આ દિગ્ગજ અંગ્રેજી ક્રિકેટરની પત્નીનો પણ હતો ચહલની પત્ની સાથે જન્મ દિવસ, ઉજવી બંનેએ સાથે ડબલ ડેટ

ભારતીય ટીમના સ્ટાર બોલર અને હાલમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર તરફથી પોતાની શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલા યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રીનો સોમવારના રોજ જન્મ દિવસ હતો. ચહલ અને ધનાશ્રી સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તમેની તસવીરો પણ અવાર નવાર શેર કરતા રહે છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે.

ત્યારે ધનાશ્રીએ તેના જન્મ દિવસ નિમિત્તે પણ કેટલીક ખાસ તસવીરો તેના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં તે ખુબ જ હોટ લુકની અંદર નજર આવી હતી. પોતાના પતિ યુઝવેન્દ્ર ચહલ સાથે તેના જન્મ દિવસના અવસર ઉપર તે ખુબ જ ટૂંકો ડ્રેસ ફરેલી જોવા મળી હતી. ધનાશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર તેની આ તસવીરોને શેર કરી છે, જેના બાદ લોકો પણ કોમેન્ટ કરવા લાગ્યા છે.

આ પહેલા ચહલે પણ ધાનશ્રીના જન્મ દિવસ ઉપર તેના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી અને પોતાના પ્રેમનો ઇજહાર કર્યો હતો. તેને લખ્યું હતું કે, “જન્મ દિવસની શુભકામનાઓ મારા પ્રેમ. તમે જીવનમાં સૌથી સારાને લાયક છો. કારણ કે તમે સૌથી સારા છો જે ત્યા સુધી મારી સાથે રહ્યા છો. મારા જીવનમાં અજવાળું ફેલાવવા વાળી પરીને જન્મ દિવસની શુભકામનાઓ. હું બહુ જ આભારી છું કે હું રોજ તમારા માટે રસ્તો શોધવામાં સક્ષમ હતો. ફરીવાર જન્મ દિવસની શુભકામનાઓ મારી પત્ની.”

તો ધનાશ્રીએ શેર કરેલી તસ્વીરોમાં તેનો ખુબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ધાનશ્રી ખુબ જ ટૂંકા ડ્રેસમાં નજર આવી. તેને કાનની અંદર ઝુમકા પહેરી રાખ્યા હતા. તેની આ તસવીરોમાં યુઝર્સ અલગ અલગ કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.

તે જ દિવસે ચહલની પત્ની ઉપરાંત રોયલ ચેલન્જર બેંગ્લોરના બીજા એક સ્ટાર બેટ્સમેન એબી ડિવિલિયર્સની પત્ની ડેનિયલ ડિવિલિયર્સનો પણ જન્મ દિવસ હતો. આ દરમિયાન ધનાશ્રી પણ ડિવિલિયર્સની પત્ની સાથે પોઝ આપતી જોવા મળી હતી.

ચહલ અને ધનાશ્રી બંને દ્વારા શેર કરવામાં આવેલી આ પોસ્ટ  ઉપર તે બંનેના ચાહકો પણ ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે, ચાહકોની સાથે સાથે સેલેબ્રિટીઓ પણ તેમની આ પોસ્ટની અંદર કોમેન્ટ કરી અને ધનાશ્રીને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે.

ધનાશ્રીએ તસવીરોની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ચહલ અને ધનાશ્રી મસ્તી કરતા પણ જોવા મળી રહ્યા છે. તો ધનાશ્રીના જન્મ દિવસ પહેલા જ યુજવેન્દ્ર ચહલે તેને એક શાનદાર ભેટ પણ આપી હતી. ધનાશ્રીએ પણ કોમેન્ટ કરીને ચહલની આ ભેટ માટે તેનો આભાર વ્યક્ત કર્યો છે. ધનાશ્રીએ ચહલની એક પોસ્ટ ઉપર જ કોમેન્ટ કરતા જણાવ્યું છે કે બેસ્ટ બર્થ ડે ગિફ્ટ. આ પોસ્ટમાં ચહલ વિકેટ લઈને સેલિબ્રેટ કરતો જોવા મળી રહ્યો છે.

યુજવેન્દ્ર ચહલ ગઈકાલે મુંબઈ સામેની મેચમાં ખુબ જ શાનદાર બોલિંગ કરી હતી. તેને 4 ઓવરની અંદર 1 મેઇડન ઓવર સાથે માત્ર 11 જ રન આપી અને ત્રણ શાનદાર વિકેટો પણ ઝડપી લીધી હતી. ચહલની આ બોલિંગને લઈને જ ધનાશ્રીએ તેની આ ત્રણ વિકેટને જન્મ દિવસની બેસ્ટ ગિફ્ટ માની છે.

તમને જણાવી દઈએ કે ચહલ અને ધનાશ્રીના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બર 2020માં થયા હતા. તે ખુબ જ ચર્ચિત કપલમાંના એક છે. તે હંમેશા પોતાના ચાહકો સાથે પોતાની તસવીરો અને ડાન્સના વીડિયો સાથે મસ્તી ભર્યા વીડિયોને શેર કરતા રહે છે.

ચહલની પત્ની ધનાશ્રી એક ડાન્સર છે અને તેના ડાન્સ વીડિયો તે તેના સોશિયલ મીડિયાની સાથે સાથે તેના યુટ્યુબ ચેનલ ઉપર પણ પ્રસારિત કરે છે. જેના કારણે તેની લોકપ્રિયતા ખુબ જ વધારે છે. અને ભારતીય ટીમના સ્ટાર બોલર ચહલ સાથે લગ્ન કર્યા બાદ તો તે લાઇમ લાઇટમાં પણ છવાઈ ગઈ છે.

Niraj Patel