ગોવિંદાના સુપરહિટ ગીત ઉપર ચહલની ઘરવાળીએ લગાવ્યા એવા ઠુમકા કે આખું સોશિયલ મીડિયા હચમચાવી દીધું, જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાનો આયર્લેન્ડ પ્રવાસ પૂરો થઈ ગયો છે. કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમે આ શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી છે. શાનદાર જીત ઉપરાંત ખેલાડીઓની મજા પણ ચાલુ જ છે, માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો પણ આયર્લેન્ડમાં ભરપૂર આનંદ માણી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ આ દિવસોમાં આયર્લેન્ડમાં છે. આયર્લેન્ડના રસ્તા પર ડાન્સ કરતી ધનશ્રીએ એક રીલ બનાવી છે, તેની આ રીલ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. ધનશ્રી વર્માએ ગોવિંદાના ગીત “સોના કિતના સોના હૈ” પર ડાન્સ કર્યો હતો. જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ધનશ્રી વર્મા સફેદ ટ્રાઉઝર અને સફેદ શર્ટમાં જોવા મળી રહી છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે “ફૂલો અને હવામાને તેને આ કરવા માટે મજબૂર કરી.” ધનશ્રી વર્મા એક પ્રોફેશનલ ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તે તેના પતિ યુઝવેન્દ્ર ચહલ સાથે પણ ઘણી રીલ બનાવી શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 5.1 મિલિયન ફોલોઅર્સ છે.

ચહલની પત્ની ધનશ્રી દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો અને તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. યુઝવેન્દ્ર ચહલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેણે ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામેની શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે આ પ્રવાસમાં ધનશ્રી પણ તેની સાથે જ હતી. ટીમના કપ્તાન હાર્દિક પંડ્યા અને યુઝી સાથે ડબલીનના રસાત ઉપર ફરતા કેટલીક તસવીરો પણ તેને શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

ડબલિનના ધ વિલેજ ગ્રાઉન્ડ પર રમાયેલી છેલ્લી T20 મેચમાં ભારતે આયર્લેન્ડને 4 રને હરાવ્યા  બાદ બે મેચની T20 શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. બીજી મેચમાં ટીમના ઓપનર સંજુ સેમસન અને દીપક હુડ્ડાએ શાનદાર બેટિંગ કરી અને T20 ઈતિહાસની સૌથી મોટી ભાગીદારી નોંધાવી. બંનેએ બીજી વિકેટ માટે 176 રન જોડ્યા હતા.

Niraj Patel