ટી-20 મેચ દરમ્યાન ડબલિન ફરવા નીકળ્યા હાર્દિક પંડ્યા, યૂઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનાશ્રી વર્મા, વાયરલ થઇ રહી છે ખેલાડીઓની તસવીરો

ચહલની રૂપ રૂપનો અંબાર પત્ની સાથે નજર આવ્યો હાર્દિક પંડ્યા, ડબલિનમાં મસ્તી કરતા દેખાય

યુજુવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનાશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. આ દરમ્યાન ભારત અને આયરલેન્ડ વચ્ચે ડબલીનમાં બે મેચની ટી-20 સિરીઝ રમવામાં આવી હતી. ટિમ ઇન્ડિયાએ બંને મુકાબલા જીતીને સિરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. પહેલા ટી-20ની મેચ બાદ ભારતીય ખેલાડી ડબલીન ફરવા માટે નીકળ્યા હતા.

આ ખેલાડીઓમાં યુજુવેન્દ્ર ચહલ, દિપક હુડ્ડા અને કેપ્ટ્ન હાર્દિક પંડ્યા શામેલ છે. ચહલની સાથે તેની પત્ની પણ ડબલીન પહોંચી છે. ચહલે આયરલેન્ડમાં તેની પત્ની ધનાશ્રી વર્મા અને ખેલાડીઓ સાથે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. શેર કરેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે અને ચાહક તેમની આ તસવીરો ખુબ શેર પણ કરી રહ્યા છે.

આ દરમ્યાન ત્રણેની સાથે ધનાશ્રી પણ હતી. ધનાશ્રીએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના કેપ્શનમાં લખ્યું હતું કે આયરિશ સંસ્કૃતિને જાણવા માટે ફરવા નીકળ્યા છીએ. આ તસવીરોમાં ધનાશ્રી વર્માએ વાઈડ લેગ જીન્સ અને ગ્રીન ક્રોપ ટોપ સાથે એનિમલ પ્રિન્ટ જેકેટ પહેરેલું હતું. આ દરમ્યાન હાર્દિક પંડ્યાએ કૂલ લુકમાં બ્લેક કલરનું ઓવરકોટ પહેરેલું હતું.

યૂઝવેન્દ્ર ચહલ આ દરમ્યાન ઓફ વ્હાઇટ કલરનું જેકેટ પહેરેલું હતું. ત્રણે લોકોની તસવીરો ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે અને અત્યાર સુધી 68 હજાર કરતા પણ વધુ લોકો લાઇક કરી ચુક્યા છે. ચહલે પંડ્યા અને દિપક હુડ્ડાની તસવીરો ટ્વિટ કરી હતી. આ તસવીરો ચાહકોને ખુબ પસંદ આવી રહી છે. એક તસવીરમાં ચહલ અને પંડ્યા સ્ટાઈલિશ લુકમાં નજર આવી રહ્યા છે.

તેમજ બીજી તસવીરમાં ચહલની સાથે હુડ્ડા નજર આવી રહ્યા છે. આ તસવીરો પર ચાહકો ઘણી બધી રીતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ધનાશ્રી આ પહેલા ભારત- આયરલેન્ડ પહેલા ટી-20 મેચ જોવા ડબલીનના ધ વિલેજ ગ્રાઉન્ડ પહોંચી હતી. તેણે સ્ટેડિયમથી તસવીરો પણ શેર કરી હતી.

Patel Meet