા દિવસોમાં જ સકારાત્મક અસર સ્પષ્ટ જોવા મળશે.

4.મંદિરમાં દીવો પ્રગટાવો: દીવો અંધારાને દૂર કરી જીવનમાં રોશની લાવવાનું પ્રતિક છે. રોજ કોઈ મંદિરમાં દીવો પ્રગટાવો. સાચા ભક્તિભાવથી પૂજા કરો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

5.શિવલિંગ પર જળાભિષેક: ભગવાન શંકર દરેક દુ:ખને દૂર કરનાર છે. સાથે સાથે બધી મનોકામના પણ પૂર્ણ કરે છે. તેથી રોજ શિવલિંગનો જળાભિષેક કરો. સાથે બિલ્વપત્ર,અક્ષત અને દૂધ પણ ચઢાવો.

6.ચંદ્ર પૂજા: ચંદ્રમાં ન માત્ર મનનો પરંતુ ધનનો પણ પ્રતિક છે. જેની કુંડળીમાં ચંદ્રમાં શુભ હોય છે તેઓ વૈભવ સંપન્ન જીવન જીવે છે. દર પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજા કરો, તેનાથી આર્થિક સંકટ દૂર થશે અને ઘરમાં ધનવર્ષા થશે.

YC