આપણા તહેવારો જ્યોતિષ શાસ્ત્ર

ધનતેરસના દિવસે ભૂલથી પણ ના ખરીદશો આ 7 વસ્તુઓ, ઘટી શકે છે અમંગળ ઘટના

દિવાળીની શરૂઆત સાથે તહેવારોની પણ શરૂઆત થઇ જાય છે. દીવાળીના સમયમાં મોટાભાગના લોકો ખરીદી કરે છે અને એમાં પણ ધનતેરસનો દિવસ ખરીદી માટે ખાસ હોય છે.  આ વર્ષ ધનતેરસની ઉજવણી 13 નવેમ્બરના રોજ કરવામાં આવશે. ગૃહિણોઓ આ દિવસે ઘરની અંદર જરૂરિયાતનો સામાન ખરીદવાનો આગ્રહ રાખે છે, માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે કેટલીક એવી વસ્તુઓની ખરીદી ક્યારેય ના કરવી જોઈએ, ધનતેરસે આ વસ્તુઓની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે અને તમને નુકશાન પણ થઇ શકે છે.

Image Source

તો ચાલો આજે જાણીએ એવી કઈ વસ્તુઓ છે તેની ધનતેરસના દિવસે ખરીદી ના કરી શકાય.

Image Source

1.ધારદાર વસ્તુઓ:
ધનતેરસના દિવસે કોઈપણ ધારદાર વસ્તુઓ ક્યારેય ના ખરીદવી. ચપ્પુ, છરી, કાતર જેવી વસ્તુઓ આ દિવસી ભૂલમાં પણ લેવી નહિ. આ વસ્તુઓની ખરીદી કરવી ધનતેરસના દિવસે અશુભ માનવામાં આવે છે.

Image Source

2.લોખંડની ખરીદી:
ધનતેરસના દિવસે લોખંડની બનેલી કોઈપણ વસ્તુ ના ખરીદવી જોઈએ. આ દિવસે કરેલી લોખંડની વસ્તુની ખરીદી ઘરની અંદર નકારાત્મકતા લાવે છે. જેના કારણે તેને અશુભ માનવામાં આવે છે.

Image Source

3.કાચની ખરીદી:
દિવાળીના નવા દિવસોમાં ઘરે મહેમાન આવતા હોવાના કારણે આપણે ઘરમાં સ્વચ્છતાની સાથે સાથે નવા વાસણોનો ઉપયોગ પણ કરીએ છીએ. આ દિવસોમાં સારું દેખાડવા માટે કાચના વાસણોનો વપરાશ આપણે વધુ કરીએ છે. પરંતુ આ કાચના વાસણો કે કોઈપણ કાચની વસ્તુઓને ધનતેરસના દિવસે ના ખરીદવા જોઈએ. કાચનો સંબંધ પણ રાહુ સાથે છે. રાહુને નીચ ગ્રહ માનવામાં આવતો હોવાથી આ દિવસે કાચની વસ્તુ ખરીદવી અશુભ માનવામાં આવે છે.

Image Source

4.કાળા અને ભૂરા રંગની વસ્તુઓ:
ભારતમાં કોઈપણ શુભ પ્રસંગે કાળા અને ભૂરા રંગને મહત્વ નથી આપવામાં આવતું, શુભ પ્રસંગમાં કાળા અને ભૂરા રંગના વસ્ત્રો પણ નથી પહેરવામાં આવતા. આ રંગના વસ્ત્રો કોઈના મૃત્યુ પ્રસંગે પહેરવામાં આવે છે. કારણ કે કાળા અને ભૂરા રંગને દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે માટે ધનતેરસના શુભ દિવસે પણ કાળા અને ભૂરા રંગની ખરીદી કરવી અશુભ મનાય છે.

Image Source

5.એલ્યુમિનિયમના વાસણો:
એવું કહેવામાં આવે છે ધનતેરસના દિવસે કોઈપણ ધાતુ ખરીદવી શુભ માનવામાં આવે છે જેના કારણે લોકો આ દિવસે ખાસ સોના ચાંદીની ખરીદી પણ કરે છે. પરંતુ આર્થિક રીતે અસક્ષમ લોકો આ દિવસે ઘરની અંદર કોઈ વાસણની ખરીદી પણ કરતા હોય છે. પરંતુ આ દિવસે એલ્યુમિનિયમનું વાસણ ખરીદવું અશુભ માનવામાં આવે છે. એલ્યુમિનિયમનો સીધો સંબંધ રાહુ સાથે છે. આ વાસણોનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવતો નથી અને એલ્યુમિનિયમના વાસણમાં જમવું સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક માનવામાં આવે છે.

Image Source

6.ખાલી વાસણ:
જો તમે ધનતેરસના દિવસે કોઈ વાસણની ખરીદી કરો છો તો તેને ઘરની અંદર ખાલી રાખીને ના લાવવું તેની અંદર પાણી, ચોખા અથવા કોઈ અનાજ મૂકીને લાવવું જોઈએ.

Image Source

7.તેલ અને ઘી:
ધનતેરસના દિવસે તેલ, ઘી અથવા કોઈપણ તૈલીય વસ્તુઓની ખરીદી ના કરવી જોઈએ. દિવાળીના દિવસોમાં દીવાથી ઘરને આપણે ઝગમગ રાખીએ છીએ તો દિવા કરવા માટેનું તેલ ધનતેરસ પહેલા જ ખરીદી લેવું જોઈએ.