જો યુવાનો દાઢી રાખશે તો 51 હજારનો દંડ, લગ્નમાં DJ પર પણ પ્રતિબંધ, આ સમાજની અનોખી પહેલ

વાહ વાહ….લગ્નમાં ડીજે, જન્મ દિવસ હોટલમાં માનવાવા પર પ્રતિબંધ લાગી ગયો, શું દરેક સમાજે આવું કરવું જોઈએ? જાણો શું શું બદલાવ આવી ગયા

હાલમાં જ ગુજરાતના બનાસકાંઠાના ધાનેરામાં 54 ગામ ચૌધરી સમાજમાં સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે બેઠક યોજાઈ જેમાં ધાનેરામાં આંજણા સમાજના યુવાનોને દાઢી નહીં રાખવા ફરમાન કરવામાં આવ્યું અને જે દાઢી રાખે તેને 51 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી. આ ઉપરાંત પણ આ બેઠકમાં મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ આપવી નહિ તો એક લાખના દંડની તેમજ ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવાની અને પીરસવા માટે ભાડૂતી માણસો ના લાવવાની પણ અપીલ કરાઇ.

આ ઉપરાંત લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ અને જન્મદિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ અને લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા તેમજ લગ્નમાં પત્રિકા સાદી છપાવવીજેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમ વિવિધ 23 જેટલા સુધારા કરી સમાજ સુધારણા માટે બેઠક યોજાઈ હતી. ધાનેરામાં 54 ગામની સુધારણા બેઠકમાં આ નિર્ણય લેવાયા હતા અને ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડની જાહેરાત કરાઈ હતી.

સમાજના પ્રમુખ રાયમલભાઇ પટેલે સમાજીક સુધારણા વિષે ચર્ચાઓ કરી અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ અને વ્યસનો બંધ કરવા હાકલ કરતાં સમાજના તમામ લોકોએ તેમાં ટેકો આપ્યો હતો. જો કે, આ નિર્ણયને સમગ્ર સમાજ દ્વારા આવકારાયો પણ છે. શિકારપુરા ધામના ગાદિપતિશ્રી દયારામજી મહારાજે એવું કહ્યુ હતુ કે હિન્દુ ધર્મમાં દાઢી રાખવી એ સંત મહાત્માનું કામ છે પણ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી એ માટે દાઢી ન રાખવી જોઇએ. જેને લઇને સમાજમાં કડક નિયમ બનાવ્યો.

Shah Jina