IPLનો રોમાન્ચ: યુઝવેન્દ્ર ચહેલે જેવી વિકેટ ઝડપી કે તરત જ સ્ટેન્ડમાં બેઠેલી પત્ની ધનશ્રી વર્મા ખુશીથી નાચવા લાગી, વીડિયો થયો વાયરલ

IPLનો રોમાન્ચ જમાઈ ઉઠ્યો છે, દરેક ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં લાગી ગઈ છે, પરંતુ આ વખતના આઇપીએલમાં એક અલગ જ રોમાન્ચ છવાતો જોવા મળી રહ્યો છે, ઘણા ખેલાડીઓ પોતાની જૂની ટીમ છોડીને નવી ટીમમાં સામેલ થઇ ગયા છે, એવો જ એક ખેલાડી છે યૂઝવેન્દ્ર ચહલ. જે ગત સીઝન સુધી રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી રમતો હતો પરંતુ હવે રાજસ્થાન રોયલ તરફથી રમી રહ્યો છે.

ત્યારે ગઈકાલે ચહલનો મુકાબલો પોતાની જ જૂની ટીમ સાથે હતો, જેના કારણે આ મેચનો રોમાન્ચ ખુબ જ અલગ જોવા મળ્યો હતો. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

જો કે રાજસ્થાન આ મેચ હારી ગયું હતું. ચહલે ડેવિડ વિલીની વિકેટ લીધી હતી. તેની બોલિંગ જોઈને ધનશ્રી વર્મા ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી હતી. ધનશ્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખુશીથી ઝૂમી રહી છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આરસીબીએ 6 વિકેટના નુકસાને મેચ જીતી લીધી હતી.

આ દરમિયાન વિલી ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. ચહલે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. ચહલે 9મી ઓવરના 5માં બોલ પર વિલીને બોલ્ડ કર્યો હતો. વિલી આઉટ થતાં જ ધનશ્રી ઉત્સાહમાં જોવા મળી હતી. તે ખૂબ જ ઉત્સાહિત અને ખુશ હતી અને સ્ટેન્ડમાં જ ખુશથી ઝૂમવા લાગી ગઈ હતી. તેના સેલિબ્રેશનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


તમને જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા. ધનશ્રી એક શાનદાર કોરિયોગ્રાફર છે અને તેના ડાન્સના વીડિયો ખૂબ વાયરલ થાય છે. ધનશ્રીની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે, જેના 25.9 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ધનશ્રી બોલિવૂડ ગીતો રિક્રિએટ કરે છે. આ ઉપરાંત તે હિપ-હોપની તાલીમ પણ આપે છે.

Niraj Patel