વધુ એક મોટા સેલિબ્રિટીના છૂટાછેડા… 18 વર્ષ બાદ તૂટ્યુ ઘર, આખી ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચ્યો

સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ અને અભિનેતા નાગા ચૈતન્યના છૂટાછેડાના સમાચારથી ચાહકો હજી તો બહાર આવ્યા નથી કે સાઉથ ઈન્ડસ્ટ્રીના વધુ એક પાવર કપલે છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. અભિનેતા ધનુષે તેની પત્ની અને સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા સાથેના છૂટાછેડાની જાહેરાત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેન્સ સાથે શેર કરી છે.આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકો ચોંકી ગયા હતા અને દિલ તૂટી ગયા હતા. ચાહકો આશ્ચર્યમાં છે કે શું થયું કે ધનુષ અને ઐશ્વર્યાએ તેમનો 18 વર્ષ જૂનો લગ્ન સંબંધ તોડી નાખ્યો. ધનુષે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ધનુષની પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. ધનુષે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે.

ધનુષે તેના નિવેદનમાં લખ્યુ, “18 વર્ષની સાથી, મિત્રતા, કપલ બનીને, માતા-પિતા અને એકબીજાના શુભચિંતકો, અમે વિકાસ, સમજણ, ભાગીદારીની યાત્રા કરી હતી. આજે અમે ત્યાં ઉભા છીએ જ્યાં અમારા રસ્તા અલગ થઈ રહ્યા છે. ઐશ્વર્યા અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. એકબીજાથી અલગ થઈને અમે અમારી જાતને શોધીશું. કૃપા કરીને અમારા નિર્ણયનો આદર કરો અને અમને અમારી ગોપનીયતાને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવા દો.

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી છે. બંનેએ 2004માં લગ્ન કર્યા હતા. આ કપલને બે બાળકો છે. આ કપલ વચ્ચે ઘણી વખત અલગ થવાના અને અનબન થવાના સમાચાર આવ્યા છે, પરંતુ તેઓ ઘણીવાર મીડિયાના સવાલોને ટાળતા જોવા મળ્યા હતા. ધનુષ જાણીતા નિર્માતા કસ્તુરી રાજાનો પુત્ર છે. ધનુષ બહુપ્રતિભાશાળી છે. અભિનેતા હોવા ઉપરાંત, તે દિગ્દર્શક, નિર્માતા, નૃત્યાંગના, પ્લેબેક સિંગર, ગીતકાર અને પટકથા લેખક પણ છે.

46 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સુપરસ્ટાર ધનુષને અત્યાર સુધીમાં એક ફિલ્મફેર એવોર્ડ, 4 નેશનલ ફિલ્મ એવોર્ડ સહિત 13 મોટા એવોર્ડ મળ્યા છે. ધનુષે સાઉથમાં ઘણી શાનદાર ફિલ્મો કરીને દર્શકોના દિલ જીતી લીધા છે, જ્યારે બોલિવૂડમાં પણ તેણે રાંઝણા સાથે જોરદાર ફેન ફોલોઈંગ બનાવી છે. આ સાથે જ તેણે થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી ફિલ્મ અતરંગી રેમાં પણ પોતાની તાકાત બતાવી છે. તમને જણાવી દઈએ કે ધનુષ બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ જીતી ચૂક્યો છે.

Shah Jina