ખબર

ધનતેરસના શુભ દિવસે આવી ગયા સારા સમાચાર, સોનું થઇ ગયુ સસ્તુ- જલ્દીથી જાણી લો આજનો ભાવ

મિત્રો આજે એટલે કે બીજી નવેમ્બર, આજે ધનતેરસ મનાવવામાં આવી રહી છે. ધનતેરસનો એટલે ધન અને સમૃદ્ધિ. આ દિવસે સોનું ચાંદી ખરીદવાની પરંપરા છે. આ દિવસ દિવાળીની શરૂઆતનો પ્રતીક છે અને સોના અને ચાંદીની કિંમતી ધાતુઓમાં રોકાણ કરવા માટે એક શુભ દિવસ માનવામાં આવે છે. આપણા દેશમાં સોના – ચાંદીની માંગ દર વર્ષે વધતી જ હોય છે. કારણ કે આપણા લોકો શુભ દિવસ પર આભૂષણ અથવા સિક્કાના રૂપમાં સોનું ખરીદવાની પરંપરા છે. તહેવારોના દિવસોમાં સોનાની દુકાનોમાં ગ્રાહકોને આકર્ષણવા માટે ખાસ ઑફર આપવામાં આવતી હોય છે.

ધનતેરસના દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.  આ વખતે બજારોમાં સોનાની ખરીદી વધુ થવાની સંભાવના છે. ગોલ્ડ જ્વેલરીના ખરીદદારો અને વેપારીઓ બમ્પર વેચાણની અપેક્ષા રાખે છે. જો તમે ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ધનતેરસ પહેલા સોનું સસ્તું થઈ ગયું છે. દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે સોનાની કિંમત 10 રૂપિયા ઘટીને 46,673 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.

જો તમે સોનું લેવાના હોય તો આ વાતો જરૂર યાદ રાખજો.

સોનાનો ભાવ હંમેશા તેની શુદ્ધતાના પર આધાર રાખે છે. ક્વોલિટી પ્રમાણે તેના ભાવમાં વધઘટ હોય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે. તેથી તેની કિંમત વધારે હોય છે.

હૉલમાર્ક વાળા જવેલરીની શુદ્ધતાની ગેરંટી આપે છે. એટલે જ તેને સુરક્ષિત ખરીદી માનવામાં આવે છે. સોનાની ક્વોલિટીને પ્રમાણિત કરવાની પ્રક્રિયાને હૉલમાર્કિંગ કહેવામાં આવે છે. ભારતીય નામક બ્યૂરો (Bureau of Indian Standards – BIS) હૉલમાર્ક સોનાને પ્રમાણિત કરતી એજન્સી છે.

સોનાની શુદ્ધતા કેરેટમાં નક્કી થાય છે. 24 કેરેટ સોનું 99.99% શુદ્ધ માનવામાં આવે છે અને 22 કેરેટ સોનું 92% શુદ્ધ હોય છે. સોનાની વસ્તુઓ કે આભૂષણ ખરીદતા પહેલા તેની ક્વોલિટી જરૂર થી તપાસ કરો, ત્યાર બાદ જ તેની કિંમત ચૂકવો.

હવે વાત કરીએ મેકિંગ ચાર્જની તો એ આભૂષણો પર લાગતી મજૂરી છે. જેનો આધાર પ્રકાર અને ડિઝાઈન પર હોય છે. મશીનમાં બનેલા ગોલ્ડ આભૂષણો માનવ નિર્મિત આભૂષણોથી સસ્તા હોય છે, કારણ કે તેમાં શ્રમની ખપત ઓછી થાય છે. અનેક જ્વેલરી સ્ટોર્સ મેકિંગ ચાર્જ પર છૂટ પણ આપતા હોય છે.

સોનુ ખરીદતા પહેલા તેના વજનની તપાસ જરૂર કરજો. એક વાત હંમેશા યાદ રાખો કે તમે કોઈ કરિયાણું નથી ખરીદી રહ્યા, તમે ખૂબ જ કિંમતી ધાતુની ખરીદી કરી રહ્યા છો. આ કારણે જ તેના વજનની ઝીંણવટપૂર્વક તપાસ ખૂબ જરૂરી છે. જો વજન થોડું પણ ઉપર નીચે થઈ કે પછી કોઈ ભૂલ થઇ જાય તો મોટી સમસ્યા આવી શકે છે. તમને સોનાની ખરીદી મોંઘી પડી શકે છે.

દોસ્તો જો તમે ગોલ્ડની શુદ્ધતા ચકાસવા માંગો હોય તો સરકારે લોકો માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ દ્વારા કસ્ટમર ગોલ્ડની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ દ્વારા તમે ફરિયાદ પણ કરી શકો છે.

સોમવારે ચાંદીનો ભાવ પણ રૂ.230 ઘટીને રૂ.63,014 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો. આ શુભ મુહૂર્ત વધુ મહત્વપૂર્ણ બની ગયું છે કારણ કે ગત દિવાળીની સરખામણીમાં સોમવારે સોનાની કિંમતમાં રૂ. 4,000નો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત દિવાળીએ સોનાનો ભાવ 51,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. પરંતુ ધનતેરસના એક દિવસ પહેલા સોમવારે તેનો દર 46,673 રૂપિયા નોંધાયો હતો. MCX અનુસાર આજે સોનુ 47,835 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે. અમદાવાદમાં આજે એટલે કે 2 નવેમ્બરના રોજ સોનાનો ભાવ 49,090 પર ટ્રેડ કરી રહ્યો છે.

લખનઉ બુલિયન માર્કેટમાં 2 નવેમ્બરે સોનાની કિંમતમાં વધારો થયો હતો. સોનું રૂ. 280.0 વધીને રૂ. 49,040.0 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે. 1 નવેમ્બરે ભાવ રૂ. 48,760.0 પર બંધ થયો હતો. ચાંદીનો ભાવ રૂ. 270.0 વધી રૂ. 66,330.0 પ્રતિ કિલો હતો. અગાઉનો બંધ ભાવ રૂ. 66,060.0 પ્રતિ કિલો હતો.