દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

આજે શીખો આ અભણ મહિલા પાસે, કેવી રીતે કમાઈ શકાય છે દર વર્ષે લાખો રૂપિયા, રસપ્રદ સ્ટોરી છે

આજના સમયમાં પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે લોકો અવનવા કીમિયા કરતા હોય છે, પાર્ટ ટાઈમ જોબ અને નોકરી સાથે પણ પાર્ટ ટાઈમ વ્યવસાય પણ કરતા હોય છે. છતાં પણ જેટલી ઈચ્છે એટલી કમાણી તો કરી જ નથી શકતા, કેટલીક જરૂરિયાતો અને કેટલાક સપના અધૂરા જ રહી જાય છે ત્યારે આપણા ગુજરાતના જ ધાનેરા તાલુકાના ચારડા ગામના એક મહિલાએ સાબિત કરી આપ્યું કે સારું કમાવવા માટે ભણતરની કોઈ જરૂર નથી, .અત્ર પોતાની બુદ્ધિ, આવડત અને મહેનતથી કઈ પણ કરી શકાય છે.

Image Source

ધાનેરા તાલુકાના ચરાડા ગામમાં રહેતા કાનુબહેન પટેલ ક્યારેય શાળાએ નથી ગયા તે છતાં તે દર વર્ષે 72 લાખની આસપાસ આવક મેળવે છે અને એ પણ સામાન્ય લાગતા એવા પશુપાલનના વ્યવસાય દ્વારા, કોઈ મોટી કંપનીના સીઈઓ જેટલો પગાર તેઓ એક મહિનામાં જ મેળવી લે છે. આ આવક તેમને પોતાની આવડત અને કોઠા સૂઝ દ્વારા હાંસલ કરી રહ્યા છે.

Image Source

આજના યુવાનો જયારે પશુપાલન અને ખેતીના વ્યવસાયથી દૂર ભાગી અને વ્હાઇટ કોલર નોકરી કરવા ઈચ્છે છે અને પોતાનું આખું જીવન છ આંકડાનો પગાર  થાય એ માટે ખર્ચી નાખતા હોય છે ત્યારે કાનુ બહેને પશુપાલનના વ્યવસાય સાથે જ આગળ વધવાની શરૂઆત કરી, શરૂઆતમાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો પણ કર્યો અને આજે તે વાર્ષિક 72 લાખ જેટલી આવક મેળવવા માટે પણ સક્ષમ બન્યા છે.

Image Source

માન્યામાં ના આવે તેવી વાત લાગે પરંતુ કાનુબેન શરૂઆતમાં માત્ર 8-10 પશુઓ રાખીને તેના દૂધની આવક દ્વારા ગુજરાન ચાલવતા પરંતુ ધીમે ધીમે તેમને પોતાના વ્યવસાયને વધાર્યો અને પશુઓમાં પણ વધારો કરતા ગયા સાથે આધુનિક ટેક્નોલોજીનો સહારો પણ લેતા ગયા અને આજે તેમની પાસે 80થી વધુ શંકર ગાય તેમજ 40 જેટલી મહેસાણી અને બન્ની ભેંસો છે.

Image Source

આ પશુઓ દ્વારા તે દૈનિક 600 લીટર દૂધ અને શિયાળામાં 1000 લીટર જેટલું દૂધ મંડળીમાં જમા કરાવે છે, આ દૂધ દ્વારા તેમની માસિક આવક 6 લાખથી પણ વધારે થાય છે. દૂધના વ્યવસાય દ્વારા જ તે મહિને લાખો રૂપિયાની આવક મેળવી શકે છે. ઘણા જ ભણેલા ગણેલા ડિગ્રીધારી યુવાનો માટે કાનુબેન એક મોટું ઉદાહરણ છે.

Image Source

કાનુબહેને તેમના ખેતરમાં જ આ પશુઓ માટે મોટો શેડ પણ બનાવ્યો છે અને આ શેડમાં પશુઓ 24 કલાક ખુલ્લા જ રહે છે. પશુઓને પીવા માટેના શુદ્ધ પાણી અને ખોરાક માટે પાકી હેડ લોક ગમાણની પણ વ્યવસ્થા કરી છે. ગમાણ પાકી હોવાના કારણે ખોરાક વગાડતો નથી. રોજ સવારે 9 વાગે દરેક પશુઓને પ્રેશર ફુવારા દ્વારા નવડાવવામાં આવૅ છે અને તેમને એ સમય દરમિયાન ખુલ્લા વાડામાં રાખવામાં આવે છે. આ દરમિયાન શેડની પણ યોગ્ય સફાઈ કરી દેવામાં આવે છે. પશુઓનો ઘાસચારો કાપવા આતે ઇલેક્ટ્રિક ચફકટરની પણ વ્યવસ્થા કરેલી છે. તેમની પોતાની જ 5 એકર જમીનમાં લીલો ઘાએ ચારો ઉગાડી પશુઓને ખવડાવવાની પણ વ્યવસ્થા કરેલી છે.

Image Source

એક સાથે આટલા પશુઓ સરળતાથી દોહી શકાય તે માટે આણંદ ડેરી અને બનાસ ડેરીના માર્ગદર્શન દ્વારા પંજાબી પેટર્ન મુજબ ઓટોમેટિક મિલ્કીન્ગ પાર્લરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના દ્વારા એકસાથે 10 પશુઓને એક સાથે જ દોહી શકાય છે અને સમયસર મંડળીમાં દૂધ પણ ભરી શકાય છે. વીજળી ના હોય તેવા સંજોગોમાં જનરેટરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ સિવાય પણ ગરમીમાં પશુઓને ગરમીથી બચાવવા માટે પંખાની સુવિધા તેમજ ફુવારાની સુવિધા પણ તબેલામાં જ કરવામાં આવી છે. વધારે દૂધની અવાક હોવાના કારણે મંડળી દ્વારા પણ દૂધ ભરવા માટે ખેતરના નજીકમાં જ કલેક્શનની સુવિધા પણ ઉભી કરી આપી છે.

કાનુબેનને પશુપાલનના વ્યવસાયમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઘણા એવોર પણ આપવામાં આવ્યા છે જેમાં 2016માં બનાસ ડેરી પાલનપુર દ્વારા બનાસ લક્ષ્મી એવોર્ડ, એન.ડી.ડી.બી. આણંદ દ્વારા ઉત્કૃષ મહિલા દૂધ ઉત્પાદક પુરસ્કાર વર્ષ 2017માં અને આ સિવાય પણ ઘણા એવોર્ડ અને પમાણપત્ર આપવામાં આવ્યા છે.

Image Source

કાનુબેનના આ સાહસ અને મહેનત આજના ઘણા લોકો માટે એક મોટું ઉદાહરણ પુરવાર થઇ રહી છે. કાનુબેન ભલે ભણ્યા નથી પરંતુ આજે ભણેલા ગણેલા લોકો તેમના તબેલાની મુલાકાતે આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.