યુઝવેન્દ્ર ચહલની પત્નીએ ફરી એકવાર ચાહકોને બનાવ્યા દીવાના, બ્લેક બ્રાલેટમાં કાતિલાના પોઝ આપી લૂંટી મહેફિલ

ચહલની પત્ની ધનશ્રીનો બોલ્ડ અવતાર થયો વાયરલ, હોટ ફિગર જોતા જ લટ્ટુ થયા ચાહકો

એક તરફ IPLની સિઝન ચાલી રહી છે ત્યાં બીજી તરફ સોશિયલ મીડિયા પર ખેલાડીઓની પત્નીનો પણ દબદબો છે. એ જ રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનના સ્ટાર ખેલાડી બની ગયેલા યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનો સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ જેટલો તેની બોલિંગ માટે પ્રખ્યાત છે, તેટલી જ તેની પત્ની ધનશ્રી તેના હોટ અવતાર અને ડાન્સને કારણે ચર્ચામાં રહે છે.

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જેના કારણે તે દરરોજ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ ધનશ્રીએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. તેની આ તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. ધનશ્રી ક્યારેક યુઝવેન્દ્ર ચહલ સાથે ફોટા શેર કરે છે, તો કયારેક તે તેના ડાન્સ વીડિયો પણ શેર કરે છે.

ચાહકોને ધનશ્રીના ફોટા અને વીડિયો ખૂબ જ પસંદ આવે છે. ધનશ્રી તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે હેડલાઇન્સમાં રહે છે. જણાવી દઇએ કે, યુઝી IPL 2022માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો છે. તે હાલમાં પર્પલ કેપ ધારક છે અને ટીમ માટે મેચ વિનર સાબિત થઈ રહ્યો છે. યુઝવેન્દ્ર ચહલનો આ સમયે દબદબો જોવા મળી રહ્યો છે, તો તેની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

રાજસ્થાન રોયલ્સની મેચમાં ટીમને સપોર્ટ કરવા માટે ધનશ્રી વર્મા સતત પહોંચી રહી છે અને તેના પતિ યુઝવેન્દ્ર ચહલને ચીયર કરી રહી છે. સોમવારે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ દરમિયાન ધનશ્રી વર્મા પણ સ્ટેન્ડમાં હાજર હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં હેટ્રિક લીધી ત્યારે ધનશ્રી વર્મા પણ સ્ટેન્ડમાં હતી અને તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ધનશ્રી વર્મા એક કોરિયોગ્રાફર છે, તે સતત તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા અગાઉ લોકડાઉન દરમિયાન વર્ચ્યુઅલ માધ્યમથી મળ્યા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન ધનશ્રી વર્માએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ભારતીય ક્રિકેટર તેના ઓનલાઈન ક્લાસમાં જોડાયા હતા અને તે દરમિયાન તે તેને દિલ આપી બેઠા હતા. વાસ્તવમાં યુઝવેન્દ્ર ચહલ ડાન્સની ટ્રેનિંગ માટે ધનશ્રી વર્માના ક્લાસમાં જોડાયો હતો. અહીંથી બંને વચ્ચે વાતચીત વધી અને ધીમે-ધીમે સંબંધમાં ફેરવાઈ ગઈ.

3 મહિના પછી બંનેએ સગાઈ કરવાનો નિર્ણય લીધો. આ પછી ચહલ અને ધનશ્રીની ઓગસ્ટ 2020માં સગાઈ થઈ અને બંનેએ 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કરી લીધા. ધનશ્રી વર્મા વ્યવસાયે કોરિયોગ્રાફર અને ડાન્સર પણ છે. તેની પોતાની એક ડાન્સ કંપની પણ છે. ધનશ્રી આ પહેલા ડેન્ટિસ્ટ હતી અને હ્રતિક રોશન સાથેની મુલાકાત બાદ તેનું મન ડાન્સ તરફ આકર્ષિત થયું હતું.

વર્ષ 2015માં, ધનશ્રીએ ધનશ્રી વર્માના નામથી તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી. હાલમાં તેના 2.1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને આ સંખ્યા દરરોજ વધી રહી છે. તેના ડાન્સિંગ વીડિયો આજે ખૂબ જ લોકપ્રિય છે. તે અવારનવાર સેલિબ્રિટીઝ સાથે ડાન્સ વીડિયો પણ શેર કરે છે.

Shah Jina