મનોરંજન

લગ્નના બંધનમાં બંધાઈ ગયો યજુવેન્દ્ર ચહલ, લગ્નની તસવીરો થઈ વાયરલ- જુઓ ક્લિક કરીને

આપણા ચહલભાઈએ ધનશ્રી સાથે લગ્ન કરી લીધા.. વિરાટ કરતા પણ વધુ સુંદર પત્ની મળી- જુઓ બધી તસવીરો

ભારતીય ટીમના સ્પિનર બોલર યજુવેન્દ્ર ચહલ પોતાની રમતને લઈને ઘણો જ ચર્ચામાં હોય છે, સાથે તેની સગાઈ થયા બાદ પોતાની થનારી પત્ની ધનશ્રી સાથે પણ લાઈમલાઈટમાં છવાયેલો રહેતો હતો. ચહલની સગાઈ બાદ ચાહકો તેના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકોની રાહ જોવી પણ પૂર્ણ થઈ છે. આપણાં ચહલભાઈ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

યજુવેન્દ્ર ચહલે પોતાની મંગેતર ધનશ્રી સાથે લગ્નના સાત ફેરા ફરી લીધા છે જેની તસ્વીર ચહલે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. આ તસવીરોમાં ચહલ અને ધનશ્રી બંને લગ્નના પોષાકમાં તૈયાર થયેલા જોવા મળી રહ્યા છે સાથે જ તેઓ લગ્ન મંડપમાં બિરાજમાન છે. ચહલ અને ધનશ્રીની આ તસવીરોને પણ ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે સાથે બંનેને સુખી લગ્ન જીવન માટેની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

ધનશ્રીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર લગ્નની બે તસવીરો શેર કરી છે. ચહલ અને ધનશ્રી બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક સરખું કેપશન પણ લખ્યું છે. જે તેમના ચાહકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે. ચહલ અને ધનશ્રીની સગાઈ ઓગસ્ટ મહિનામાં થઈ હતી. સગાઈ બાદ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. આઇપીએલની મેચ દરમિયાન પણ ધનશ્રી યુએઈમાં ચહલને સપોર્ટ કરવા માટે પહોંચી હતી.

ધનશ્રી એક કોરિયોગ્રાફર, ડાન્સર અને યુટ્યુબર છે. સાથે તે એક ડોકટર પણ છે. ચહલ અને ધનશ્રી પોતાના ડાન્સિંગ વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે.. જેને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. ધનશ્રીના વીડિયોને પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

ભારતીય ક્રિકેટર યૂઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માએ તેના ડાન્સથી લોકોના દિલમાં જગ્યા બનાવવામાં કોઈ કસર નથી છોડતી. ધનાશ્રી હંમેશા તેના ડાન્સના વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ધનાશ્રી વર્માનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એક્ટ્રેસ વરીના હુસૈન સાથે મુન્ના બદનામ હુઆ સોન્ગ પર ડાન્સ કરતી નજરે આવી રહી છે.

ધનાશ્રીએ આ વિડીયો તેની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. જેમાં અત્યાર સુધી 16 લાખથી વધુ વખત જોવાઈ ચુક્યો છે. આ ડાન્સ વીડિયોમાં ધનાશ્રી અને વરીના હુસૈનના ડાન્સની તારીફ કરતા લોકો થાકતા નથી. યૂઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી અને વરીના હુસૈન ‘મુન્ના બદનામ હુઆ’ ગીત પર મસ્ત ડાન્સ કર્યો હતો. આ સાથે જ જબરદસ્ત એક્સપ્રેશન પણ આપતા જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લાઈક કરવામાં આવી છે. ડાન્સ વિડીયો સાથે ધનાશ્રી વર્માએ તેનો બીટીએસ વિડીયો પણ શેર કર્યો હતો.

ભારતીય ટીમના સ્ટાર બોલર યજુવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ જ છવાયેલી રહે છે. તે પોતાના વિડીયો દ્વારા સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દે છે. તેનો ડાન્સ અને તેના વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થાય છે. પરંતુ હાલમાં ધનશ્રી પોતાની એક તસ્વીરનાં કારણે ચર્ચામાં આવી રહી છે.

ધનશ્રીએ હાલમાં જ પોતાનું એક ફોટોશૂટ કરાવ્યું છે. આ તસ્વીરોની અંદર ધનશ્રી લાલ લહેંગામાં નજર આવી રહી છે. જેમાં તે ખુબ જ સુંદર પણ દેખાઈ રહી છે. આ તસ્વીરોમાં તે શરમાતી નજર આવે છે. ધનશ્રીની આ તસ્વીર ઉપર ચાહકો ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ધનશ્રીએ આ તસવીર શેર કરવાની સાથે એક કેપશન પણ લખ્યું છે. ધનશ્રીએ લખ્યું છે: “દરેક મહિલા માટે લાલ રંગનો અલગ શેડ હોય છે.”

ભારતીય ટીમના યુવા ક્રિકેટર સ્પિનર યજુવેન્દ્ર ચહલ પણ આજકાલ સોશિયલ મીડિયા ખુબ જ છવાયેલો રહે છે. ખાસ તેની સગાઈ બાદ તે વધારે ચર્ચામાં આવી રહ્યો છે. અને હવે પોતાની મંગેતરના જન્મ દિવસે ફરી એકવાર પોતાના દિલની વાત કહેતો ચહલ જોવા મળ્યો છે.

આજે ચહલની મંગેતર ધનશ્રીનો જન્મ દિવસ છે. તે આજે પોતાનો 24મોં જન્મ દિવસ મનાવી રહી છે. 27 સપ્ટેમ્બર 1996ના રોજ યુએઈમાં જન્મેલી ધનશ્રીના જન્મ દિવસ ઉપર ચહલે તેના માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. જેમાં તે પોતાના દિલની વાત ચાહકો સાથે શેર કરી રહ્યો છે. જો કે ચહલ આ ખાસ પ્રસંગે ધનશ્રી પાસે નથી, કારણ કે તે હાલમાં આઇપીએલ રમી રહ્યો છે, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે જન્મ દિવસ ઉજવી રહ્યો છે.