ધનશ્રી વર્માએ અબૂ ધાબી ક્રિકેટ ગ્રાઉન્ડથી શેર કરી ખૂબસુરત તસવીરો, ફેન્સ બોલ્યા ફિગર તો જુઓ

ટિમ ઇન્ડિયાના નવા ભાભીનો અવતાર જોઈને ફેન્સ બોલ્યા દીપિકા, કેટરીના, કરીના, દિશા પણ ટૂંકી પડે ભાભીની સામે

IPL 2021ની મેચ શરૂ થઇ ગઇ છે. IPL 2021ના ફેઝ-2ના બીજા મુકાબલામાં સોમવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને કોલકાતા નાઇટ રાઇડર્સે સરળતાથી હરાવી દીધી હતી. બેંગલુરુના 92 રનના લક્ષ્યાંક સાથે કોલકાતાએ 10 ઓવરમાં એક વિકેટ ગુમાવી 94 રન હાંસિલ કર્યા હતા. આ મેચમાં RCB તરફથી યુઝવેન્દ્ર ચહલે 1 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેને ચિયર કરવા તેમની પત્ની અને મશહૂર ડાંસર પણ હાજર રહી હતી.

મશહૂર યૂટયૂબર અને ક્રિકેટ ખેલાડી યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા અબૂ ધાબી પહોંચી ગઇ છે. ધનશ્રી વર્માએ અબૂ ધાબીના ક્રિકેટ મેદાનથી તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે તે ક્રિકેટ મેદાનના પેવેલિયનમાં ઊભી છે. આ તસવીરોમાં ખિલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરતા પણ જોઇ શકાય છે. ધનશ્રી વર્માના આ અંદાજને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે અને ચાહકોએ તેની તુલના કેટરીના કૈફ સાથે પણ કરી દીધી છે.

મંગળવારના રોજ ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તે પતિ અને તેમની ટીમને મેચ દરમિયાન ચિયર કરી રહી છે. તસવીર શેર કરી તેણે લખ્યુ કે, મેદાન પર પાછા આવી સારુ લાગ્યુ, અત્યારે ઘણી ગરમી પડી રહી છે, પરંતુ ખેલાડીઓને સેલ્યૂટ છે.

આ તસવીરોમાં ધનશ્રી ખૂબ જ ખૂબસુરત લાગી રહી છે. તેણે વ્હાઇટ ક્રોપ ટોપ સાથે બ્લૂ જીન્સ પહેર્યુ છે. સાથે જ આઇકોનિક બેલ્ટ પણ કેરી કર્યો છે. ખુલ્લા વાળ અને ગોગલ્સમાં તે ગજબ લાગી રહી છે. તેની એક તસવીરમાં ઉપર સ્ક્રીન પર યુઝવેન્દ્ર ચહલની તસવીર જોવા મળી રહી છે.

આ તસવીરો પર ચાહકોએ તો ધનશ્રીની ઘણી પ્રશંસા કરી છે પરંતુ કેટલાક લોકોએ ધનશ્રીને ટ્રોલ કરી છે. એક યુઝરે લખ્યુ કે, તુ પનોતી લઇને આવી છે ચહલની લાઇફમાં. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, એટીટયૂડ કઇ વાતનો છે ઓલ આઉટ થઇ છે RCB.  જો કે, આ પહેલીવાર નથી કે ધનશ્રીને ટ્રોલ કરવામાં આવી હોય પરંતુ આ પહેલા પણ કેટલીક વાર ચહલની પર્ફોમન્સને લઇને લોકો તેને ખરી-ખોટી સંભળાવે છે.

Shah Jina