આ ટાવરમાં મોતનો અભિશાપ, જશ્ન વચ્ચે ફેલાયેલી આગ અને સિલિન્ડર બ્લાસ્ટ થતા જીવતા બળી ગયા 14 લોકો

14 જીવતા થઇ ગયા ભડથુ: દૂર દૂરથી આવ્યા હતા સંબંધીઓ, તૈયાર થઇ રહી હતી મહિલાઓ, હેરાન કરી દેશે અગ્નિકાંડની ઘટના

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર આગ લાગવાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલાક લોકો જીવતા ભડથુ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ એક આગનો કિસ્સો સામે આવ્યો, જેમાં 14 લોકો મોતને ભેટ્યા અને 24થી વધુ લોકો દાઝી ગયા. આ ઘટના ઝારખંડના ધનબાદમાંથી સામે આવી. ઘનબાદના આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે સમગ્ર બિલ્ડીંગમાં અફરાતફરી મચી ગઈ હતી. રીપોર્ટ્સ અનુસાર આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે.

જણાવી દઈએ કે મંગળવારે સાંજે બેંક મોડ પોલીસ સ્ટેશન વિસ્તારના શક્તિ મંદિર પાસે આશીર્વાદ ટાવરમાં શહેરમાં ભીષણ આગ લાગી હતી. જે બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ આગે ધીમે ધીમે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડના તમામ પ્રયાસો બાદ પણ આગ પર કાબુ મેળવવામાં ઘણી જહેમત લાગી હતી. આ દરમિયાનના વીડિયો અને તસવીરો પણ સામે આવી છે, જેમં આગનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યુ છે. મૃતકોમાં ત્રણ બાળકો સહિત 14 લોકોનો સમાવેશ થાય છે.

સત્તાવાર રીતે 10 મોતની પુષ્ટિ કરવામાં આવી છે અને 24થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગનું કારણ ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ હોવાનું કહેવાય છે. એસએસપીએ જણાવ્યું કે આગ પહેલા ત્રીજા માળે લાગી અને ત્યાંથી પાંચમા માળ સુધી ફેલાઈ. આ ફ્લેટમાં રહેતા લોકોને આગની અસર થઈ હતી અને એટલું જ નહીં ઉપરના ફ્લેટમાં રહેતા લોકોએ ગભરાઈને નીચે ભાગવાનો પ્રયાસ કરતાં સીડીમાં ફસાઈને જીવ ગુમાવ્યો હતો. સીડીઓ પર ઘણા મૃતદેહો મળી આવ્યા હતા. મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

તેમના સત્તાવાર ટ્વિટર પર મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે લખ્યું કે ધનબાદના આશીર્વાદ ટાવર એપાર્ટમેન્ટમાં આગને કારણે લોકોના મૃત્યુ અત્યંત હૃદયદ્રાવક છે. જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે. હું જાતે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યો છું. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને દુઃખના મુશ્કેલ સમયમાં સહન કરવાની શક્તિ આપે.

ઘાયલોને ઝડપી તબીબી સારવાર આપવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર, ધનબાદના જોરાફાટક રોડ પર સ્થિત 11 માળના આશીર્વાદ ટાવર એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી અને આ દરમિયાન 10 મહિલાઓ સહિત કુલ 14 લોકોના કરૂણ મોત નિપજ્યા. જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી પણ શકે છે. બીજી તરફ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય આત્માને કંપાવી દે તેવું હતું. મહિલાઓના મૃતદેહો આભૂષણોથી શણગારેલા જોવા મળ્યા હતા.

આ અકસ્માતની ઝપેટમાં બિહારના ઘણા લોકો પણ આવી ગયા જેઓ પોતાના સંબંધીના લગ્નમાં ધનબાદ ગયા હતા. ત્રીજા માળે આગ લાગી હતી અને દીવામાંથી આગ લાગી હોવાનો મામલો સામે આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પૂજા દરમિયાન દીવો પડી ગયો અને થોડી જ વારમાં આખો માળ આગની લપેટમાં આવી ગયો. આ જ આગને કારણે એપાર્ટમેન્ટનો ચોથો અને પાંચમો માળ પણ લપેટમાં આવી ગયો હતો.

Shah Jina