ખબર મનોરંજન

યૂઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માની સ્માઈલ પર ફિદા થઇ જશો આપ, જુઓ 9 તસ્વીર

અનુષ્કા શર્મા સાવ ડલ લાગે છે ધનશ્રી સામે…જુઓ ક્યૂટ તસ્વીરો

ટિમ ઇન્ડિયાના સ્પિનર યૂઝવેન્દ્ર ચહલ આજકાલ આઇપીએલને લઈને દુબઈમાં છે.યૂઝવેન્દ્ર ચહલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. યૂઝવેન્દ્રની થનારી પત્ની ધનશ્રી વર્મા આઇપીએલ 2020ને લઈને દુબઈમાં છે. ધનશ્રી ઘણીવાર તેના પતિને ચીયર કરતી નજરે ચડે છે. ક્રિકેટ ફેન્સ ધનશ્રી વર્માની સ્માઈલ જોઈને દીવાના થઇ રહ્યા છે.

Image source

પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે આરસીબીની ટીમ ચેન્નઈ સામે ગ્રીન જર્સીમાં જોવા મળી હતી. ધનાશ્રીએ બ્લેક-ગ્રીન જર્સીમાં પણ તેની મંગેતરની ટીમને ટેકો આપ્યો હતો. અબુ ધાબીમાં આરસીબી અને કોલકાતાની મેચ દરમિયાન ધનશ્રી વર્મા આ સ્ટાઇલમાં જોવા મળી હતી.

Image source

રાજસ્થાન રોયલ્સ સામેની આરસીબીની મેચ દરમિયાન ધનશ્રી વર્માએ સફેદ શર્ટ પહેરીને દરેકને તેની સાદગીના દિવાના કરી દીધા હતા. દુબઈ આવ્યા પછી જ્યારે આ ધનશ્રી ચહલને મળી ત્યારે આ કપલે દરિયા કાંઠે કેટલીક ખુશ પળો વિતાવી હતી.

Image source

આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન ધનશ્રી વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા સાથે પણ જોવા મળી હતી.

Image source

જ્યારે આરસીબી હૈદરાબાદ સામેની મેચ જીતી ત્યારે ધનશ્રી મુંબઇમાં હાજર હતી. આ મેચમાં ચહલને શાનદાર બોલિંગ માટે ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ધનશ્રીએ અલગ જ અંદાજમાં ઉજવણીકરી હતી. સ્પષ્ટ છે કે તે તેના ભાવિ પતિને એવોર્ડ પ્રાપ્ત કરતી જોઈને ખૂબ જ ખુશ છે. અને ટીવી સામે તેની ખુશી વ્યક્ત કરી હતી.

Image source

ધનશ્રી નવરાત્રી દરમિયાન દુબઈ પહોંચી હતી. આ પ્રસંગે તેણે એક ખાસ ડાન્સ વીડિયો રજૂ કર્યો હતો. ધનશ્રીએ તેના ગરબા ડાન્સ દ્વારા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. ધનશ્રીની લોક નૃત્યાંગના વૈશાલી સાગર સાથે જબરદસ્ત બોન્ડીગ જોવા મળી રહી છે. તેના ચાહકોને આ વીડિયો ગમ્યો હતો.

Image source

ટોની કક્કરના પ્રખ્યાત ગીત ‘લૈલા’ના ફેમસ સોન્ગ પર ધનશ્રીએ બીચ પર જોરદાર ડાન્સ કર્યો હતો. તેની પોસ્ટમાં તેણે ટોની કક્કરને પણ ટેગ કર્યા છે. આ વીડિયોમાં ધનશ્રી લૈલા કરતા ઓછી જોવા મળી નથી.

Image source

દુબઈમાં હાજર ધનશ્રીએ અહીંની શાન બુર્જ ખલીફાને લઈને હાલમાં જ રિલીઝ થયેલા અક્ષય કુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’ ફિલ્મનું સોન્ગ બુર્જ ખલીફા પર ડાન્સ કર્યો હતો. આટલું જ નહીં ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ ડાન્સિંગ વીડિયોમાં બોલીવુડ અભિનેતા અક્ષય કુમારને પણ ટેગ કર્યા છે.

Image source