કોમલ પટેલે ગળે ફાંસો ખાતા પહેલા રડતા રડતા જ બનાવ્યો વીડિયો, કહ્યું: “પપ્પા, મેં સાસરે આવીને ભૂલ કરી”

આ વીડિયો જોઈને તમારી પણ આંખો ભીની થશે…આપઘાત કરતા પહેલા રડી રહેલી આ પરિણીતા કોમલ પટેલે વ્યક્ત કર્યું સાસરિયાના ત્રાસનું દુઃખ

આજકાલ સમાચારો અને સોશિયલ મીડિયા દ્વારા જોવા મળે છે જે આત્મહત્યાનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. ક્યાંક યુવાનો પ્રેમમાં દગો મળતા જીવન ટૂંકાવી લે છે તો કેટલાક લોકો આર્થિક તંગીના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે તો ઘણી સ્ત્રીઓ સાસરીમાં થતા અત્યાચારોના કારણે જીવનનો અંત આણે છે. એવો જ એક કિસ્સો હાલ; ઝારખંડના ધનબાદમાંથી સામે આવ્યો છે. જ્યાં એક રેલવે કર્મીની પત્નીનું શબ તેની સાસરીમાં પંખા સાથે લટકતું મળ્યું છે.

મહિલા દ્વારા પહેલા સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને શેર કરવામાં આવ્યો અને ત્યારબાદ ફાંસીના ફંદા ઉપર લટકીને આપઘાત કરી લીધો હતો. આ વાયરલ વીડિયોના કારણે ધનબાદમાં સનસની મચી ગઈ છે. વીડિયોની અંદર તે રડીને પોતાના પતિ અને સાસરીવાળા દ્વારા પ્રતાડિત કરવાનો આરોપ લગાવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલો ધનબાદના ધનસાર પોલીસ સ્ટેશન વિસ્તારના મહાવીર નગર ભૂદાનો છે. જ્યાં બુધવારના રોજ રેલવે કર્મીની 21 વર્ષીય પત્ની કોમલ પટેલે આપઘાત કરી લીધો હતો. વાયરલ વીડિયોની અંદર કોમલ રડી રડીને કહી રહી છે કે તે આપઘાત કરવા જઈ રહી છે.

વીડિયોમાં તે આગળ જણાવે છે કે ભૂલ કરી સાસરે આવીને, માફ કરજો પપ્પા, મેં તમારી વાત ના સાંભળી. મને લાગ્યું કે પતિ સુધરી ગયો. પરંતુ ફરીથી તેને મારી સાથે મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું. મરતા પહેલા મારા પિતાને કહેવા માંગુ છું કે મારા દીકરાનું ધ્યાન રાખજો.”

પોસ્ટમોર્ટમ બાદ જયારે કોમલનું શબ તેના પિયરમાં પહોંચ્યું ત્યારે પરિવારજનો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. ઘરની અંદર માહોલ શોકમગ્ન બની ગયો. કોમલની માતા અને બહેન બૂમો પાડી પાડી અને તેના પતિ આલોક અને તેના પરિવારજનોને સજા આપવાની માંગ કરી રહ્યા હતા. જગ્યા ઉપર હાજર રહેલા લોકોએ હાથમાં કોમલની તસવીર અને જસ્ટિસ ફોર કોમલ લખેલી તખ્તીઓ લઈને ન્યાયની માંગણી કરી.

આ ઘટના બાદ મૃતકના પિતા ઉમેશ પ્રસાદ દ્વારા ધનસર પોલીસ સ્ટેશનમાં કોમલના પતિ આલોક પ્રસાદ, આલ્કની મા, બહેન અને જીજાજી વિરુદ્ધ દહેજ માટે હત્યા કરવાનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરાવી છે.

તેમને જણાવ્યું કે દીકરીના સાસરીવાળા છેલ્લા કેટલાય દિવસથી ગાડીની માંગણી કરી રહ્યા હતા. તો બીજી તરફ આ ઘટના બાદ જ આલોક સમગ્ર પરિવાર સાથે ફરાર થઇ ગયો છે. પોલીસ મામલો દાખલ કરી અને તપાસમાં લાગી ગઈ છે.

Niraj Patel