સાઉથ સુપરસ્ટાર ધનુષે પેરેન્ટ્સને ગિફ્ટ કર્યુ સ્વર્ગ જેવું ઘર, કિંમત જાણી કાન ફફડવા લાગશે

સાઉથના હીરો ધનુષે માં-બાપને ગિફ્ટ કર્યો અધધધ કરોડનો બંગલો : મહાશિવરાત્રિ પર કર્યો ગૃહ પ્રવેશ, જુઓ ફોટા

સાઉથ સુપરસ્ટાર ધનુષ આ દિવસોમાં તેની હાલમાં રીલિઝ થયેલ ફિલ્મ ‘વાથી’વે લઇને ચર્ચામાં છે, જે 17 ફેબ્રુઆરીએ રીલિઝ થઇ હતી. ફિલ્મને દર્શકોનો સકારાત્મક રિસપોન્સ મળી રહ્યો છે અને બોક્સ ઓફિસ પર 20 કરોડ રૂપિયાની કમાણી કરવામાં પણ સફળ રહી છે. આ વચ્ચે અભિનેતાને લઇને એક ગુડન્યુઝ સામે આવી,

જેના વિશે ધનુષના ફેન ક્લબના અધ્યક્ષ સુબ્રમણ્યમ શિવાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે ધનુષે તેના માતા-પિતાને ચેન્નાઇમાં એક નવું ઘર ગિફ્ટ કર્યુ છે. ઇન્ટરનેટ પર કેટલીક તસવીરો આવી છે જેમાં ધનુષ તેના માતા-પિતા સાથે જોવા મળી રહ્યો છે.

માહિતી અનુસાર, અભિનેતાનો પરિવાર હાલમાં જ ચેન્નાઈના પોએસ ગાર્ડનમાં ધનુષ દ્વારા બનાવવામાં આવેલા તેમના નવા ઘરમાં શિફ્ટ થયો છે. નિર્દેશક સુબ્રમણ્યમ શિવાએ ધનુષના માતા-પિતા કસ્તુરીરાજા અને વિજયલક્ષ્મી સાથે નવા આલીશાન ઘરની કેટલીક તસવીરો પણ શેર કરી છે.

તસવીરો શેર કરતાં સુબ્રમણ્યમ શિવાએ કહ્યું, ‘મારા નાના ભાઈ ધનુષનું નવું ઘર મને મંદિર જેવી લાગણી આપી રહ્યું છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન તેમના માતાપિતાને સ્વર્ગ જેવું ઘર પ્રદાન કર્યું છે, વધુ સફળતા અને સિદ્ધિઓ તમને અનુસરશે. તમે લાંબુ જીવો અને તમારા માતા-પિતાના સન્માનમાં યુવા પેઢી માટે પ્રેરણા બની રહો.

નવા મકાનમાં શિફ્ટ થયા પહેલા પણ ધનુષ આલીશાન બંગલામાં રહેતો હતો. મહાશિવરાત્રીના શુભ અવસર પર સાઉથ સુપરસ્ટાર ધનુષે તેના માતા-પિતાને ઘર ગિફ્ટ કર્યુ હતુ. રીપોર્ટ્સ અનુસાર, આ આલીશાન ઘરની કિંમત 150 કરોડ છે. આ સુંદર ઘરની ગૃહ પ્રવેશ સેરેમની માટે એક નાનકડી પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.

શિવરાત્રિ નિમિત્તે તેમણે પૂજા અર્ચના કરી અને તેમના માતા-પિતા સાથે પ્રસંગની ઉજવણી કરી. આ તસવીરોમાં ધનુષનો લૂક એકદમ અલગ દેખાઈ રહ્યો છે. તે સફેદ પાયજામા સાથે વાદળી કુર્તામાં હેવી દાઢીમાં જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં તેની વધેલી દાઢી અને લાંબા વાળ બધાનું ધ્યાન ખેંચી રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, ધનુષ તેની આગામી ફિલ્મ ‘કેપ્ટન મિલર’ માટે અરુણ માથેશ્વરન સાથે શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં ધનુષ, પ્રિયંકા, અરુલ મોહન અને શિવ રાજકુમાર છે.

Shah Jina